સુરત: પાંડેસરાના (Pandesara) વડોદ ગામે મોબાઈલ ની ચિલ ઝડપ (Mobile snatching) કરવા આવેલા ત્રણ અજાણ્યા ઈસમો એ બે મિત્રો પર પથ્થર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એટલુ જ નહીં પણ ઇજાગ્રસ્ત બન્ને મિત્રો ને પોલીસે (Police) 108ની મદદથી સારવાર માટે સિવિલ (Civil hospital) મોકલતા બન્ને ની વ્યથા સાંભળી અનેક પ્રશ્નો ઉભા થાય છે. જોકે ધોળે દિવસે મોબાઈલ ની ચિલ ઝડપ કરનારા પોલીસ પકડથી દૂર હોવાનું જાણવા મળતા લોકોની સુરક્ષા સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
- બન્ને યુવકો ને પોલીસે 108ની મદદથી સારવાર માટે સિવિલ રીફર કર્યા
- મોબાઇલ નહિ આપતા હુમલો કરી દીધો હોવાની વાત જણાવી
108માં કર્મચારી એ જણાવ્યું હતું કે ઘટના લગભગ 11:30 વાગ્યા ની હતી. જોકે ઘવાયેલા બન્ને ને પોલીસ પાંડેસરા પોલીસ સ્ટેશન લઈ આવી હતી. ત્યારબાદ એમના નિવેદન લઈ 108ની મદદથી સિવિલ રીફર કર્યા હતા. મોબાઈલ ચિલ ઝડપ કરનારાઓનો સામનો કરવા જતાં બન્ને પર પથ્થર વડે હુમલો કરાયો હતો. બન્ને ને મોઢા પર ઇજા થઇ હતી.
રવિ પ્રજાપતી એ જણાવ્યું હતું કે ઇજાગ્રસ્ત અભિષેક મલખન પવાર ઉ.વ. 21 રહે આશીર્વાદ નગર અને બીજો અંકિત રમેશ મોર્યા ઉ.વ. 17 રહે અંબિકા નગર પાંડેસરા ઘર નજીક બેઠા હતા. ત્યારે અચાનક ત્રણ અજાણ્યા ઈસમો એ અભિષેક ના હાથમાંથી મોબાઈલ છીનવાની કોશિશ કરી હતી. જેને લઈ બન્ને વચ્ચે વિવાદ થતા અંકિત વચ્ચે પડ્યો હતો. જેથી હુમલાખોરો એ બન્ને ઉપર પથ્થર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી ભાગી ગયા હતા.
વધુમાં જણાવ્યું હતું કે બન્ને છૂટક કામ કરે છે. ઘટનાની જાણ બાદ પોલીસ દોડી આખી હતી. બન્ને ને પોલીસ સ્ટેશન લઈ જવાયા બાદ નિવેદન લઈ સારવાર માટે 108ની મદદથી સિવિલ રીફર કરી દીધા હતા. બન્ને મિત્રો યુપીના છે અને પરિવાર સાથે રહે છે. પાંડેસરા પોલીસે આગળ ની તપાસ હાથ ધરી છે.