સુરત: અડાજણ-પાલ હવેલી નજીક ડિવાઈડર સાથે બાઇક (Bike) અથડાતા SD જૈન કોલેજના (College) વિદ્યાર્થીનું (Student) કરુણ મોત (Death) નીપજ્યું હતું. કોલેજમાંથી ATKTનું પરિણામ લઈ ઘરે જતાં જીત પટેલને કાળ ભરખી ગયો હતો. દીકરાનાં મોતના સામાચાર સાંભળી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. પોસ્ટ મોર્ટમ રૂમ પરિવારના કલ્પાંનથી ગુંજી ઉઠ્યો હતો.
- કોલેજમાં ATKTનું પરિણામ પાસ થઈ ગયો હોવાની ખુશી સાથે જીત બાઇક ઉપર ઘરે જવા નીકળ્યો
- હવેલી તરફ જવાના રસ્તા ઉપર ડિવાઈડર સાથે બાઇક અથડાતા જીતને ગંભીર ઇજા થઇ હતી
- પોલીસે CCTV ચેક કરતા બાઇક ડિવાઈડર સાથે ભટકાતું હોય એવું જોયું હોવાની ખબર પડી
કોલેજના મિત્રોએ કહ્યું હતું કે જીતકુમાર સતીશભાઈ પટેલ ત્રીજા વર્ષ બી.કોમ માં અભ્યાસ કરતો હતો. જોકે એક વિષયમાં ATKT આવી હોવાથી પરીક્ષા આપી હતી. જેનું આજે પરિણામ હતું. કોલેજમાં પરિણામ પાસ થઈ ગયો હોવાની ખુશી સાથે જીત બાઇક ઉપર ઘરે જવા નીકળ્યો હતો.
વધુમાં જણાવ્યું હતું કે પાલ-ઉમરા બ્રીજ ક્રોસ કર્યા બાદ હવેલી તરફ જવાના રસ્તા ઉપર ડિવાઈડર સાથે બાઇક અથડાતા જીતને ગંભીર ઇજા થઇ હતી. તાત્કાલિક 108 ને કોલ કરી બોલાવી લેવાઈ હતી. 108માં સિવિલ લઈ જતા મૃત જાહેર કરાયો હતો. જીત ના દુઃખદ નિધનની વાત સાંભળી પરિવાર શોકમાં સરી પડ્યું હતું. અને જીતનું આખું પરિવાર હોસ્પિટલ દોડી આવ્યું હતું.
ગામના લોકોએ જણાવ્યું હતું કે જીત એક સંસ્કારી વિદ્યાર્થી હતો. એક મોટાભાઈ અને માતા-પિતા સાથે રહેતો હતો. આગળ અભ્યાસ કરી પગભર થવા માંગતો હતો. જીત ના અકસ્માત મોત ને લઈ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ઘટના સ્થળે પોલીસે CCTV ચેક કરતા બાઇક ડિવાઈડર સાથે ભટકાતું હોય એવું જોયું હોવાની ખબર પડી છે. હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.