SURAT

સુરત મનપામાં ત્રણ કાર્યપાલક ઇજનેરોની ચેપ્ટર પ્રોવાઇઝોથી નિમણુંક

સુરત: (Surat) સુરત મનપામાં (Municipal Corporation) છેલ્લા થોડા સમયથી ઉચ્ચ અધિકારીઓ તેમજ કાર્યપાલક ઇજનેર જેવી કી-પોસ્ટ ખાલી રહેતા એક જ અધિકારી પર કાર્યબોજ વધુ રહેતો હોવાની સ્થિતી ઉભી થઇ હતી, જો કે હવે શાસકોએ છેલ્લા થોડા મહીનાઓથી કી-પોસ્ટ પર નિમણુંક (Appointment) આપી ઉચ્ચ અધિકારીઓની (Officers) અછત ઓછી કરવા પ્રયાસ શરૂ કર્યો છે. જેના ભાગ રૂપે સ્થાયી સમિતિની મીટીંગમાં ગૂરૂવારે ત્રણ કાર્યપાલક ઇજનેરોની નિમણુંક કરી દેવામાં આવી છે. જે તમામ જનરલ કેટગરીની છે. જો કે આ તમામ વિવિધ વિભાગોમાં સારી કામગીરી કરી ચુકયા છે. તેમજ નોકરીના પણ ઘણા વરસો બાકી હોય સુરત મનપાના લાંબા ગાળાના હીતને ધ્યાને રાખી પસંદગી કરાઇ હોવાનું શાસકોએ જણાવ્યું હતું.

  • મનપામાં ત્રણ કાર્યપાલક ઇજનેરોની ચેપ્ટર પ્રોવાઇઝોથી શાસકોએ નિમણુંક કરી દીધી
  • ગયા અઠવાડીયે ઓબીસી અને એસ.ટી. કેટેગરીમાં કાર્યપાલક ઇજનેરોની બે જગ્યા ભરી : જનરલ કેટગરીની ચાર જગ્યાની દરખાસ્ત ખડી સમીતીમાં દફતરે કરી દેવાઇ હતી

સ્થાયી સમિતિએ આરએસી વિભાગમાં ફરજ બજાવતા ડેુપ્યુટી ઇજનેર રૂપેશ શાહ, સ્મીમેર હોસ્પિટલ ડેપ્યુટી ઇજનેર તરીકે ફરજ બજાવતા મેધાવી દેસાઇ અને એન્વાયરો ઇમ્પ્રુવમેન્ટ સેલમાં ખાડી ડેવલોપમેન્ટ અને તાપી શુદ્ધીકરણ પ્રોજેકટમાં ડેપ્યુટી ઇજનેર તરીકે ફરજ બજાવતા મૌલીક રાવને કાર્યપાલક ઇજનેર બનાવી દેવાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડીયે જ ખડી સમિતિમાં કાર્યપાલક ઇજનેરોની છ જગ્યા માટે ઇન્ટરવ્યુ થયા હતા પરંતુ તેમાં માત્ર ઓબીસી અને એસટી કેટગરીના ઉમેદવારોને નિમણુંક આપી, જનરલ કેટેગરીના બે જગ્યા, મહીલા કેટેગરીની એક જગ્યા અને ઇબીસીની એક જગ્યા માટે યોગ્ય ઉમેદવાર નહી હોવાનું કારણ જણાવી દરખાસ્ત દફતરે કરી દેવાઇ હતી. અને હવે ચેપ્ટર પ્રોવાઇઝોથી ત્રણ જગ્યા ભરી દેવાઇ છે.

નર્મદ યુનિ.ની સેનેટની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ નિશ્ચિત
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આગામી 14 ઓગષ્ટનાં રોજ યોજનારી સેનેટની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ દ્વારા પાંચ વિદ્યાશાખા ઉપરથી પોતાનાં ઉમેદવારોને મેદાનમાં ઉતારાતા હવે સેનેટની ચૂંટણી ત્રિપાંખીયો જંગ ખેલાશે.

દક્ષિણ ગુજરાતની 250 કરતા વધારે કોલેજો અને ત્રણ લાખ જેટલા વિદ્યાર્થીઓ, અધ્યાપકોનું પ્રતિનીધીત્વ કરવા માટે મહત્વની ગણવામાં આવતી યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીને પગલે શિક્ષણ જગતનાં રાજકારણમાં ગરમાટો આવ્યો છે. આગામી 14 ઓગષ્ટનાં રોજ યોજનારી ચૂંટણી માટે અગાઉ એબીવીપી દ્વારા ડોનર તેમજ રજીસ્ટર્ડ ગ્રેજયુએટની બેઠકો સહિત કુલ 11 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી.તો આ તરફ આજે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિએ કોમ્પ્યુટર સાયન્સ ફેકલ્ટીમાં વિશાલ વસોયા, આર્ટસ ફેકલ્ટીમાં યોગેશ માહ્યાવંશી, તેમજ કોમર્સ ફેકલ્ટીમાં પિનલ દુધાત, અને સાયન્સ ફેકલ્ટીમાં કિશન ઘોરી તથા હોમ્યોપેથિક ફેકલ્ટીમાં ડૉ.ચેતના કાછડીયાનાં નામ જાહેર કરવામાં આવ્યા છે.

આગામી વિધાનસભાની ચૂંટણીનાં એજન્ડાલક્ષી તૈયારીમાં આપ દ્વારા જે રીતે શિક્ષણનાં મુદ્દાઓને મહત્વ આપવામાં આવી રહ્યું છે, એ રીતે આપની વિદ્યાર્થી પાંખ દ્વારા સેનેટની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે, અને આગામી સેનેટની ચૂંટણીમાં વિદ્યાર્થીઓનાં પ્રશ્ન અને શિક્ષણનાં સુધારાનાં વચનો આજે પત્રકાર પરિષદમાં આપવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિદ્યાર્થી પાંખ એબીવીપી દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે, એજ રીતે આજે આપની વિદ્યાર્થી પાંખ તરફથી પણ સિલેકટેડ બ્રાંચનાં ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, જો કે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખનાં આગેવાનોનીં આંતરીક ખેંચતાણનાં કારણે હજુ સુધી નામ જાહેર કરવામાં આવ્યા નથી, જો કે આગામી દિવસોમાં એનએસયુઆઇ, એબીવીપી અને સીવાયસીએસ એમ ત્રણ વિદ્યાર્થી પાંખનાં ઉમેદવારો વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળશે.

Most Popular

To Top