SURAT

લિંબાયતમાં સામાન્ય બાબતમાં ખાસ મિત્રએ જ મિત્રની ગળું કાપીને હત્યા કરી નાંખી

સુરત: (Surat) સુરતના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે સામાન્ય બાબતે એક મિત્રએ (Friend) પોતાના ખાસ મિત્રની ગળું કાપી હત્યા (Murder) કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે (Police) આ કેસમાં હત્યાનો ગુનો દાખલ કરી હત્યા કરનાર મિત્રની હત્યાનો ગુનો નોંધી અટકાયત કરી છે. અન્યના ઝઘડામા વચ્ચે પડેલા યુવાનને સમજાવવા જતા તેના જ મિત્ર સાથે બોલાચાલી થઇ હતી અને બાદમા વાત મારામારી સુધી પહોંચી ગઇ હતી. જેમા એક મિત્રએ બીજા મિત્ર પણ કાચની બોટલથી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. 

સુરત શહેરમાં ગુનાખારો (Surat crime rate)ની બનાવો સતત વધી રહ્યા છે. દુષ્કર્મ, હુમલો કે પછી હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. એક પછી એક બની રહેલી ઘટનાઓને જોતા ગુનેગારોને ખાખી વર્દીનો કોઇ પણ પ્રકારનો ખૌફ ન હોય તેવુ લાગી રહ્યુ છે. સુરતના લિંબાયતના ક્રાંતિ નગર વિસ્તારમાં એક યુવાનની ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી છે. મૃતક મુસ્તગીન શેખના ભાઈ સાદિક શેખનું હત્યા તેના સાથી મિત્રએ જ કરી છે. હત્યારો ઈલિયાસ ઝડપાઈ ગયો છે.

આ વિસ્તારના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે હત્યા થઈ ત્યાં જ જુગારધામ ચાલતુ હતું. એટલું જ નહીં પણ રાત્રે 10 વાગ્યા પછી કર્ફ્યૂ હોવા છતાં અનેક ગેરકાયદે પ્રવૃતિઓ ચાલતી હોવાની બાબતથી પોલીસ અજાણ હોવાનું સામે આવી રહ્યું છે. ક્રાતિનગરમા રહેતા મુસ્તગીન ઉર્ફે કાલુ તથા મિલુ આ બંને મિત્રો છે. બંને મિત્રો કઇ પણ પ્રકારનુ કામકાજ કરતા ન હતા. રાત પડે એટલે સોસાયટીના મેદાનમા બંને બેસતા હતા. દરમિયાન બુધવારના રોજ રાત્રિના અગિયાર વાગ્યાના અરસામા સોસાયટીમા જ રહેતા સાવા અને નાજિયા નામના બંને ભાઇ બહેન વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. આ ઝઘડા વચ્ચે મિલુ બંને વચ્ચેના ઝઘડામા પડ્યો હતો અને ગાળાગાળી કરી હતી. 

મિત્રને ગાળાગાળી કરતા જોતા મુસ્તગીન ત્યાં ગયો હતો અને મિલુને ગાળાગાળી ન કરતા તથા બંને વચ્ચે ના ઝઘડામા ન પડવા માટે કહ્યુ હતુ. મિત્ર મુસ્તગીનની આ વાત સાંભળતા જ મિલુને ગુસ્સો આવ્યો હતો. મિલુએ મુસ્તગીન સાથે ગાળાગાળી કરી હતી. બાદમા આ ગાળાગાળી મારામારી સુધી પહોંચી ગઇ હતી. જ્યા ગુસ્સે ભરાયેલા મિલુએ કાચની બોટલ તોડી તેના કાચ વડે મુસ્તગીન પર હુમલો કર્યો હતો. આ હુમલા બાદ મિલુ ત્યાંથી સભાગી છૂટ્યો હતો. સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત હાલતમા મુસ્તગીનને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમા ખસેડ્યો હતો જ્યાં સારવાર દરમિયાન મુસ્તગીનનુ કરુણ મોત નિપજયુ હતુ.

Most Popular

To Top