સુરતના ધારાસભ્યો અને સંસદસભ્યો સરકારના મંત્રીમંડળમાં સ્થાન પામ્યા છે પરંતુ શહેરના હિતના કોઇ નોંધપાત્ર કામો કરી શક્યા નથી. શહેરના લોકોને વર્ષો થયે સરકારના અત્યંત અન્યાયપૂર્વક વર્તનથી હેરાન થાય છે. શહેરનાં ત્રણ મૂળભૂત સ્થળો જેવાં કે સેન્ટ્રલ બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન તથા એરપોર્ટ દયનીય હાલતમાં છે. 80 લાખથી વધુની વસ્તીના શહેરના એક પણ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડિયમ નથી તથા એક પણ ઉચ્ચ કક્ષાનું પર્યટન સ્થળ વિકસાવવામાં આવ્યું નથી. આટલી મોટી વસ્તી હોવા છતાં સરકારી મહાવિદ્યાલયોની સંખ્યા ખૂબ જ ઓછી છે.
અડધા રન વેના એરપોર્ટને કારણે શહેરના ઉદ્યોગધંધા અને પર્યટનનો વિકાસ રૂંધાય છે. સુરત કરતાં દશમા ભાગના રાજકોટ, વડોદરા તથા ભાવનગર શહેરોને અનેકગણી સગવડો પ્રાપ્ત થાય છે. સુરતને ચંદ્રબાબુ નાયડુ (હૈદ્રરાબાદ) વિજય રૂપાણી (રાજકોટ) અને અશોક ગેહલોત (જોધપુર) જેવા નેતાની અત્યંત જરૂર છે. શહેરના હાલના ધારાસભ્યો તથા સસંદસભ્યો ફકત સુરત મહાનગરપાલિકાનાં વિકાસ કામોની રીબીન કાપીને તથા એવોર્ડ મેળવીને ખુશ થાય છે. નાયબ મુખ્યમંત્રીએ પણ પોતાને મળેલ તકનો ઉપયોગ કરી પોતાના શહેર માટે કંઇક યાદગાર કામો કરવાં પડશે.
સુરત – અમિત દેસાઈ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.