SURAT

મુંબઈથી ટ્રેનમાં સુરત એમડી ડ્રગ્સ લઈને આવતી બે મહિલા ઝડપાઇ

સુરત : સુરત (Surat) ક્રાઈમ બ્રાંચની ટીમે મુંબઈથી (Mumbai) સુરત ટ્રેનમાં બે મહિલા એમડી ડ્રગ્સ લઈને આવતા લિનિયર બસ સ્ટેશન (Bus Station ) પાસે ઝડપી પાડી હતી. મહિલાઓ પાસેથી 20.90 લાખની કિમતનું 209.06 ગ્રામ એમડી ડ્રગ્સ તથા 2 મોબાઇલ ફોન મળી કુલ 21 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો.

ક્રાઈમ બ્રાંચની ટીમને મુંબઈથી આશરે 35 થી 40 વર્ષની બે મહીલા ટ્રેનમાં સુરત આવી પ્રતિબંધિત પદાર્થનો જથ્થો લઈ આવી અને તેની ડીલીવરી સુરત ખાતે આપનાર હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ડી.સી.બી પોલીસ સ્ટેશના અધિકારી તથા કર્મચારીઓની જુદી જુદી ટીમો કામે લાગી હતી. ક્રાઈમ બ્રાંચે વોચ ગોઠવીને લિનિયર બસ સ્ટોપ પાસે જુની સરદાર માર્કેટ તરફ જતા રિંગરોડ ઉપરથી બે મહીલાઓ હીના શૌકત અલી મુમતાઝઅહેમદ શેખ તથા હમત ઈરફાન અલીમ સૈયદને પકડી પાડી હતી. તેમની અંગઝડતી કરતા મહીલાઓ પાસેથી 20.90 લાખની કિમતનું 209.06 ગ્રામ ગેરકાયદેસર મેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સ તથા 2 મોબાઇલ ફોન મળીને કુલ 21 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો હતો.

20 કરોડના 4 કિલો હેરોઈન સાથે દિલ્હીથી અફધાનિસ્તાનના યુવકની ધરપકડ કરતું એટીએસ
ગાંધીનગર : સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે ગુજરાત એટીએસ દ્વારા દિલ્હીના વસંતકુંજ વિસ્તારમાંથી એક અફધાનિસ્તાનના વાદિઉલ્લા રહિમુલ્લા નામના યુવકની ધરપકડ કરીને તેની પાસેથી 20 કરોડનું 4 કિલો હેરોઈન જપ્ત કરી લીધુ છે. આ યુવક મેડિકલ વીઝા પર તેની પત્ની સાથે ભારત આવ્યો હતો.
એટીએસને સુરત ક્રાઈમ બ્રાન્ચ તરફથી બાતમી મળી હતી કે દિલ્હીનો એક અફધાનિસ્તાનનો યુવક ડ્રગ્સની મોટા પાયે હેરફેર કરવાનો છે. જેના પગલે ગુજરાત એટીએસની એક ટીમ દિલ્હી જવા રવાના થઇ હતી. દિલ્હીમાં બાતમીવાળી જગ્યાએથી વાદિઉલ્લા રહિમુલ્લાની અટકાયત કરીને તેના પાસેથી 20 કરોડનો 4 કિલો હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. આ યુવક તેના પરિવાર સાથે મેડિકલ વિઝા પર 2016માં ભારતમાં આવ્યો હતો. હાલમાં તે સાઉથ દિલ્હીમાં રહેતો હતો.

Most Popular

To Top