Sports

સુરતના ઓલપાડના હમઝા શેખની ઇંગ્લેન્ડની ટીમમાં સબસ્ટીટ્યૂટ ખેલાડી તરીકે વરણી

સુરત: (Surat) સુરતના ઓલપાડ (Olpad) તાલુકાના હમઝા ઇલયાસ શેખની ઇંગ્લેન્ડની ટીમ (England Team) માં સબસ્ટીટ્યૂટ ખેલાડી તરીકે વરણી થઈ છે. મૂળ ઓલપાડનો નિવાસી હમઝા હાલ ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં રહે છે. હમઝા ઇલયાસ શેખનું પરફોર્મન્સ જોતા તેની ઇંગ્લેન્ડની ટેસ્ટ, વનડે ટીમમાં પણ પસંદગી થઈ શકે છે.

સુરતના ઓલપાડ તાલુકાના મૂળ નિવાસી તથા હાલ ઇંગ્લેન્ડમાં રહેતા હમઝા ઇલયાસ શેખની ઇંગ્લેન્ડની ટીમમાં સબસ્ટીટ્યૂટ ખેલાડી તરીકે વરણી થઈ છે. ઇંગ્લેન્ડની કાઉન્ટી ટીમ વોર્વિકશાયર વતી સ્ટેફોર્ડશાયરની ટીમ સામે હમઝા શેખે 127 બોલમાં 19 ચોગ્ગા 7 છગ્ગાની મદદથી 158 રન ફટકાર્યા હતા. ફિલ્ડિંગ પરફોર્મન્સ ના આધારે હમઝાની સબસીટયૂડ ફિલ્ડર તરીકે પસંદગી થઈ છે. મૂળ ઓલપાડનો નિવાસી હમઝા હાલ ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં રહે છે. હમઝા ઇલયાસ શેખનું પરફોર્મન્સ જોતા તેની ઇંગ્લેન્ડની ટેસ્ટ, વનડે ટીમમાં પણ પસંદગી થઈ શકે છે. જણાવી દઈએ કે એની ઇંગ્લેન્ડની 40 આશાસ્પદ ખેલાડીઓમાં પસંદગી થઈ છે.

યુવરાજ બાદ બુમરાહે સ્ટુઅર્ટ બ્રોડના ઓવરમાં કર્યો રનોનો વરસાદ, બનાવ્યો નવો રેકોર્ડ
એજબેસ્ટન: ઈંગ્લેન્ડના (England) એબજેસ્ટનમાં ચાલી રહેલી ટેસ્ટ (edgebaston Test) મેચમાં વિકેટ કિપર બેટ્સમેન ઋષભ પંતના (Rishabh Pant) 146 અને સર રવિન્દ્ર જાડેજાના (RavindraJ adeja) 104ની મદદથી પહેલી ઈનિંગમાં ભારતીય ટીમે 416 રન બનાવ્યા છે. ટેસ્ટની પહેલી ઈનિંગનો પહેલો દિવસ ઋષભ પંતના નામે રહ્યો તો બીજા દિવસે રવિન્દ્ર જાડેજાએ રંગ રાખ્યો હતો. જાડેજાએ તેના ટેસ્ટ કેરિયરની ત્રીજી સદી ફટકારી હતી. જાડેજાએ 104 રન બનાવ્યા હતા. જાડેજાના આઉટ થયા બાદ ભારતીય કેપ્ટન બુમરાહે ઝડપી રમત દાખવી હતી. ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બોર્ડની એક જ ઓવરમાં ભારતીય બેટ્સમેનોએ 35 રન ફટકાર્યા હતા, જેમાંથી 29 રન બુમરાહે માર્યા હતા. આ સાથે જ ટેસ્ટ ક્રેકિટના ઈતિહાસમાં એક જ ઓવરમાં સૌથી વધુ રન આપનાર બોલર બની ગયો હતો. સ્ટુઅર્ટ બોર્ડ એ જ બોલર છે જેને ભારતીય બેટ્સમેન યુવરાજ સિંહે ટી-20માં 6 બોલમાં 6 સિક્સ ફટકાર્યા હતા.

એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ
ઓવરમાં મળેલા એક્સ્ટ્રા રનને જોડીએ નહીં તો પણ બુમરાહે 29 રન બનાવ્યા હતાં જે એક ટેસ્ટ મેચમાં એક ઓવરમાં કોઈ પણ બેટ્સમેને બનાવેલા સૌથી વધુ રન છે. બુમરાહે બ્રયાન લારાના 28 રનના રેકોર્ડને તોડયો હતો. આ પહેલાં જ્યોર્જ બેલી (ઓસ્ટ્રેલિયા) અને કેશવ મહારાજે (દક્ષિણ આફ્રિકા) પણ એક ઓવરમાં 28 રન બનાવ્યા હતાં.

Most Popular

To Top