SURAT

ઇન્સ્ટન્ટ લોનની જાહેરાત પર ક્લીક કરી સુરતનો વેપારી ભેરવાયો

સુરત: (Surat) ડિંડોલી રોડ પર દેલાડવા ગામમાં રહેતા વેપારી ઓનલાઈન લોન (Online Loan) લેવાના ચક્કરમાં સાયબર ક્રિમિનલનો શિકાર થયા હતા. તેના ન્યૂડ ફોટા (Nude Photo) વાયરલ કરવાની ધમકીઓ (Threat) આપી બ્લેકમેલ કરી તેની પાસેથી ૨૮ હજારથી વધુ રૂપિયા પડાવી લેતા ડિંડોલીમાં ફરિયાદ નોંધાવી હતી.

  • વધારે પૈસા નહી આપતા વેપારી અને તેની પત્નીના ન્યુડ ફોટા તેની માતાને વોટ્સએપ કરવાની ધમકી
  • ફેસબુક ઉપર ઇન્સ્ટન્ટ લોનની જાહેરાત પર ક્લીક કરનાર વેપારી ભેરવાયો
  • ન્યુડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી વેપારી પાસે 28 હજારથી વધુ પડાવ્યા

ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલી દેલાડવા ગામ ખાતે રહેતા ૩૫ વર્ષીય નિરવ લુમ્સ ખાતામાં મશીનરી અને પાર્ટ્સ લે વેચનો વેપાર કરે છે. ગત 7 માર્ચે મોબાઈલમાં ફેસબુક જોતા હતા તે વખતે ફેસબુકમાં ઈન્સટન્ટ લોનની જાહેરાત જોઈ હતી. તેના ઉપર ક્લીક કરતા એક ફોર્મ ઓપન થયું હતું. તેમાં તેઓએ નામ, અટક, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈ- મેઈલ એડ્રેસ સહિતની માહિતી અપલોડ કરી હતી. ત્યારબાદ તેમના મોબાઈલમાં ફસ્ટ લોન નામની એપ્લિકેશન ડાઉનલોડ થઈ હતી. જે એપ્લિકેશન ખોલી તેમાં માંગેલી માહિતી મુજબ તેઓએ આધારકાર્ડ, પાનકાર્ડ અને તેમનો સેલ્ફી ફોટો અપલોડ કર્યો હતો.

આ માહિતી ભરતા તેમને ૫૦ હજારની લોન ક્રેડિટ લિમીટ ખુલી હતી. એપ્લિકેશનમાં તેમના બેન્કના ખાતા નંબર અને આઈએફસી કોડ નંબર જનરેટ કરતા ૩ હજારની લોન મંજુર થઈ હતી. જેમાં ૧૮૦૦ તેના ખાતામાં જમા થયા હતા. જ્યારે ૧૨૦૦ પ્રોસેસીંગ ફી પેટે કાપી લીધા હતા. ત્યારબાદ ટોળકીનો ખેલ શરૂ થયો હતો. નિરવકુમારને અલગ અલગ દેશના મોબાઈલ નંબર પરથી કોલ કરી લોન ક્લોઝ કરવાનું કહી અને લોનના પૈસા નહીં ભરો તો તમારા અને પત્નીના ન્યુડ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતા હતા.

આ સાંભળીને વેપારી ચોકી ઉઠ્યા હતા. બ્લેક મેઈલ કરી નિરવકુમાર પાસેથી ૨૮ હજારથી વધારે પડાવ્યા હતા. ત્યારબાદ પણ પૈસાની માંગણી કરીને ધમકી આપતા નિરવકુમારે પૈસા આપ્યા નહોતા. જેથી 29 એપ્રિલે ટોળકીએ નિરવકુમારની માતાના મોબાઈલના વોટ્સએપ ઉપ૨ તેમના ન્યુડ ફોટા વાયરલ કરી ધમકી આપી હતી. જેથી અંતે ડિંડોલી પોલીસની શરણ લઈને આ ટોળકી સામે ગુનો નોંધાવ્યો હતો.

Most Popular

To Top