સુરત : કાપોદ્રામાં 30 વર્ષિય મહિલાનું તેની એક વર્ષની પુત્રીની (Doughter) નજર સામે જ ગળુ કાપીને ઘાતકી હત્યા (Murder) કરી દેવાતા પોલીસ (Police) દોડતી થઇ છે. પોલીસનો કાફલો જ્યારે ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે મહિલાના ગળા ઉપરથી લોહી (Blood) સુકાઇ ગયુ હતું. પોલીસનો સ્ટાફ જ્યારે પહોંચ્યો ત્યારે આ બાળકીને લોહીમાં રમતા જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ હત્યા કોણે અને કેવી રીતે કરી તે અંગે પોલીસે અગાઉની તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ કાપોદ્રાની ગૌતમપાર્ક સોસાયટીમાં રહેતાં સ્નેહલતાબેનના લગ્ન થઇ ગયા હતા. પરંતુ પારિવારીક ઝઘડાના કારણે તેના છૂટાછેડા પણ થઇ ગયા હતા. હાલમાં તેઓ પ્રકાશ રણછોડભાઇ પટેલની સાથે રહેતા હતા. બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી પ્રકાશ પણ તેની પત્નીને છોડીને સ્નેહલતાબેન સાથે રહેતો હતો. સ્નેહલતાબેન દરરોજ પ્રકાશને વીડિયો કોલ કરીને એકબીજાની ખબર-અંતર પુછતા હતા, પરંતુ મંગળવારે બપોરના સમયે સ્નેહલતાબેનનો ફોન આવ્યો ન હતો, ત્યારે પ્રકાશ વિચારમાં પડી ગયો હતો. પ્રકાશે સામેથી વીડિયોકોલ અને ફોન કોલ કર્યો હતો, પરંતુ સ્નેહલતાબેનએ ફોન રીસીવ કર્યો ન હતો. બાદમાં પ્રકાશે પાડોશમાં રહેતી અન્ય એક મહિલાને ફોન કરીને તપાસ કરવા માટે કહ્યું હતું. પાડોશી મહિલા સ્નેહલતાબેનના ઘરમાં ગયા ત્યારે તેઓ ગળુ કપાયેલી હાલતમાં જમીન ઉપર જોવા મળ્યા હતા. આ મહિલાએ પ્રકાશને ફોન કરીને જાણ કરતા તે તાત્કાલીક ઘરે આવ્યો હતો અને કાપોદ્રા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. પ્રકાશ અને કાપોદ્રા પોલીસનો સ્ટાફ ઘરે પહોંચ્યો હતો અને જોયુ ત્યારે સ્નેહલતાબેનનું ગળુ કાપીને ઘાતકી હત્યા કરવામાં આવી હતી. તેઓના ગળામાંથી નીકળેલું લોહી પણ સુકાઇ ગયું હતું. કાપોદ્રા પોલીસે આ બાબતે હત્યાનો ગુનો નોંધવાની તાજવીજ કરીને તપાસ શરૂ કરી છે.
પોલીસે પ્રકાશ પટેલની કલાકો સુધી પુછપરછ કરી
છૂટાછેડા લઇને એકલવાયુ જીવન જીવતી સ્નેહલતાબેનની મુલાકાત પ્રકાશ સાથે થઇ હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ થયો હતો. બીજી તરફ પ્રકાશ પટેલ પણ તેની પત્ની સાથે ઝઘડો થતો હોવાનું જાણવા મળ્યું છે અને તે સ્નેહલતાબેનની ઉપર વધુ ધ્યાન આપતો હતો. તેઓ બંને કાપોદ્રામાં અલગ રહેતા હતા. પ્રકાશ ઝેરોક્ષ મશીનના ટોર્નર રિફલીંગનું કામ કરતો હતો. હત્યાની ઘટના બહાર આવતા જ પોલીસે વિવિધ મુદ્દાઓને આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસની જાણ કરનાર મૃતક સ્નેહલતાબેનના પ્રેમી એવા પ્રકાશ પટેલે જ તેઓની હત્યા કરી હોવાની શંકા સેવાઇ રહી છે. આ બાબતને ધ્યાને લઇને પોલીસે કલાકો સુધી પ્રકાશ પટેલની પુછપરછ કરી હતી.
સવારે 9 વાગ્યે બનેલી ઘટના બપોરના 1 વાગ્યાના અરસામાં બહાર આવી
પ્રકાશ પટેલ દરરોજ ટીફીન લઇને નોકરી ઉપર જતો રહેતો હતો, આજે બપોરે પ્રકાશે સ્નેહલતાબેનને ફોન કરીને જાણ કરી ત્યારે સમગ્ર ઘટના બહાર આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ડેડબોડીને સ્મીમેર હોસ્પિટલ લઇ ગયા હતા અને ત્યાં પોસ્ટમોર્ટમ કરતા સ્નેહલતાબેનને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયાર મારીને હત્યા કરી દેવાઇ હતી. આ હત્યા સવારે 9 વાગ્યાના અરસામાં થઇ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. ત્રણથી ચાર કલાક સુધી સ્નેહલતાબેનના શરીર ઉપર લોહી પડ્યું રહ્યું હતું, પોલીસ જ્યારે ત્યાં પહોંચી ત્યારે લોહી પણ સુકાઇ ગયુ