SURAT

સુરતના પાસપોર્ટ ઓફિસમાં 15 દિવસે પણ એપોઈન્ટમેન્ટ મળતી નથી

સુરત: સુરત પાસપોર્ટ ઓફિસના કામકાજ પર અનેક સવાલો ઉભા થયા છે. અહીં અરજીકર્તાઓને 15 દિવસે પણ એપોઈન્ટમેન્ટ મળી રહી નથી. વેબસાઈટ ખૂલવાની 40 સેકન્ડમાં જ બંધ થઈ જાય છે. એવી ચર્ચા છે કે પાસપોર્ટ ઓફિસમાં એજન્ટોનું રાજ ચાલી રહ્યું છે. આ અંગે મંત્રીઓને ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

  • સુરત રિજનલ પાસપોર્ટ ઓફિસર પ્રજા માટે અનઅવેલેબલ
  • વેબસાઈટ ખુલવાના 40 સેકન્ડમાં જ બંધ થઈ જાય છે
  • એજન્ટો સેટિંગ કરતા હોવાના આક્ષેપ

(Surat) પાસપોર્ટ (Passport) વેરિફિકેશન (Verification) અને જુદા જુદા પ્રકારની કવેરી, સુધારો ક્લિયર કરવા 60 લાખની વસ્તી વાળા ઔદ્યોગિક શહેર સુરતમાં ઉમરાગામ સ્થિત રિજનલ પાસપોર્ટ ઓફીસ દિવસમાં માત્ર 40 એપોઇન્ટમેન્ટ આપી રહી છે. એને લીધે દિવસો સુધી અરજદારોની કવેરીઓ પૂર્ણ થતી નથી અને પાસપોર્ટમાં સુધારાઓ અટકી જાય છે. એજન્ટોના પાપે બપોરે 1 વાગે ઓનલાઈન એપોઇન્ટમેન્ટની (Online Appointment) સાઈટ ખુલી 40 સેકન્ડમાં જ નો એપોઇન્ટમેન્ટનું સ્ટેટસ દર્શાવે છે. એજન્ટો એપોઇન્ટમેન્ટ ખુલે એ પહેલાં ડેટા ફિટ કરી દેતા હોય છે.એજન્ટોએ સેટિંગ કર્યું હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. આ મામલે સુરતના રિજનલ પાસપોર્ટ ઓફિસર અશોક સોનકુશારેનો સંપર્ક કરતાં તેઓ પ્રતિક્રિયા માટે ઉપલબ્ધ ન હતા.

સુરતના વિખ્યાત ઇન્ટરનેશનલ ડાન્સર જ્યોતિકા ધોળાભાઈને 15 દિવસથી એપોઇન્ટમેન્ટ મળતી નથી
સુરતના વિખ્યાત ઇન્ટરનેશનલ ડાન્સર જ્યોતિકા ધોલાભાઇ સરકાર દ્વારા આયોજિત ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભાગ લેવા વિદેશ જવા માંગે છે.પણ પાસપોર્ટની કવેરી ઉકેલાતી નથી. જ્યોતિકના પિતા ઉમંગ ધોલાભાઈ કહે છે કે મારી દીકરી જ્યોતિકા ધોલાભાઇ ડાંસર છે અને આઇસીસીઆરમાંથી યુરોપ જઇ દેશનું પ્રતિનિધિત્વ કરવાની છે. એમનો પાસપોર્ટ આવી ગયા બાદ પોલીસ સ્ટેશન થી pcc માટે એક જ વખત ફોન આવ્યો હતો અને 3 કલાક પછી ફરી સંપર્ક કર્યો તો adverse રિપોર્ટ મોકલી દેવામાં આવ્યો હતો.અધિકારીએ કહ્યું કે હવે નોટિસ આવે ત્યાર પછી પાસપોર્ટ ઓફિસમાં રિ-ઓપન કરાવવું પડશે પણ છેલ્લા 15 દિવસથી સાઇટ પરથી ઑનલાઇન એપોઇન્ટમેન્ટ માટે પ્રયાસ કરવા છતાં એપોઇન્ટમેન્ટ મળતી નથી.આ મામલે આવતીકાલે કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલવે રાજયમંત્રી દર્શના જરદોષને ફરિયાદ કરવામાં આવશે.

Most Popular

To Top