SURAT

‘જો તુ સતીષ સાથે લગ્ન કરશે તો હું તારુ લગ્ન જીવન ખરાબ કરી નાખીશ’

સુરત : સચિન (Sachin) ખાતે રહેતા મુળ ઉત્તરપ્રદેશના (UP) યુવકની પત્નીને અજાણ્યાએ ફોન (Call) કરીને ગાળો આપી યુવક સાથે લગ્ન (Marriage) નહીં કરવા ધમકાવી હતી. લગ્ન પછી પરિણીતાએ તેના પતિને જાણ કરતા યુવકે આ નંબરનું વોટ્સએપ (Whatsapp) ચેક કરતા પ્રોફાઈલમાં તેનો ફોટો (Photo) હતો. આ અજાણ્યાએ યુવકના નામે તેની પત્નીની મિત્ર અને તેના બીજા સંબંધીઓ સાથે પણ વાતો કરી હતી. સચિન જીઆઈડીસી પોલીસમાં (Police) આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

સચિન તલંગપુર રોડ પર રહેતા 25 વર્ષીય સતીષ (નામ બદલ્યું છે) પાલીગામમાં ડાયમંડ પાર્કમાં નોકરી કરે છે. સતીષે સચિન જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સતીષના નવેમ્બર 2021 માં લગ્ન થયા હતા. અને લગ્ન બાદ તે પત્નીને ગત 3 જુને સુરત લઈ આવ્યો હતો. સતીષની પત્નીએ તેને જણાવ્યું હતું કે, તેના મોબાઈલ ઉપર અજાણ્યાએ ફોન કરીને સતીષને ગાળો આપી હતી. અને જો તુ સતીષ સાથે લગ્ન કરશે તો હુ તને જાનથી મારી નાખીશ અને તારુ લગ્ન જીવન ખરાબ કરી નાખીશ એવી ધમકી આપી હોવાનું સતીષને જણાવ્યું હતું. જેથી સતીષે આ નંબર વોટ્સએપ ચેક કરતા પ્રોફાઈલમાં સતીષનો ફોટો મુક્યો હતો. આ અજાણ્યાએ સતીષની પત્નીની મુંબઈ ખાતે રહેતી ફ્રેન્ડ આરતી (નામ બદલ્યું છે) ને તેના વોટ્સએપ નંબર પર મેસેજ કર્યો હતો. અને આરતી સાથે સતીષ તરીકે વાત કરીને તેની પત્ની સાથે વાત નહી કરવાનું કહેતો હતો. તથા અન્ય લોકો સાથે પણ સતીષના નામે ખોટા મેસેજ કરી ધમકીઓ આપતો હતો. જેથી કંટાળી સતીષભાઈએ અજાણ્યા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top