સુરત: (Surat) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) 25 જૂન, 2015 ના દિવસે સ્માર્ટ સિટી મિશન (Smart City Mission) યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત ભારતમાં પસંદગી પામેલા કુલ- 100 શહેરો પૈકી પ્રથમ તબક્કામાં કુલ 20 શહેરોની યાદીમાં સુરત શહેરની પસંદ કરવામાં આવી હતી. મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત પસંદ થયેલા 100 શહેરોને પૂર્ણ કરેલા પ્રોજેકટસ, કાર્યરત પ્રોજેકટસ, મળેલી ગ્રાન્ટ વપરાશના ફાયનાન્સિયલ સર્ટિફિકેટ, એડવાઈઝરી ફોરમ મીટિંગ જેવા માપદંડનાં આધારે ડાઇનેમિક રેન્કિંગ સિસ્ટમના આધારે ડાઈનેમિક રેન્ક આપવામાં આવે છે. ઉપરોકત માપદંડોના આધારે વહીવટી કામગીરી, નાણાંકીય બાબતો તેમજ પ્રોજેકટ પૂર્ણ કરી તેનું અમલીકરણ વગેરે તમામ પર્ફોમન્સ આધારીત મળેલા ગુણથી સુરત સ્માર્ટ સિટીને હાલમાં પ્રથમ રેન્ક પ્રાપ્ત થયો છે.
- સુરત સ્માર્ટ સિટી મિશન અંતર્ગત કુલ 81 પ્રોજેક્ટનું આયોજન કરાયું છે
- જે પૈકી 69 પ્રોજેક્ટ પુર્ણ થયા છે અને 12 પ્રોજેક્ટ પ્રગતિ હેઠળ છે
સુરત મહાનગરપાલિકા તથા સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિ. દ્વારા સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત એરિયા ડેવલપમેન્ટ, ઇકોનોમિક ડેવલપમેન્ટ, રીન્યુએબલ એનર્જી, એન્વાયરમેન્ટ ડેવલપમેન્ટ, હેરીટેજ રિસ્ટોરેશન, એફોર્ડેબલ હાઉસિંગ, આઈ.ટી. કનેક્ટિવિટી અને ડિજીટલાઈઝેશન, નોન-મોટોરાઈડ ટ્રાન્સપોર્ટ, સીવેજ, સોલિડ-વેસ્ટ મેનેજમેન્ટ, સ્ટ્રોર્મ-વોટર મેનેજમેન્ટ, અર્બન ટ્રાન્સપોર્ટ, વોટર સપ્લાય સેકટરના સ્માર્ટ સિટી ફંડ, સ્વર્ણિમ, અમૃત, પ્રધાનમંત્રી આવાસ યોજના તેમજ પબ્લિક પ્રાઈવેટ પાટર્નરશીપ સહિત અંદાજીત રૂા. 2936.39 કરોડના સબ કમ્પોનન્ટ સહિતના કુલ 81 પ્રોજેક્ટોનું આયોજન કરવામાં આવ્યું છે.
જે પૈકી સુરત મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેટિવ કંટ્રોલ સેન્ટર (SMAC Center), સુરત કિલ્લાનું રિસ્ટોરેશન તથા ડેવલપમેન્ટ, ઈન્ટેલિજન્ટ ટ્રાન્ઝિટ મેનેજમેન્ટ સિસ્ટમ (ITMS), ઓટોમેટિક ફેર કલેકશન સિસ્ટમ (AFCS), કોમન સિટી પેમેન્ટ કાર્ડ (સુરત મની કાર્ડ), આંજણા તથા ડિંડોલી ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નવીનીકરણ, ડિંડોલી ખાતે દૂષિત પાણીનું રીસાયકલ તથા રીયુઝ, પબ્લિક બાઇસિકલ શેરિંગ સિસ્ટમ, વી.આઇ.પી. મોડલ રોડ, અણુવ્રત દ્વાર કેનાલ રોડ ડેવલપમેન્ટ, 1 મેગાવોટ સોલર પાવર પ્લાન્ટ અને વિન્ડ પાવર જનરેશન (2.1 મેગાવોટ) તેમજ એ.આઇ.સી. સુરતી આઈલેબ-ઈનોવેશન ઈન્કયુબેશન સ્ટાર્ટ અપ અને ટ્રેડ ફેસિલિટેશન સેન્ટર જેવા મહત્વના પ્રોજેકટો સહિત કુલ રૂ. 1791 કરોડના સબ કમ્પોનન્ટ સહિતના 69 પ્રોજેક્ટસ પૂર્ણ કર્યા છે. તેમજ અંદાજીત રૂા. 1145.33 કરોડના કુલ 12 પ્રોજેકટસ્ પ્રગતિ હેઠળ છે.