SURAT

ઇચ્છાપોરમાં સ્ટેટ મોનીટરિંગ સેલના દરોડા, 400 પેટી દારૂ પકડાયો

સુરત: (Surat) સુરત ઈચ્છાપોર પોલીસ સ્ટેશનની (Police Station) હદમાં આવેલા GIDC વિસ્તારમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલે 400 પેટી વિદેશી દારૂનો (Alcohol) જથ્થો ઝડપી પાડતા ઇચ્છાપોર પોલીસની (Police) ઊંઘ ઊડી ગઈ છે. એટલું જ નહીં પણ રૂપિયા 26,27,280 ની કિંમતની 22992 બોટલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે 9 આરોપીઓ ને વોન્ટેડ જાહેર કરાયા છે.

અધિકારીઓ એ જણાવ્યું હતું કે આખું ઓપરેશન બાતમીના આધારે પાર પાડવામાં આવ્યું હતું. પોલીસે દારૂના જથ્થા સાથે 15,000 રૂપિયાની કિંમતના 3 મોબાઈલ, રોકડ રૂ. 1420, રૂ. 25,00,000 ની કિંમતમાં 3 વાહનો મળી રૂ. 51,44,000 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.

વધુમાં જણાવ્યું હતું કે ઝડપાયેલા આરોપી પૈકી (1) કિશનકુમાર ચંગારામ રાજપુરોહિત રહે-આટ-પો-કરાડા તા-રાણીવાડા, દી-જાલોર, રાજસ્થાન, (2) શંકરારામ બંશીરામ વરદ (બિસ્નોઈ) નિવાસ- અટ- પો- સોનાડી, તા- સેડવા, દી-બાડમેર, રાજસ્થાન, (3) ભજનલાલ કિષ્નારામ વિશ્નોઈ. રેસ-વિયો કા ગોલિયા, પુનાસા, ભીનમાલ, રાજસ્થાન ની હાલ પૂછપરછ ચાલી રહી છે. જ્યારે 9 આરોપી વોન્ટેડ જાહેર કરાયા છે જેમાં (1) મુન્નાભાઈ નિવાસ- ગોવા, (2) ભાવેશ રહે- ભીનમાલ, (3) શ્રાવણ રેસ-ભીનમાલ હવે સુરતની લાજપોર જેલમાં છે, (4) શુશીલ પાંડે, ડી.કે રહે- રોકડિયા હનુમાન, ઉધના, સુરત શહેર, (5) દિનેશ બ્યારામ ભાદુ (બિસ્નોઈ) રેસ-સોનાડી, સેડાવા, બાડમેર રાજસ્થાન, (6) રોયલ બન્ના રહે- સુરતના રહેવાસી છે. એટલું જ નહીં (7) આઈશરના માલિક-MH 07 AJ 2258, (8) ટાટા યોદ્ધાના માલિક – GJ 05 BZ 6093 (9) છોટા હાથી GJ 05 AZ 5236 ના માલિક છે.

Most Popular

To Top