SURAT

સુરત સિવિલમાં ECGમાં હૃદયરોગનો હુમલો આવ્યો છતાં શ્રમજીવીને દુખાવાની દવા આપી ઘરે મોકલી દેવાતા મોત

સુરત: સુરત (Surat) સિવિલ હોસ્પિટલમાં (New Civil Hsopital) ફરી એકવાર મેડિસિન વિભાગની બેદરકારીને કારણે હૃદય રોગના દર્દીનું સારવારના અભાવે મોત (Death) નીપજ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એટલું જ નહીં પણ અન્ય એક દર્દીને મેડિસિન વિભાગના રેસિડેન્ટ તબીબોએ બીજા વિભાગનું દર્દી હોવાનું કહી કલાકો સુધી સારવાર વગર રઝડતું છોડી દીધા બાદ 22 મીએ બપોરે મેલેરિયાગ્રસ્ત સગર્ભા માતાને પણ લગભગ દોઢ થી બે કલાક સારવાર માટે રઝળતી રાખી હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. એક નહિ પણ ત્રણ ત્રણ કેસોમાં મેડિસિન વિભાગની ગંભીર બેદરકારી ને લઈ ઉછાધિકારીઓને ફરિયાદ કરાઈ હોવાછતાં કોઈ પગલાં નહિ ભરાયા હોવાનું સામે આવ્યું છે.

સુભાષકુમાર મહનતો (પીડિત દીકરો) એ જણાવ્યું હતું જે પિતા કાપડ માર્કેટમાં મજૂરી કામ કરી ચાર સંતાન સહિત 6 જણા નું ગુજરાન ચલાવતા હતા. મૂળ બિહારના વતની હરેરામભાઈ (ઉ.વ. 40)પાંડેસરા રાધા કૃષ્ણા નગરમાં રહેતા હતા. 18 મી મધરાત્રે લગભગ 1:30 વાગે છાતીમાં દુખાવો ઉપડતા સિવિલ લઈ આવ્યા હતા. જ્યાં ECG રિપોર્ટમાં હૃદયરોગના લક્ષણો દેખાતા હોવાછતાં દુખાવાની દવા આપી ઘરે મોકલી દેવાયા હતા. ત્યારબાદ કેટલાક કલાકોમાં એટલે કે વહેલી સવારે ફરી દુખાવો ઉપડતા સિવિલ લઈ આવ્યા હતા. તેમછતાં કોઈ યોગ્ય માર્ગદર્શન કે સારવાર આપવામાં આવી ન હતી. અને સારું થઈ જાહે ઘરે લઈ જાઉં કહી કાઢી મુકાયા હતા. બસ ત્યારબાદ સવારે 8 વાગ્યા ની આજુબાજુ પપ્પા બેભાન હાલતમાં પડેલા જોઈ સિવિલ લઈ આવતા 8:30 મૃત જાહેર કરી પોસ્ટ મોર્ટમમાં મૂકી દેવાયા હતા. આમાં જવાબદાર કોણ એજ એક પ્રશ્ન છે હાલ અમો પિતાની અંતિમ ક્રિયા માટે વતન જઇ રહ્યા છે. આવીશું પછી ચોક્કસ જવાબ માગીશું.

બીજા કિસ્સામાં 19 મી રાત્રે શ્વાસની તકલીફ વાળા એક દર્દીને ટ્રોમાં સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા. ફરજ પર હાજર મેડિકલ ઓફિસરે દર્દીને તાત્કાલિક મેડિસિન વિભાગ અને TB વિભાગમાં રીફર કર્યું હતું. ત્યારે પણ દર્દીને ખો આપવાની નીતિ ને લઈ મેડિસિન અને TB વિભાગના ડોક્ટરો વચ્ચે શબ્દિક યુદ્ધ છેડાય ગયું હતું. 30 મિનિટ સુધી દર્દી રઝડતું રહ્યું અને આખરે મેડિકલ ઓફિસરે મધ્યસ્થી કરતા ઉચ્ચ અધિકારીઓ ની મદદથી દર્દીને મેડિસિન વિભાગમાં દાખલ કરવામાં આવ્યું હતું.

ત્રીજા કિસ્સામાં આજે બપોરે નંદનીબેન સમીરભાઈ સોનવણે નામની સગર્ભા માતા ને મેલેરિયાની સારવાર માટે સિવિલ લવાય હતી. બપોરે લગભગ 1:50 મિનિટી આવેલી સગર્ભા માતા 2 કલાક સારવાર વગર રઝળતી પડી રહી હતી.ત્યારબાદ નંદની ને દાખલ કરવામાં આવી હતી.નંદનીએ રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું હતું કે ઉધના હરિ નગર એકમાં રહે છે. રવિવારે જ પ્રસુતિ થઈ હતી. પહેલુ જ બાળક અવતર્યું હતું. ત્યારબાદ અચાનક શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતા આજે બપોરે સિવિલ લઈ આવ્યા હતા. જોકે ડૉક્ટરોનો આંતરિક ઝગડાની લઈ 2 કલાક સુધી ટ્રોમાં સેન્ટરમાં જ રઝળતા રહેવું પડ્યું હતું. તેઓ મૂળ મહારાષ્ટ્ના વતની છે. સિવિલમાં ગરીબ શ્રમજીવી દર્દીઓની હાલત જોઈ દયા આવે છે. આ બાબતે ચોક્કસ સરકારે નોંધ લેવી જોઈએ,

Most Popular

To Top