SURAT

સુરત શહેર મેટાવર્સ દ્વારા સમગ્ર વિશ્વમાં પહોંચશે, સુરતના રસ્તાઓ પર વધશે ઈ-વ્હીકલની સંખ્યા

સુરત: (Surat) સુરત મહાનગર પાલિકા હવે વધુ ડિજીટલ (Digital) થવા જઈ રહી છે. સાથે જ વર્ચ્યુઅલ માધ્યમનો ઉપયોગ કરીને શહેરને વિશ્વ ફલક પર દર્શાવવાનું પણ સુરત મનપાનું આયોજન છે. સુરત ટુરિઝમને વિકસાવવા પ્રથમવાર સુરત મનપા ઓગમેન્ટેડ રીયાલીટી અને મેટાવર્સનો (Metaverse) ઉપયોગ કરશે. સાથેજ ભારતમાં સૌ પ્રથમ વખત સુરતના એક બ્રીજને ગ્રીન બ્રીજ તરીકે ડેવલપ કરવાનું આયોજન સુરત મહાનગર પાલિકાના બજેટમાં (Budget) કરવામાં આવ્યું છે. સુરતમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધશે. ઇલેક્ટ્રિક વાહનો (E Vehical) માટે પાલિકા દ્વારા શહેરીજનોને શ્રેષ્ઠ સુવિધા પ્રદાન કરવામાં આવશે. આ ઉપરાંત સુરતીઓને હરવા ફરવા માટેની સુવિધામાં વધારો કરાશે. સાથેજ 4 નવા આઈકોનિક રોડ બનાવવામાં આવશે.

સુરત શહેર હવે મેટાવર્સ દ્વારા સમગ્ર વિશ્વમાં પહોંચશે. ડીજીટલ ગર્વનન્સ અંતર્ગત પ્રથમવાર ઓગમેન્ટેડ રીયાલીટી અને મેટાવર્સ થકી સુરતનો આંતરરાષ્ટ્રીય સ્તર પર ટુરીઝમ ક્ષેત્રે વિકાસ કરાશે. વર્ચ્યુઅલ રીયાલીટી થકી વિશ્વના અન્ય દેશો સુરત શહેરનો જોઈ શકશે. આ સિવાય ડીજીટલ ગર્વનન્સ અંતર્ગત ગુગલ મેપ ઉપર રોડ ક્લોઝર- ડાઈવર્ઝનની માહિતી અને વૈકલ્પિક રૂટની માહિતી પણ પૂરી પડાશે. ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ અંતર્ગત ૨૭૬ ટ્રાફિક જંકશન પર એડપ્ટીવ ટ્રાફિક કંટ્રોલ સીસ્ટમ, ટ્રાફિક એન્ફોર્સમેન્ટ સીસ્ટમ, ટ્રાફિક સર્વેલન્સ સીસ્ટમ માટે ૩૧૮ કેમેરા મુકવામાં આવશે. આવનારા વર્ષમાં સુરતમાં વધુ સંખ્યામાં ઇલેક્ટ્રિક વાહનો રોડ પર દોડે તેવું આયોજન બજેટમાં કરવામાં આવ્યું છે. ચાર ચક્રીય, દ્વી ચક્રીય અને ત્રણ ચક્રીય ઇલેક્ટ્રિક વાહનો માટે સુરત મનપા ઈ-ચાર્જીંગ સ્ટેશનની સંખ્યા વધારશે.

