National

દર્દીઓને ઓક્સિજન પુરું પાડવાની લડાઈમાં સુરત આ રીતે સહભાગી થઈ રહ્યું છે

સુરત: (Surat) ગુજરાતમાં કોરોનાના દર્દીઓને આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા ( એએમએનએસ ) આઈનોક્સ એર સાથે મળીને ૨૦૦ મેટ્રિક ટન ઓક્સિજન (Oxygen) પૂરૂં પાડી રહ્યું છે . દેશભરમાં કોરોનાના કેસો ખુબ તીવ્ર ગતિએ આગળ વઘી રહ્યા છે અને કેટલીક જગ્યાઓથી ઓક્સિજનની ભારે અછત સર્જાઇ છે. કોરોનાના ગંભીર દર્દીઓની સારવારમાં અતિ કારગત એવા લિક્વિડ ઓક્સિજનની સપ્લાય ચેઈન નહીં તૂટે માટે એએમએનએસએ આઈનોક્સ એર સાથે ભાગીદારી કરીને ૨00 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન સપ્લાયની જવાબદારી ઉઠાવી છે.

આ અંગે કંપનીના સીઈઓ દિલિપ મેનને જણાવ્યું હતું કે, દેશને સહયોગ કરવાના અમારા નિરંતર પ્રયાસો સાથે એએમએનએસ ઈન્ડિયા હજીરામાં આઈનોક્સ એર સાથેની ભાગીદારીમાં ગુજરાતમાં મેડિકલ ફેસિલિટીઝને દરરોજ ૨૦૦ મેટ્રિક ટન લિક્વિડ ઓન્સિજનનો સપ્લાય કરી રહ્યું છે. કોરોનાના કારણે સર્જાયેલા પડકારને જોતાં નાગરિકોનું આરોગ્ય અને સુખાકારી અમારા માટે પ્રાથમિકતા છે. લોકોના જીવનને અમે પ્રાધાન્ય આપીએ છીએ. ત્યારબાદ બીજી બધી વસ્તુઓ આવે છે.

કૃભકો હજીરા-સુરત અને શાહજહાંપુર, યુપીમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરશે

દેશભરમાં કોરોનાના કેસો તીવ્ર ગતિએ વધી રહ્યા છે. કોરોનાની બીજી લહેર ખૂબ જ ઘાતક હોવાથી મૃતાંક પણ વઘ્યો છે. જે રીતે દેશભરમાં કોરોનાના કેસો આગળ વઘી રહ્યા છે તેને પગલે ચિંતા વઘી રહી છે. ઓક્સિજનની શોર્ટેજ સર્જાઇ છે. આવા સમયે કોરોનાના અસરગ્રસ્ત લોકોને મદદ માટે હોસ્પિટલોમાં મેડિકલ ગ્રેડ ઓક્સિજનની તિવ્ર અછતને ધ્યાનમાં લેતા, કૃભકોએ તેના હજીરા યુનિટમાં ઓક્સિજન ઉત્પાદન સુવિધા શરૂ કરશે. આ મેડિકલ ગ્રેડ ઓક્સિજન પ્લાન્ટની દૈનિક ઉત્પાદન ક્ષમતા 100 ડી-પ્રકારનું ઓક્સિજન સિલિન્ડર છે. કૃભકોના સૂત્રોના જણાવ્યા અનુસાર પ્લાન્ટ એક પખવાડિયામાં પ્લાન્ટ કાર્યરત થવાની સંભાવના છે. ઓક્સિજન સિલિન્ડર સરકારી હોસ્પિટલો અને અન્ય જરૂરીયાતમંદ હોસ્પિટલોમાં નિ:શુલ્ક આપવામાં આવશે.

ઉત્તર પ્રદેશના શાહજહાનપુર ખાતે કૃભકો ફર્ટિલાઇઝર્સ લિમિટેડ (કેએફએલ) દ્વારા કૃભકોની 100% પેટાકંપની પણ આવા પ્લાન્ટની સ્થાપના કરી રહી છે, જે આગામી 21 દિવસની અંદર વિવિધ હોસ્પિટલોમાં વિનામુલ્યે ઓક્સિજન આપવામાં આવશે.સુરતના હજીરા ખાતે ખાતરનું ઉત્પાદન કરતી કૃષક ભારતી કો.ઓપરેટિવ લિમિટેડના અધ્યક્ષ અને માજી. સંસદ ડો. ચંદ્રપાલ સિહ દ્વારા દ્વારા કોરોનાના રોગચાળા સમયે દેશની મદદ કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી રાહત ભંડોળમાં એક કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. એક કરોડ રૂપિયાનો ચેક ગુજરાતના મુખ્યમંત્રી વિજયરૂપાણીને આપ્યો હતો. તે દરમિયાન માજી સંસદ સભ્ય દિલિપ સંઘાણી અને કૃભકોના ડિરેક્ટર પરેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top