SURAT

કાપોદ્રા હીરાબાગના એપાર્ટમેન્ટમાં કુટણખાનું શરૂ કરનારી મહિલા પકડાઈ, રૂમમાં વૃદ્ધ સાથે..

સુરત(Surat) : શહેરના કાપોદ્રા (Kapodra) હીરાબાગ (Hirabaug) વિસ્તારના એક એપાર્ટમેન્ટના (Apartment) ફ્લેટમાં (Flat) ધમધમતું કુટણખાનું (rothel) ઝડપાયું છે. અહીં એક વૃદ્ધ ગ્રાહક લલના સાથે અશોભનીય સ્થિતિમાં હતાં ત્યારે પોલીસે રેઈડ પાડી વૃદ્ધ ગ્રાહક તેમજ કુટણખાનાની મહિલા સંચાલકને ઝડપી પાડી છે. પોલીસે 24 કોન્ડોમ અને 1600 રૂપિયા પણ કબ્જે લીધા છે.

  • કંટ્રોલ રૂમના મેસેજ પર કાપોદ્રા પીઆઈની રેડ
  • અશોક વાટીકા એપાર્ટમેન્ટના પહેલાં માળે કુટણખાનું ધમધમતું હતું
  • ભરતકામ કરતી મહિલા લલનાને બોલાવી ધંધો કરાવતી
  • સરથાણાના 65 વર્ષીય વૃદ્ધ લલના સાથે પકડાયા
  • પોલીસે મહિલા સંચાલક, વૃદ્ધ ગ્રાહકની ધરપકડ કરી
  • પોલીસે 1600 રોકડા અને 24 કોન્ડોમ કબ્જે લીધા

આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરને ગઈ કાલે બપોરે 1.30 કલાકે કંટ્રોલ રૂમમાંથી મેસેજ મળ્યો હતો કે કાપોદ્રાના હીરાબાગ વિસ્તારની હિંમતનગર સોસાયટી ખાતે આવેલા અશોક વાટિકા નામના એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં કુટણખાનું ચાલે છે. બાતમીના આધારે પીઆઈએ પોલીસ કાફલા સાથે અશોક વાટીકા એપાર્ટમેન્ટના ફ્લેટ નં. 102માં રેઈડ કરી હતી. પોલીસ ફ્લેટમાં પહોંચી ત્યારે ત્યાં સોફા પર એક મહિલા બેઠી હતી. તેનું નામ હંસાબેન નાનજીભાઈ પાલડિયા (ઉં.વ .37, મૂળ વતન, ખાખરીયા, તા. પાલીતાણા, જિ. ભાવનગર અહીં રહે 102, અશોકવાટીકા એપાર્ટમેન્ટ હીરાબાગ) મળી આવી હતી. ફ્લેટના રૂમમાં 31 વર્ષની મહિલા સાથે એક વૃદ્ધ શરીર સુખ માણી રહ્યો હતો. વૃદ્ધ ગ્રાહકનું નામ દેવરાજ રણછોડ સુતરીયા (ઉં.વ. 65, રહે, 36, આશીર્વાદ રો હાઉસ, સરથાણા, કામરેજ રોડ, સુરત મૂળ વતન, પારડી, શિહોર, ભાવનગર) મળી આવ્યા હતા.

પોલીસે ભરતકામ કરતી અને સાથે કુટણખાનું ચલાવતી મહિલા સંચાલક હંસાબેન પાસેથી 23 કોન્ડોમ અને રોકડા રૂપિયા 100 તેમજ ગ્રાહક દેવરાજ પાસેથી વપરાયા વિનાનું કોન્ડોમ અને રોકડા 1500 કબ્જે લીધા છે. હંસાબેનના કહેવાથી દેહવિક્રય માટે આવેલી મહિલાને મુક્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે અગાઉ પણ અનેકવાર શહેરમાં પ્રાઈવેટ મિલકતોમાં ખાનગી રાહે ચાલતા કુટણખાના પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે. કોર્ટ દ્વારા લલનાઓ સામે કેસ નહીં બનાવવાના નિર્દેશ આપ્યા બાદ હવે લલનાઓ સામે પોલીસ કેસ બનાવતી નથી, પરંતુ કુટણખાનાના સંચાલકો અને ગ્રાહકોને પકડી તેઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે.

Most Popular

To Top