  • ઇલેક્ટ્રિક વાહનો માટેનું પાલિકાનું બજેટમાં આ છે આયોજન
  • ભારતમાં સૌ પ્રથમ વખત સુરતના એક બ્રીજને ગ્રીન બ્રીજ તરીકે ડેવલપ કરવામાં આવશે
  • “પીંક ઓટો” પ્રોજેક્ટ અંતગર્ત ૧૨૦ ઈ-રીક્ષા ઓન-રોડ કરાશે
  • 4-Wheeler વાહનો માટે કુલ ૧૦૦ પબ્લિક ચાર્જીંગ સ્ટેશન કાર્યરત કરવાનું આયોજન. વધુ ૫૦ ચાર્જીંગ સ્ટેશન PPP ધોરણે બનાવવામાં આવશે
  • 2-Wheeler અને 3-Wheeler વાહનો માટે ચાર્જીંગની સુવિધામાં વધારો કરાશે
  • ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટે પણ ૩૧૨ ઇલેક્ટ્રિક વ્હીકલ દોડાવવામાં આવશે
  • લાસ્ટ માઈલ કનેક્ટિવિટી ભાગરૂપે પ્રાયોગિક ધોરણે eBike (ઇલેક્ટ્રીક પાવર્ડ બાઇક) નું અમલીકરણ કરાશે
  • ઇલેક્ટ્રિક બસ માટે બે નવા તથા એક હયાત ડેપોને વિકસિત કરાશે
  • ચાર નવા આઈકોનીક રોડના ડેવલપમેન્ટનું આયોજન
    1. વરાછા ઝોનમાં ટી.પી.પ૧(કોસમાડા-ખરસદ, પીલોદરા-સીમાડા) અને ટી.પી.ર૧ (સરથાણા-સીમાડા) માંથી પસાર થતો રોડ અંદાજે રૂા.૧ર.૬૯ કરોડના ખર્ચે ડેવલપ કરાશે
    2. અઠવા ગેટથી ઓ.એન.જી.સી. કોલોની સુધીનો સુરત-ડુમસ રોડ PPP ધોરણે વિકસિત કરાશે
    3. મગદલ્લા વાય જંકશનથી સોસીયો સર્કલ સુધીનો રોડ PPP ધોરણે
    4. ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેકટના ભાગરૂપે સુરત એરપોર્ટથી ડુમસ સુધીના ૩.૦૦ કિ.મી. અને ૬૦.૦૦ મી. પહોળાઈનો રસ્તો PPPધોરણે
  • ઐતિહાસિક કિલ્લા ખાતે 3-D લાઈટ એન્ડ સાઉન્ડ શો અને વિવિધ કાર્યક્રમો થકી ટુરીઝમ પ્રમોશન
  • શહીદ સ્મારક (ફેઝ-૩): સ્ટેટીક અને ડાયનેમીક ડીસ્પ્લે વર્કસના ક્રિએશન અને કયુરેશન (અંદાજીત ખર્ચ રૂ.૨૫ કરોડ).
  • સુરત શહેરના કલા વારસાના પ્રતિક સમા ગાંધી સ્મૃતિ ભવનનું નવનિર્માણ (૮૮૬ વ્યકિતની બેઠક ક્ષમતા ધરાવતું ઓડીટોરીયમ, ગ્રીન બિલ્ડીંગ રેટીંગ સહિત)
  • દરેક ઝોનમાં રમત ગમત, ફિટનેસના સાધનો/ઓપન જીમ ડેવલોપ કરવાનું આયોજન 
  • સુમન ખેલકુદ કૌશલ્ય સંવર્ધન પ્રોજેક્ટ અંતર્ગત દરેક ઝોન દીઠ બે શાળાઓમાં SAG સાથે વિશેષ તાલિમનું આયોજન તેમજ ઇન્ડોર સ્ટેડીયમ ખાતે ઇન્ટર સ્કુલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવશે
  • જાણો કઈ મિલ્કત પર કેટલો વેરો વધશે
  • રહેણાંક મિલ્કતોના સામાન્ય વેરાનાં દરમાં પ્રતિ ચોરસ મીટર માત્ર રૂ. ૪ નો વધારો
  • બિન રહેણાંક મિલ્કતોના સામાન્ય વેરાનાં દરમાં પ્રતિ ચોરસ મીટર માત્ર રૂ. ૧૦ નો વધારો
