સુરત: (Surat) દિનપ્રતિદિન સાઈબર ક્રાઈમનો (Cyber Crime) રેટ વધી રહ્યો છે. લોકો અન્યોને બદનામ કરવા માટે સોશિયલ મીડિયાનો (Social Media) દુરૂપયોગ કરવા લાગ્યા છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક (Hack) કરી બીજાના નામે ત્રીજી વ્યક્તિને હેરાન પરેશાન અને બદનામ કરવાનું દૂષણ ચિંતાજનક હદે વધ્યું છે ત્યારે સુરતમાં પણ આવી જ એક ઘટના બની ગઈ છે. સુરતના સચિન નજીક આવેલા કનસાડ ગામમાં રહેતા યુવકના ફેસબુક (Facebook) એકાઉન્ટને હેક કરીને તેની દૂરની ત્રણ કાકીઓને બિભત્સ મેસેજ (Message) કરી શરીર સુખની માંગણી કરવામાં આવી હતી. યુવકના પિતાએ સચીન જીઆઈડીસી પોલીસમાં (Police) ફરિયાદ (Complaint) નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
- સચિન કનસાડના યુવાનનું ફેસબુક એકાઉન્ટ હેક કરી તેની કાકી પાસે શરીર સુખની માંગણી કરાઇ
- કોઇ અજાણ્યાએ ફેસબુક એકાઉન્ટ હેક કરી બિભત્સ મેસેજ મોકલ્યા
- 50 વર્ષીય આધેડે સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
કનસાડ ગામમાં રહેતા 50 વર્ષીય આધેડે સચીન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. તેમનો પુત્ર ફેસબુક ઉપર એકાઉન્ટ ધરાવે છે. દોઢ વર્ષ પહેલા તેણે તેનું જૂનું એકાઉન્ટ બંધ કરી નવું એકાઉન્ટ બનાવ્યું હતું. ગત 1 માર્ચે કોઇ અજાણ્યાએ તેમના પુત્રનું જૂનું ફેસબુક એકાઉન્ટ હેક કરી લીધું હતું. અને પાટણ ખાતે રહેતી તેની કાકીના ફેસબુક એકાઉન્ટ પર મેસેન્જરમાં શરીર સુખની માંગણી કરી અભદ્ર મેસેજ કર્યા હતા. તથા તેમના ફોટોને એડિટ કરીને બિભત્સ ફોટો મોકલ્યા હતા. 15 દિવસ પછી પાટણમાં જ રહેતી બીજી કાકીને પણ ફેસબુક પર મેસેન્જર પર અભદ્ર મેસેજ કરી તેમના એડિટ કરેલા બિભત્સ ફોટો મોકલ્યા હતા. અને ડિંડોલીમાં રહેતી એક કાકીને પણ આ રીતનો મેસેજ મોકલ્યો હતો. જેથી સચીન જીઆઈડીસી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.