SURAT

સુરતની હોટલમાં મુંબઈની યુવતીની લાજ લેવા પ્રયાસ, આરોપીને બે યુવતીઓએ સહયોગ આપ્યો

સુરત: (Surat) શહેરના વેસુ વિસ્તારમાં ઇવેન્ટમાં હાજરી આપી રોજગારી મેળવતી મુંબઈની (Mumbai) યુવતીની તેના ઇવેન્ટ મેનેજરે લાજ લેવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં (Police Station) નોંધાઈ છે. પોલીસે ઇવેન્ટ મેનેજર તથા બે યુવતી સહિત કુલ ચાર સામે છેડતીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

  • સુરતની હોટલમાં મુંબઈની યુવતીની લાજ લેવા પ્રયાસ, બે યુવતી સહિત 4 સામે ફરિયાદ
  • તું કિસી કો બતાના મત તેરે કો જો ભી પૈસા ચાહિયે વો લે લે અગર તુને કિસી કો બતાયા યા ફીર પોલીસ કમ્પ્લેન કી તો તેરે કો જાન સે માર દેંગે
  • સુરતના ઈવેન્ટ મેનેજરે ઈવેન્ટના બહાને બોલાવી હોટલમાં રૂમ બૂક કરાવ્યો અને બે સાગરીત યુવતીઓની મદદથી બળાત્કારનું તરકટ રચ્યું હતું
  • સ્ત્રી, સ્ત્રીનો ભરોસો પણ નહીં કરી શકે: લાજ લૂંટવા બે યુવતીઓ પણ ઈવેન્ટ મેનેજરનો હાથો બની

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુંબઈમાં રહેતી યુવતી સુરતમાં ઇવેન્ટમાં હાજરી આપી રોજગારી મેળવે છે. સુરતમાં ઇવેન્ટ મેનેજર તરીકે કામ કરતા મૂર્તુજા ખાન કોઓર્ડીનેશન કરવાનું કામ કરે છે. મુર્તુજાખાને યુવતીનો સંપર્ક કરીને યુવતીને એક ઇવેન્ટ માટે સુરત બોલાવી હતી. ત્યારબાદ મુર્તુજાખાને તેના સ્ટાફના અલી તથા પિપલોદ જકાતનાકા પાસે મહેશ્વરી સોસાયટીમાં રહેતી જીયા સિંગ અને મરજીના નામની બંને યુવતીઓને પણ બોલાવી હતી. આ દરમિયાન અલીનો મિત્ર મળવા માટે આવ્યા બાદ ફાર્મ હાઉસમાં જવાની વાત કરી હતી. જો કે મુંબઈથી આવેલી યુવતીએ ફાર્મ હાઉસમાં જવાની ના પાડતાં મુર્તુજાએ તેની જાણ બહાર પીપલોદમાં આવેલી આર. આર. હોટલમાં બે રૂમ બુક કર્યાં હતાં. જેમાં એક રૂમમાં મુંબઈથી આવેલી યુવતી સાથે જીયાસિંગ અને મરજીનાને મોકલી હતી.

બીજો રૂમ બુક કર્યો હોવાની વાત પણ તેનાથી છુપાવી હતી. ત્યારબાદ મુર્તુજાખાન જમવા માટે બહાર જતો હોવાનું કહીને અલી સાથે નીકળી ગયો હતો. જેથી યુવતી જીયાખાન અને મરજીના સાથે રૂમમાં બેઠી હતી. આ દરમિયાન મુર્તુજાખાન અચાનક જ રૂમમાં આવી ગયો હતો. મૂર્તુજાખાન રૂમમાં આવતાની સાથે જીયાસિંગ અને મરજીના રૂમની બહાર નીકળી ગયા હતાં. જેથી મુર્તુઝાએ રૂમ લોક કરી યુવતીની સાથે શારીરિક અડપલાં કરીને છેડતી કરી હતી. પ્લાનિંગ કરીને ઈવેન્ટ મેનેજર મુર્તુઝાએ તેના સ્ટાફની સાથે મળીને યુવતીની લાજ લેવા પ્રયાસ કર્યો હતો. યુવતીએ ઉમરા પોલીસ મથકમાં મુર્તુજા ખાન, અલી, જીયાસિંગ અને મરજીના સામે છેડતીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

બંને યુવતીઓએ પીડિતાને માર મારી જાનથી મારવા ધમકી આપી
યુવતી સ્વબચાવમાં રૂમમાંથી દોડી વોશરૂમમાં જતી રહી હતી. જેના કારણે જિયા સિંઘ અને મરજીના રૂમમાં આવી જતાં યુવતી વોશરૂમમાંથી બહાર આવી હતી. જો કે યુવતી એ વાતથી અજાણ હતી કે આ તમામ લોકો દ્વારા પ્રી- પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જેથી બાદમાં અલીએ યુવતીને પકડી રાખી હતી અને જિયાસિંઘ તેમજ મરજીનાએ ભેગા મળી યુવતીને ચપ્પલ વડે ઢોર માર મારી માથાના વાળ પકડીને ખેંચી હતી. ‘તું કિસી કો બતાના મત, તેરે કો જો ભી પૈસા ચાહિયે વો લે લે, અગર તુને કિસી કો બતાયા યા ફીર પોલીસ કમ્પ્લેન કી તો તેરે કો જાન સે માર દેંગે’ તેવી ધમકી તેઓએ આપી હતી.

Most Popular

To Top