સુરત: (Surat) ભારત સરકારના (Indian Government) ગૃહમંત્રાલય દ્વારા સંવેદનશીલ વિસ્તારોના જોખમોને ધ્યાનમાં રાખીને તેવા જોખમોને નિયંત્રણમાં કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેંટિગ પ્રોસિજર(એસઓપી) જાહેર કરવામાં આવી છે. જેથી એસઓપીના કલોઝ નંબર ૧૬(Ae) મુજબ, રાજય સરકારના વહીવટીતંત્ર દ્વારા મહત્વપૂર્ણ ઈન્સ્ટોલેશન અને સંવેદનશીલ વિસ્તારોને ‘નો ડ્રોન ઝોન’ (No Drone Zone) તરીકે જાહેર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત કાકરાપાર ખાતે આવેલ ન્યુકિલયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડએ આ વિસ્તારને ‘નો ડ્રોન ઝોન’ તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
- કાકરાપાર ન્યુક્લિયર પાવર મથક વિસ્તારને ‘નો ડ્રોન ઝોન’ વિસ્તાર જાહેર કરાયો
- કોઈને વાંધા સૂચનો હોય તો દિન-૩૦માં લેખિત રજુ કરવા માટે પણ સૂચના આપવામાં આવી
કાકરાપાર ન્યુકિલયર પાવર ગુજરાતનું એક મહત્વપુર્ણ પરમાણું સ્ટેશન છે. જેને આંતકવાદીઓ અને ભારત માટે દુશ્મનાવટ ધરાવતા તત્વો દ્વારા જોખમી ધારણાઓ ધરાવે છે. જાહેર સલામતી અને સુરક્ષાને લક્ષમાં રાખી સુરત જિલ્લા મેજીસ્ટ્રેટ વાય. બી. ઝાલાએ એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે અનુસાર, ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ, કાકરાપાર ગુજરાત સાઈટ દેશનું એક મહત્વપૂર્ણ પરમાણું સ્ટેશન છે, જેને આંતકવાદીઓ અને ભારત માટે દુશ્મનાવટ ધરાવતા તત્વો દ્વારા જોખમી ધારણાઓ ધરાવે છે.
સુરત જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ વાય.બી.ઝાલાએ એક જાહેરનામા દ્વારા જિલ્લા મેજીસ્ટ્રેટની સુરતની હકુમત હેઠળના કાકરાપાર ગુજરાત સાઈટવિસ્તારને ‘NO DRONE ZONE’ તરીકે જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. આ જાહેરનામા સંદર્ભે કોઈને વાંધા કે સૂચનો હોય તો દિન-૩૦માં લેખિતમાં વાંધાઓ રજુ કરવાના રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.