SURAT

સુરતમાં સ્નેચરોનો આતંક યથાવત: વાત કરતા યુવાનનાં હાથમાંથી ખુલ્લે આમ મોબાઈલની ચીલઝડપ

સુરત: સુરતમાં (Surat) મોબાઈલ સ્નેચરો (Mobile Snatchers) બેફામ બન્યાં છે. રવિવારે વહેલી સવારે કોઈ પણ જાતના ડર વગર મોબાઈલ સ્નેચરોએ મોબાઈલ સ્નેચિંગની ઘટનાને ખુલ્લેઆમ અંજામ આપ્યો છે. આ સમગ્ર ધટનાના સીસીટીવી (CCTV) સામે આવ્યાં છે અને ધટના અંગે કાપોદ્રા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

છેલ્લાં કેટલાય સમયથી સુરતમાં મોબાઈલ સ્નેચરો બેફામ બન્યાં છે. કોઈ પણ જાતના ડર વગર સ્નેચરો સ્નેચિંગની ધટનાને અંજામ આપી રહ્યાં છે. આવી જ ધટના રવિવારે સવારે સુરતમાં બની હતી. કાપોદ્રા ચાર રસ્તા નજીક એક યુવક ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે બાઈક પર આવેલા સ્નેચરો મોબાઈલ ની ચીલઝડપ કરી ભાગી ગયા હતા. આ ઉપરાંત હવે સ્નેચરોની નજર બસ સ્ટેન્ડ પર પણ હોય તેવું સામે આવ્યું છે. કાપોદ્રા પોલીસે ઘટના અંગે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.

વેસુના વેપારીની રાધેક્રિષ્ના ટેક્સટાઈલ માર્કેટની દુકાનમાંથી રોકડા 36.70 લાખ ચોરાયા
સુરત: વેસુમાં રહેતા કાપડ વેપારીની રિંગ રોડ ખાતે રાધેક્રિષ્ના ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી દુકાનમાં ગત શુક્રવારે રાત્રે ઘૂસેલો તસ્કર રોકડા 16.70 લાખનો હાથફેરો કરી ગયો હતો. આ સાથે લઈ ગયેલા પાર્સલમાં પણ 20 લાખની રોકડ હોવાથી તેની પણ ચોરી થતાં સલાબતપુરા પોલીસે કુલ 36.70 લાખની ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

વેસુ ખાતે છઠ્ઠા માળે, એવન્‍યુ ૭૭, જલારામ મંદિરની પાસે, એલ.પી.સવાણી સ્‍કૂલ પાસે રહેતા 45 વર્ષીય પંકજભાઇ જયપ્રકાશ ભંડારી રિંગ રોડ ખાતે રાધેક્રિશ્ના ટેક્સટાઇલ્‍સ માર્કેટમાં વિરમ પ્રિન્‍ટ્સના નામે કાપડનો વેપાર કરે છે. પંજકભાઈની દુકાનમાં ગઈકાલે મોડી રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. દુકાનની પાછળની બારીની ગ્રીલ તોડી અંદર ઘૂસેલા તસ્કરોએ તેમની ઓફિસના ટેબલના ખાનામાંથી રોકડા 16.70 લાખની ચોરી કરી હતી. આ સાથે જ પાર્સલ ચોરી કરી નાસી ગયો હતો. જે છેલ્લા 12થી 15 દિવસના કાપડના ધંધાનું પેમેન્ટ હતું. જ્યારે પાર્સલ તેના મિત્ર જગદીશ દેવીદાસ દેવાનાનીએ આપ્યું હતું, જેમાં ધંધાના બીજા 20 લાખ રોકડા હતા. તસ્કરો કુલ 36.70 લાખનો હાથફેરો કરી નાસી ગયા હતા.

બીજા દિવસે સવારે કારીગરે દુકાનમાં ચોરી થયાની જાણ કરતાં પંકજભાઈ દુકાનમાં દોડી આવ્યા હતા. તેમણે સીસીટીવીમાં ચેક કરતાં રાત્રે સવા બાર વાગ્યાના અરસામાં એક અજાણ્યો બનિયાન અને ચડ્ડી પહેરીને ચોરી કરવા માટે આવ્યો હતો. અજાણ્યાએ કેટલાક સીસીટીવી કેમેરા ઊંચા કરી તેનું ડાયરેક્શન પણ બદલી નાંખ્યું હતું. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top