SURAT

વરાછા ઓવર બ્રિજ પર ST બસના ડ્રાઇવરે બેદરકારીથી બસ ચલાવી રત્નકલાકારને અડફેટે લેતા મોત

સુરત: (Surat) વરાછા મેન રોડ પર આવેલા ફ્લાઈ ઓવર બ્રિજ (Bridge) પર ગતરોજ મોડી સાંજે પુરઝડપે જતા બસના ડ્રાઈવરે (Bus Driver) બેદરકારીથી બસ ચલાવીને આગળ જતા મોપેડ સવારે યુવકને અડફેટે લેતા ગંભીર ઇજાના કારણે યુવકનું મોત નિપજ્યું હતું.

  • વરાછા ઓવર બ્રિજ પર એસટી બસના ડ્રાઇવરે બેદરકારીથી બસ ચલાવીને મોપેડ સવારને અડફેટે લેતા મોત
  • સ્થળ પર હાજર લોકોએ સરકારી બસના ચાલક પ્રવીણ ડામોરને પકડી પાડયો

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મોટા વરાછા ભક્તિ નંદન સોસાયટીમાં રહેતા વિશાલ રાજાભાઈ ગેલાણી( 26 વર્ષ) ગતરોડ સાંજે વરાછા ઓવરબ્રિજ ઉપરથી પોતાની મોપેડ પર પસરા થઈ રહ્યા હતા. તે સમયે તેમની પાછળથી આવતી પુરપાટ ઝડપે આવી રહેલા બસના ચાલક પ્રવીણ લક્ષ્મણ ડામોર (રહે મેઘરજ અરવલ્લી)એ ક્લીનર સાઇડથી વિશાલ ગેલાણીની મોપેડને ટક્કર મારી હતી જેમાં વિશાલભાઈ જમીન ઉપર પટકાયા હતા અને ગંભીર ઇજા થઈ હતી. તેથી તેમનું મોત નિપજ્યું હતું.

સ્થળ પર હાજર લોકોએ સરકારી બસના ચાલક પ્રવીણ ડામોરને પકડી પાડયો હતો. વિશાલ ગેલાણી મહિધરપુરા ખાતે હીરાના કારખાનામા નોકરી કરતો હતો અને નોકરી પુર્ણ કરીને તેઓ પરત ઘરે જઈ રહ્યા હતા.બનાવ અંગે વરાછા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાલનપુર કેનાલ રોડની ઓમકાર રેસીડેન્સી બિલ્ડિગની લિફ્ટ પાંચમે મળે ખોટકાતા માતા-પુત્રી ફસાયા
સુરત: પાલનપુર કેનાલ રોડ વિસ્તારમાં આવેલી ઓમકાર રેસીડેન્સીમાં એક લિફ્ટમાં ખામી સર્જાતા તે અધ્વચ્ચે જ અટકી ગઈ હતી. આ લિફ્ટનો ઉપયોગ કરી રહેલી માતા પુત્રી તેમાં ફસાઈ જતા તેમના જીવ તાળવે ચોંટ્યા હતા. લિફ્ટમાં ફસાઈ જતા તેમણે બુમાબુમ કરી મુકતા બિલ્ડીંગના સભ્યો એકત્ર થઇ ગયા હતા. અને ઘટનાની ફાયર કંટ્રોલ રૂમને કરતા પાલનપૂર ફાયર સ્ટેશનનો કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને લાશ્કરોએ તુરન્ત રેસ્ક્યુ કરી માતા પુત્રીને લિફ્ટની અંદરથી બહાર કાઢી લીધા હતા.

ફાયર સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ પાલનપુર કેનાલ રોડ વિસ્તારમાં આવેલી હાઈરાઈઝ ઇમારત ઓમકાર રેસીડેન્સીના પાંચમા માળ ઉપર સોમવારે સાંજે એક લિફ્ટ અચાનક ખોટકાઈ જવા પામી હતી. લિફ્ટનો ઉપાયોગ કરી રહેલા તૃપ્તિ અમીતભાઈ ઘેરિયા અને તેમની દીકરી દીપ્તિ અમિતભાઇ ઘેરિયા તેમાં ફસાઈ ગયા હતા. સાંજે 6:33ના અરસામાં આ ઘટના બની હતી. લિફ્ટમાં ફસાઈ ગયેલી માતા પુત્રીનો શ્વાસ રૂંધવા લાગ્યો હતો. પ્રથમ તેમણે લિફ્ટનો દરવાજો જાતે ખોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ દરવાજો ખુલ્યો ન હતો તેથી તેમણે બુમાબુમ કરતા બિલ્ડિગમાં રહેતા અન્ય પરિવારો પણ એકત્ર થઇ ગયા હતા અને તેમને ફાયર કંટ્રોલ રૂમને તુરંત જાણ કરતા પાલનપુર ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ કોમ્બિંગ ટુલ્સનો ઉપયોગ કરીને લિફટનો દરવાજો ખોલી માતા પુત્રીનું રેસ્ક્યુ કરીને તેમેને બહાર કાઢી લીધા હતા. સહીસલામત રેસ્ક્યુ કરાતા બિલ્ડીંગના રહીશોના પણ જીવમાં જીવ આવ્યો હતો.

Most Popular

To Top