  • સામાન્ય વેરામાં અંદાજીત વધારો રૂ.૧૫૨.૧૮ કરોડ
  • યુઝર ચાર્જીસમાં અંદાજીત વધારો રૂ.૧૪૮.૬૬ કરોડ.
  • Surat City Electric Vehicle Policy – 2021 અંતર્ગત ઈલેકટ્રીક વાહનો માટે યાંત્રિક પરિવહન ચાર્જમાં સને ૨૦૨૩-૨૪ માં ૭૫% ની રાહત.
  • રોડ અને બ્રિજ માટે સુરત મહાનગર પાલિકાનું આયોજન
    ર૪.૦૦ મી. અને ૩૦.૦૦ મી. રસ્તાઓને સી.સી. રોડ તરીકે ડેવલપ કરવાનું આયોજન
  • ૧૦૦ થી વધુ ટી.પી. રસ્તાઓને રૂ.૨૦૦ કરોડના ખર્ચે ડેવલપ કરવાનું આયોજન.
  • પ્રથમ વખત હયાત ડામર રોડ પર સી.સી. ઓવર-લે કરવાનું  આયોજન
  • આભવા અને ઉભરાટ બ્રિજને સુરત શહેર સાથેની કનેકટીવીટી આપવા રોડનું આયોજન
  • પ્રગતિ હેઠળના કુલ રૂ.૩૬૦.૩૫ કરોડના ખર્ચે કુલ ૯ બ્રીજ પૈકી, રૂ.૧૬૮.૯૦ કરોડના ખર્ચે ૦૨ રીવર બ્રીજ, રૂ.૭૧.૩૪ કરોડના ખર્ચે ૦૨ ફલાયઓવર બ્રીજ, રૂ.૧૨૦.૧૧ કરોડના ખર્ચે ૦૨  રેલ્વે ઓવર બ્રીજોને જાહેર જનતા માટે લોકાર્પિત કરવામાં આવશે.
  • વેડ-વરીયાવ વિસ્તારને જોડતા રીવરબ્રીજ માટે રૂ.૮.૦૦ કરોડની જોગવાઇ.
  • સુરત-ઓલપાડ રોડ પર તૈયાર થનાર નવા ૦૬ લેન રેલ્વે-ઓવર બ્રીજ માટે રૂ.૨૬.૯૭ કરોડની જોગવાઇ.
  • લીંબાયતમાં ડીંડોલી-ખરવાસા રોડ અને મીડલ રીંગરોડ જંકશન સાંઇ પોઇન્ટ પાસે ચાર રસ્તા પર ફ્લાયઓવર બ્રીજનાં આયોજન માટે રૂ.૩.૩૦ કરોડની જોગવાઇ 
  • ઉધના વિસ્તારમાં પત્રકાર કોલોની જંકશન તથા કૈલાશનગર જંકશન ઉપર ફ્લાયઓવર બ્રીજનાં આયોજન માટે રૂ.૫.૦૦ કરોડની જોગવાઇ.
  • ન્યુ નોર્થ ઝોન વિસ્તારમાં ટી.પી.૪૬ (ગોથાણ) પાસેથી પસાર થતી DFFCCIL લાઇન પર રેલ્વે અંડર બ્રીજનાં આયોજન માટે રૂ.૩૭.૦૦ લાખની જોગવાઇ, જેનાથી આઉટર રીંગ રોડ સાથે તથા નેશનલ હાઇવે નં-૫૩ સાથે સીધી કનેકટીવીટી.
  • રૂ.૩૮.૭૦ કરોડના ખર્ચે સુરત-મુંબઇ રેલ્વે લાઇન પર ભાણોદરા ફાટક ખાતે જાહેર જનતા માટે રેલ્વે ઓવર બ્રીજ પર ૩૫ લાખના ખર્ચે સ્ટ્રીટલાઇટ સીસ્ટમ.
  • શહેરના વિવિધ ૧૨ બ્રીજની નીચેના ભાગમાં બ્યુટીફીકેશન અને પ્લેસ મેકિંગ
  • જુદા-જુદા ૫૦ જંકશન પર આવેલ ટ્રાફિક અઈલેન્ડ, ડીવાઈડર, સર્કલ, ચેનાલાઈઝરને PPP ધોરણે ડેવલપ કરવાનું આયોજન
  • રાંદેર અને લીંબાયત ઝોનમાં કુલ રૂ. ૮ કરોડના ખર્ચે બે મિકેનાઇઝ્ડ મલ્ટી લેવલ પાર્કિંગનું આયોજન
  • “Healthy Street Policy” નું અમલીકરણ

Most Popular

To Top