SURAT

નવી સિવિલમાં બાળકનો સર્જરી કરી જોડાયેલો હાથ ઇન્ફેક્શન થતાં ફરી છૂટો કરાયો

સુરત: (Surat) ડીંડોલી વિસ્તારમાં રોડ અકસ્માતના એક બનાવમાં ચાર વર્ષ બાળકને (Child) ટ્રકે ટક્કર મારતા ખભાથી નીચેના ભાગથી હાથ છૂટો પડી ગયો હતો. નવી સિવિલમાં 4 વિભાગના 15 જેટલા ડોક્ટરોએ એક સાથે મળીને 5 કલાકની લાંબી સર્જરી (Surgery) કરી બાળકના હાથને જોડ્યો હતો. જોકે હાથમાં ઇન્ફેક્શન ફેલાઈ જતા હાથ ફરી છૂટ્ટો કરવાની ફરજ પડી હતી. જેથી 5 કલાકની લાંબી સર્જરી નિષ્ફળ નીવડી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરના ડીંડોલી ખાતે શ્રીહરિ સોસાયટીમાં રહેતો 4 વર્ષીય ગૌરવ પ્રસાદ બુધવારે સવારે ડિંડોલીમાં સી.આર.પાટીલ બ્રિજ આગળ બાલાજી મંદિરના રસ્તા પર ટ્રક ચાલકે ગૌરવને અડફેટમાં લીધો હતો. જેમાં તેનો એક હાથ ખભાના ભાગેથી છૂટો પડી ગયો હતો. કોણીનો ભાગ પણ તૂટી ગયો હતો. બાળકને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્લાસ્ટિક સર્જરી, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક અને એનેસ્થેસિયા જેવા 4 વિભાગના 15 જેટલા તબીબો, રેસિડેન્ટ તબીબ અને નર્સિંગ સ્ટાફની મદદથી 5 કલાકની લાંબી સર્જરી કરી બાળકના હાથને જોડ્યો હતો. બાળકનો હાથ ખભાથી થોડા નીચેના ભાગથી છૂટો પડી જતા ત્યાં પ્લેટ મૂકવામાં આવી અને કોણીના ભાગને વાયરની મદદથી જોડવામાં આવ્યો હતો. જોકે હાથમાં ઇન્ફેક્શન ફેલાય જતા હાથ ફરી છૂટ્ટો કરવાની ફરજ પડી હતી. જેથી 4 વિભાગના 15 જેટલા તબીબો, રેસિડેન્ટ તબીબ અને નર્સિંગ સ્ટાફની મદદથી 5 કલાકની લાંબી સર્જરી નિષ્ફળ નીવડી હતી.

ઇન્ફેક્શન માટેના ઘણા કારણો છે- ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ
સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. ધરિત્રી પરમારે જણાવ્યું કે, ઈન્ફેક્શન થવાના ઘણા કારણો હોઈ શકે છે. જ્યારે બાળકને તેના કપાયેલા હાથ સાથે લાવવામાં આવે છે, ઓપરેશન દરમિયાન, ઓપરેશન પછી, જ્યારે સામાન્ય વોર્ડમાં દાખલ કરવામાં આવે છે, જ્યાં બાળકને ચેપ લાગ્યો હોઈ શકે છે તેવા ઘણા કારણો છે. આ સિવિલ જનરલ હોસ્પિટલ છે અને અહીં દર્દીઓને અલગ કરી શકાય નહીં. આ કિસ્સામાં, ચેપનો સંપર્ક ગમે ત્યાંથી થઈ શકે છે.

Most Popular

To Top