SURAT

પરિણીતા પર બળાત્કાર કરીને હવસખોરે પતિને મારવાની ધમકી આપી કર્યું આ શરમજનક કામ

HTML Button Generator

સુરત: (Surat) ડીંડોલીમાં રહેતી પરિણીતાને બ્લેકમેલ (Blackmail) કરી બળજબરીથી રૂપિયા 25 લાખ જેટલી માતબાર રકમ પડાવી બળાત્કાર (Abuse) કરનાર આરોપીને ડિંડોલી પોલીસે (Police) ઝડપી પાડ્યો છે. દરમિયાન હવસખોર દ્વારા પરણિતાની દિકરી પર નજર બગાડતા મામલો પોલીસ મથકમાં પહોચ્યો હતો.

  • પરિણીતા પર બળાત્કાર કરીને હવસખોરે પતિને મારવાની ધમકી આપી 25 લાખ પડાવ્યા
  • પરિણીતા પાસે પર્સનલ લોન મેળવવાના નામે ડોક્યુમેન્ટ મેળવી બે કાર પર લોન મેળવી હતી
  • આરોપીએ પરિણીતા પાસેથી ઘરેણા પણ લઈ મુથુટ ફાયનાન્સમાં મુકી લઈ લીધા હતા
  • તારામાં મજા નથી આવતી તારી દીકરી જુવાન છે મારે તેને ભોગવવી છે તેમ કહેતા પરણિતા પોલીસ મથકે પહોંચી ગઇ

જીમમાં કસરતને કરવાને બદલે પ્રેમાલાપ કરતા પરણિતાએ લાખ્ખો રૂપિયા ગુમાવવા પડયા
ડિંડોલી ખાતે સી.આર.પાટીલ રોડ પર આવેલી સોસાયટીમાં રહેતી 38 વર્ષીય પરિણીતાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ઇશ્વરભાઈ ગોપાલભાઈ પટેલ ઉર્ફે વિક્રમ રાણા (રહે.સ્વસ્તીક લેક એપાર્ટમેન્ટ, ડિંડોલી) ની સામે ફરિયાદ નોંધાવી છે. પરિણીતા આજથી સાત આઠ વર્ષ પહેલા ઉધના વિસ્તારમાં જીમમાં જતી હતી. તે વખતે આરોપી ઈશ્વર પટેલ ઉર્ફે વિક્રમ રાણા તેની માતાને લઈને જીમમાં કસરત કરાવવા માટે આવતો હતો. ત્યારે તેની સાથે પરિચય થયો હતો. ત્યારબાદ આરોપી ઈશ્વર પટેલે પરિણીતાનો મોબાઈલ નંબર મેળવી સોશિયલ મીડિયાના માધ્યમથી ચેટિંગ કરી પરિચય કેળવી પરિણીતાના પતિની ગેરહાજરીમાં તેના ઘરે આવન જાવન ચાલુ કરી હતી. અને તેને જણાવેલ કે હું મુસીબતમાં છું આપણે પર્સનલ લોન લઈને કોઈ સારો ધંધો ચાલુ કરીએ જેથી પરિણીતાએ સહમતિ દર્શાવતા તેના નામે બે કાર ઉપર લોન લઈને તેમજ ઘરેણાં ઉપર લોન લીધી હતી.

પ્રેમીએ હપ્તા ભરવાનુ જણાવીને નહી ભરતા પરણિતાનુ બ્લેકમેઇલીંગ શરૂ કર્યુ
પ્રેમી વિક્રમે બેંકના હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. જેથી પરિણીતાએ ફોન કરીને તેને બેન્કના કાર લોનના હપ્તા ભરવાનું કહેતા આરોપીએ પોતાના ઘરે બોલાવી ફ્લેટનો દરવાજો બંધ કરી પરિણીતાની મરજી વિરુદ્ધ બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યો હતો. અને જો કોઈને જાણ કરશે તો તેના પતિ અને દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ પરિણીતાને બ્લેકમેલ કરી અવારનવાર તેના ઘરે જઈ તેના પતિની ગેરહાજરીમાં બળજબરી કરી શારીરિક સંબંધ બાંધતો હતો. અને તેને રૂપિયા નહીં આપે તો તેના પતિને જાણ કરી બદનામ કરી દેવાની ધમકી આપતો હતો. આરોપીએ ટુકડે ટુકડે રોકડા રૂપિયા તથા કાર લોન મળી કુલ રૂપિયા 25 લાખ જેટલી રકમ પડાવી હતી.

હવસખોર ઇશ્વર ઉર્ફે વિકાસે પરણિતાને તેની દિકરી સાથે શારિરીક સબંધ બાંધવા જણાવતા મામલો પોલીસ મથકે પહોચ્યો
ત્યારબાદ એક દિવસ આરોપી ઈશ્વર પટેલ પરિણીતાના પતિની ગેર હાજરીમાં તેના ઘરે ગયો અને પીડિતાની દીકરીને જોઈ જતા તેની ઉપર પણ દાનત ખરાબ કરી હતી. પરિણીતાના ઘરે જઈને તારામાં મજા નથી આવતી તારી દીકરી જુવાન છે તેનામાં મજા કરાવને તેમ કહ્યું હતું. બે મહિના પહેલા ઇશ્વર પટેલે પરિણીતાને ડિંડોલી તળાવ પાસે બોલાવી હતી. ત્યાં પરિણીતા સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.

8 મે ના રોજ ઇશ્વરે ફોન કરીને પરિણીતાને તારાથી કઈ નહી થાય તારા જેવી કેટલીયે ભાભીઓને મે ફસાવી છે. તેમ કહેતા પરિણીતાને ચિંતામાં જોઈને તેના પતિએ આ અંગે પુછતા તેને સમગ્ર હકીકત જણાવી હતી. બાદમાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ડિંડોલીના પીએસઆઈ હરપાલસિંહ મસાણી અને તેમની ટીમે બાતમીના આધારે ઝડપી ધરપકડ કરી હતી. ડિંડોલી પોલીસ સ્ટેશનમાં જ અગાઉ આરોપીઓ સામે બીજાના ડોક્યુમેન્ટ લઈને કાર પર લોન લઈને બારોબાર વેચી દેવા અંગે છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાઈ છે.

Most Popular

To Top