SURAT

હિન્દુ દેવી-દેવતા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર હાસ્ય કલાકાર મુનાવર ફારુકીનો સુરતમાં શો, કાયદા વ્યવસ્થાને મોટો પડકાર

સુરત: (Surat) સુરતમાં આગામી 1 ઓક્ટોબરે હાસ્ય કલાકાર મુનાવર ફારૂકીના (Munawar Faruqui) શોનું આયોજન કરાયું છે. બજરંગ દળના (Bajrang Dal) સભ્યોએ શહેરમાં આગામી શોના આયોજકોને ચેતવણી (Warning) આપી છે. અને જો શોમાં મુનાવર આવશે તો માર મારવા સુધીને ચીમકી આપતાં મામલો વધારે ગરમાયો છે. અને પોલીસ (Police) માટે પણ કાયદો વ્યવસ્થાને જાળવવા માટે મોટો પડકાર ઊભો થયો છે.

હાસ્ય કલાકાર મુનાવર ફારુકી ઘણી વખત હિન્દુઓની સામે વિવાદાસ્પદ વાતોને લઈને ચર્ચામાં રહી ચૂક્યા છે. વર્ષ-2002ના ગોધરા રમખાણોના હિન્દુ પીડિતોનું અપમાન કરી ખ્યાતિ પામ્યા હતા. ગુજરાત હત્યાકાંડમાં આરએસએસની સંડોવણી અને હિન્દુ દેવોની મજાક ઉડાવી હતી. આ હાસ્ય કલાકારના શોને સુરતમાં ન થવા દેવાનો સંકલ્પ લેતાં બજરંગ દળના નેતા રાહુલ શર્માએ કાર્યક્રમના આયોજકોને શો રદ કરવા જણાવ્યું હતું. રાહુલ શર્માએ ચેતવણી આપી હતી કે, જો આયોજકો બજરંગ દળની માંગણી પર ધ્યાન ન આપે અને શોને સમયપત્રક મુજબ થવા દેશે તો શો દરમિયાન જે પણ થશે તેની જવાબદારી આયોજકોની રહેશે. નોંધનીય છે કે, મુનાવર ફારુકી વિવિધ શહેરોમાં પ્રવાસ અને પ્રદર્શન કરવાના છે. આ શોનું નામ ‘ડોંગરી ટુ નોવેર’ રાખવામાં આવ્યું છે. પ્રથમ ઇવેન્ટ 26 સપ્ટેમ્બરે દેહરાદૂનમાં યોજાવાની છે. ત્યારબાદ 1 ઓક્ટોબરે સુરતમાં શોનું આયોજન કરાયું છે.

સમગ્ર શોમાં હનુમાન પાઠ કરાશે
બજરંગ દળના નેતા રાહુલ શર્માએ જણાવ્યું હતું કે, તેઓ આ શોને થવા દેશે નહીં. જો શો રદ નહીં કરે તો તેમના દ્વારા બધી ટિકિટ ખરીદી કરાશે. અને સમગ્ર શો દરમિયાન હનુમાન ચાલીસાનો પાઠ કરાશે. જ્યારે તે સ્ટેજ પર આવશે ત્યારે તેના પર ટામેટાં ફેંકાશે. તેને જૂતાંની માળા પહેરાવીશું.

મધ્યપ્રદેશમાં ધરપકડ પણ કરાઈ હતી
નોંધનીય છે કે, વિવાદાસ્પદ ‘સ્ટેન્ડ-અપ કોમેડિયન’એ મધ્યપ્રદેશના ઈન્દોરના 56 દુકાણ નજીક મોનરો કાફેમાં આયોજિત એક કાર્યક્રમમાં હિન્દુ દેવતાઓ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિશે કેટલીક અત્યંત અપમાનજનક ટિપ્પણી કર્યા બાદ ભારે વિવાદ ઊભો કર્યો હતો. જાન્યુઆરી-2021માં કાર્યક્રમ પૂરો થયા પછી, હિન્દુ રક્ષક સંગઠનના સમર્થકોએ કથિત રીતે ‘હાસ્ય કલાકાર’ પર કટાક્ષ કર્યો અને પછી તેને ઇવેન્ટના આયોજકો સાથે તુકોગંજ પોલીસ સ્ટેશન લઇ ગયા. ફારુકીની મધ્યપ્રદેશમાં હિન્દુ દેવોનું અપમાન કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

Most Popular

To Top