SURAT

સવારે રત્નકલાકાર પિતા પુત્રીને સ્કૂલે મુકીને નોકરીએ ગયા, બપોરે તેના મોતના સમાચાર આવ્યા

સુરત: (Surat) અમરોલી છાપરાભાઠા રોડ ઉપર રત્નકલાકારે (Diamond Worker) સવારે તેની પુત્રીને સ્કૂલે મુકવા માટે ગયા હતા, અને બપોરે પુત્રની અકસ્માતે મોતના સમાચાર મળ્યા હતા. પુત્રીને (Daughter) મૃત હાલતમાં જોઇને પિતાના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. બનાવ અંગે અમરોલી પોલીસે (Police) અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

  • અમરોલી-છાપરાભાઠા રોડ પર રત્નકલાકારની 12 વર્ષની પુત્રીને હાઈવા ટ્રકે કચડી મારી
  • રત્નકલાકાર સવારે તેની પુત્રીને સ્કૂલે મુકવા માટે ગયા હતા અને બપોરે પુત્રની અકસ્માતે મોતના સમાચાર મળ્યા હતા

પ્રાપ્ત વિગતો મુજબ મુળ ભાવનગરના વતની અને સુરતમાં છાપરાભાઠા પાસે એન્ટીલીયા ડ્રિમ્સમાં રહેતા દિપકભાઇ રાઘવભાઇ પીપલીયા હીરાના કારખાનામાં કામ કરે છે. તેમની 12 વર્ષની પુત્રી દિશા અમરોલીમાં જ સરકારી સ્કૂલમાં અભ્યાસ કરે છે. શુક્રવારે સવારના સમયે દિપકભાઇ દિશાને સ્કૂલે મુકીને પોતાના કારખાને જતા રહ્યા હતા. ત્યારબાદ બપોરે 12 વાગ્યાના અરસામાં દિશા ઘરે આવી રહી હતી ત્યારે તેનો હાઈવા ટ્રકની સાથે અકસ્માત થયો હતો. દિશાને તાત્કાલીક સારવાર માટે નજીકની પ્રાઇવેટ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

બનાવ અંગે હોસ્પિટલમાં હાજર દિશાના મામાએ દિપકભાઇને ફોન કરીને હોસ્પિટલ બોલાવ્યા હતા. બપોરે દોડતા દોડતા આવેલા દિપકભાઇએ પુત્રીને મૃત હાલતમાં જોઇ હતી. દિશાને આંખ અને છાતીના ભાગે ગંભીર ઇજા થઇ હતી, આ ઉપરાંત કમરના ભાગે ઘસરકાના નિશાન મળી આવ્યા હતા. પુછપરછ કરતા એક હાઈવા ટ્રક નં. જીજે-18-એઝેડ-9223ના ચાલકે ફુલ સ્પીડમાં આવીને દિશાને ટક્કર મારી હતી. જેમાં દિશાનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે અમરોલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top