Surat Main

સુરતના આ ઔદ્યોગિક વિસ્તારમાં સ્વચ્છ હવા આપતા 36 ઘટાદાર વૃક્ષ છે, વધુ 1200 છોડ રોપવાનું પ્લાનિંગ..

સુરત: (Surat) વધતા જતાં હવાના પ્રદૂષણના(Air Pollution) લીધે લોકો ફ્રેશ એર માટે તડપી રહ્યાં છે. દિલ્હીની હાલતથી બધા જ વાકેફ છે. ગુજરાતમાં પણ સુરત, વાપી અને અંકલેશ્વરના ઈન્ડસ્ટ્રીયલ ઝોનને સૌથી પ્રદૂષિત સ્થળ માનવામાં આવે છે ત્યારે સુરતના એક ઔદ્યોગિક વિસ્તારમાં સ્વચ્છ હવા માટે ઉદ્યોગકારોએ પહેલ કરી છે. અહીંના એક વિસ્તારમાં 1200 છોડનું રોપણ કરવાની યોજના હાથ ધરવામાં આવી છે. આ અભિયાન હેઠળ શુક્રવારે જર્મન એમ્બેસેડર ટુ ઇન્ડિયાએ પાંડેસરા સીઇટીપીની મુલાકાત લઇ GIZના નેશનલ ક્લીન એર પ્રોગ્રામ હેઠળ વૃક્ષારોપણ કર્યું હતું.

  • GIZના નેશનલ ક્લીન એર પ્રોગ્રામ હેઠળ કાર્યક્રમ કરશે
  • જર્મન એમ્બેસેડર વોલ્ટર જે. લીન્ડનરે પાંડેસરા સીઇટીપીમાં વૃક્ષારોપણ કરી કાર્યક્રમને આગળ ધપાવ્યો

પાંડેસરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના (Pandesara Indsutrial Association) પ્રમુખ કમલવિજય તુલસ્યાને જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાના(SMC) ગાર્ડન (Garden) વિભાગના સહયોગથી નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (National Clean air) હેઠળ પાંડેસરા જીઆઇડીસીમાં (Pandesara GIDC) 12,000 ફ્રેશ એર (Fresh Air) ઉત્પન્ન કરતાં છોડ (Trees) વાવવામાં આવશે. જેનો પ્રારંભ શુક્રવારે જર્મનીના એમ્બેસેડર દ્વારા પ્લાન્ટેશન (Plantation) ડ્રાઇવના લોન્ચિંગ સાથે કરવામાં આવ્યો છે. જો કે, પાંડેસરા સીઇટીપી (CETP) રાજ્યનું પ્રથમ એકમ છે, જ્યાં 36 પ્રકારના ફ્રેશ એર આપતા છોડ હવે ઘટાદાર વૃક્ષ બની ગયાં છે. જ્યાં 90 ટકા ગ્રીનરીનો વિસ્તાર છે. હવે પાંડેસરા જીઆઇડીસીમાં ગ્રીન કવર વધારવામાં આવશે.

અહીં વોલ્ટર કે. લીન્ડનર સાથે સ્ટીફન કોચ, મિનિસ્ટર એન્ડ હેડ ઓફ ઇકોનોમિક એન્ડ ગ્લોબલ અફેયર્સ ઓફ જર્મની એમ્બેસી, મારિયા ઇનિંગ, એક્ટિંગ કોન્સલ જનરલ, જર્મન કન્સલ્ટ અસુમી શ્રોફ, સિનિયર એડ્વાઇઝર પોલિટિકલ એન્ડ ઇકોનોમિક અફેયર્સ સાથે આવ્યા હતા. તેમણે સુરત ખાતે ચાલી રહેલા મેટ્રો રેલ પ્રોજેક્ટ તેમજ GIZ ઇન્ડો જર્મન સંસ્થાના લોકલ ઓફિસર સાથે સંપર્કમાં રહી સુરત ખાતે માસ પ્લાન્ટેશન (વૃક્ષારોપણ)ના કાર્યક્રમને વેગ આપવા પાંડેસરા સી.ઇ.ટી.પી.ની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે પાલિકાના ગાર્ડન વિભાનાના વડા ડો.એસ.જે.ગૌતમ, જી.પી.સી.બી.ના અધિકારીઓ, સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જિતેન્દ્રકુમાર વખારિયા, જે.પી.અગ્રવાલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top