સુરત: (Surat) અડાજણ પોલીસે (Police) બાતમીના આધારે જુગાર (Gambling) રમાડી રહેલા પાણીપુરી લારી ચલાવતા યુવકને ત્યાં રેઈડ કરીને 8 જુગારીઓને (Gamblers) ઝડપી પાડી તેમની પાસેથી 3.15 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી.
અડાજણ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે અડાજણ ભગવાન પાર્ક સોસાયટી ઘર નં. ૨૩ માં રહેતો ધર્મરાજ જયસ્વાલ નામનો વ્યક્તિ પોતાના ઘરે કેટલાક ઇસમોને બહારથી બોલાવી આર્થિક ફાયદા માટે નાળ પેટે રૂપિયા ઉઘરાવી જુગાર રમતો અને રમાડતો હોવાની બાતમી મળતા રેઈડ કરી હતી. આરોપી ધર્મરાજ અયોધ્યાપ્રસાદ જયસ્વાલ પાણીપુરીની લારી ચલાવે છે. તે આર્થિક લાભ માટે જુગાર રમાડતો હતો. પોલીસે અંગ ઝડતીમાંથી કુલ 51,330 રૂપિયા રોકડા, દાવ પરના રોકડા ૩,૮૫૦, 8 મોબાઈલ ફોન, 3 બાઈક મળીને કુલ 3.15 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
રેઈડ દરમિયાન તેની સાથે લોન એજન્ટ રાજેશભાઈ સાહેદલાલ મોર્ય (ઉ.વ.૩૯, રહે. ઘર નં.૧૦૨ દેવ દર્શન રેસીડેન્સી, પાલનપુર ગામ), ગૌરવ નરેશભાઈ લીલાવાલા (ઉ.વ.૩૫, ધંધો- પ્રા.નોકરી, રહે. ઘર નં-૨૬ ક્રિષ્ના નગર સોસાયટી, બમરોલી રોડ), અશ્વિનભાઈ ગોવિંદભાઈ દેવગણીયા (ઉ.વ.૩૮, ધંધો- પ્રા.નોકરી, રહે- ઘર નં-૧૦૩ સ્મીતા રાજ એપાર્ટમેન્ટ, કતારગામ), પ્રકાશભાઈ ઘનશ્યામભાઈ પ્રજાપતિ (ઉ.વ.૩૪, ધંધો- હીરામાં મજુરી રહેવાસી-ઘર નં-૪૦૪ સર્જન પેલેસ, કતારગામ), મનોજભાઈ ચેતરામભાઈ સોનવણે (ઉ.વ.૩૧, ધંધો-નોકરી, રહે. ઘર નં-૩૪ સાંઈવીલા સોસાયટી, ડિંડોલી), પિનલભાઈ જયેશભાઈ વાંકાવાલા (ઉ.વ.૩૫, ધંધો- નોકરી, ઘર નં-૯૦ ભગવાનપાર્ક સોસાયટી અડાજણ) અને લોન એજન્ટ ઋષિ વસંતભાઈ લાલવાલા (ઉ.વ.-૩૯, રહે- ઘર નં-એ/૦૧/૨૦૧ સાંઈ વિલા રેસી. પાલનપુર બંબાગેટની સામે ગૌરવપથ રોડ પાલ) ને જુગાર રમતા પકડી પાડ્યા હતા.
માનદરવાજા પાસે યુવક તલવાર વડે કેક કાપે તે પહેલા પોલીસ પહોંચી ગઈ
સુરત: સલાબતપુરા પોલીસે પેટ્રોલીંગમાં હતી ત્યારે માનદરવાજા પાસે પજેરો કારના બોનેટ ઉપર તલવાર વડે કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરી રહેલા યુવકને પકડી તેની સામે ગુનો નોંધ્યો હતો. સલાબતપુરા પોલીસની ટીમ ગઈકાલે રાત્રે પેટ્રોલીંગમાં હતી ત્યારે માનદરવાજા ફાયર સ્ટેશન પાસે આવેલા બલેશ્વર મહાદેવ મંદિરની સામે પજેરો કારના બોનેટ ઉપર કેક ગોઠવી કેટલાક યુવાનો ભેગા થઈને જન્મદિવસની ઉજવણી કરતા હતા. એક યુવકના હાથમાં તલવાર હતી. પોલીસે ત્યાં જઈને આ યુવકનું નામ પુછતા પોતે અનુરાગ રાજારામ મિશ્રા (ઉ.વ.26, ધંધો વેપાર, રહે.જલારામ નગર સોસાયટી પાંડેસરા) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેને પકડી તેની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.