SURAT

પ્રેમીને પામવા યુવતીએ માતા-પિતા અને બે ભાઇઓને ઉંઘની ગોળીઓ ખવડાવી દીધી, સુરતના આ વિસ્તારની ઘટના

સુરત: (Surat) સુરતમાં એક યુવતીએ પ્રેમમાં પાગલ બનીને પોતાના માતા-પિતા અને બે ભાઈઓને ઉંઘની ગોળીઓ ખવડાવવાની ઘટના સામે આવી છે. ડિંડોલી વિસ્તારમાં રહેતી યુવતીએ પ્રેમી (Lover) સાથે ભાગવા માટે માતા-પિતાને (Mother Father) ઘેનની દવાવાળા પરોઠા ખવડાવ્યા હતા. ત્યાર બાદ પરિવાર સુઇ જતા ભાગીને પ્રેમી સાથે લગ્ન કર્યા હતા. તમામને સારવાર માટે હોસ્પિટલ (Hospital) ખસેડવામાં આવ્યા હતા. યુવતીના પિતાએ પુત્રી અને તેના પ્રેમી તથા પ્રેમીના પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. 

ડિંડોલી વિસ્તારમાં રહેતી યુવતીને સ્થાનિક યુવક સાથે પ્રેમ થઇ ગયો હતો. જાકે યુવતીના પિતાએ પ્રેમીને સ્વીકારવાની ના પાડી દીધી હતી. પ્રેમમાં પાગલ બનેલી યુવતીએ એકપણ ક્ષણ વિચાર્યા વગર તેના માતા-પિતા તથા બે ભાઇઓને ઝેરી પરાઠા ખવરાવી હત્યાની કોશિશ કરતા ચકચાર મચી જવા પામી હતી. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં યુવતીની માતા હજુ પણ સારવાર હેઠળ છે.

 ડિંડોલી વિસ્તારમાં એક પરિવાર પોતાનાપરિવાર સાથે રહે છે. આ પરિવારની યુવતીએ ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે. અઢી વર્ષ પહેલા સોસાયટીમાં જ રહેતા એક યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. ત્યાર બાદ યુવતી એક વખત યુવક સાથે ભાગી ગઇ હતી. જો કે યુવતીનો પરિવાર યુવકના મામાના ઘરેથી તેને સમજાવીને પરત લઇ આવ્યા હતા. પ્રેમમાં પાગલ બનેલી યુવતીએ પ્રેમીને પામવા માટે માતા-પિતા સહીત પરિવારનું કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. યુવતીના પરિવારે સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે તે તેમની દીકરી જ તેમના જીવની દુશ્મન બની જશે. ગત તારીખ 12 સપ્ટેમ્બર 2021ના રોજ રાત્રે યુવતીએ ઘરમાં પરાઠા બનાવ્યા હતા. આ પરાઠામાં તેણે ઘેનની ગોળીઓનો ભૂકો કરી નાખી દીધો હતો. બાદમાં આ પરાઠા તેણીએ પિતા દીપકભાઇ, માતા અંજનાબેન, ભાઇ દર્પણ અને કાકાના16 વર્ષીય પુત્ર મોહીતકુમારને ખવરાવી દેતા તમામને ઝેરની અસર થઇ હતી.

12 સપ્ટેમ્બરના રોજ પરિવારો હાજર હતા ત્યારે સાંજે યુવતીએ આલુ પરોઠા બનાવ્યા હતા. પરિવારે પરોઠા ખાધા હતા અને સુઇ ગયા હતા. બીજા દિવસે સવારે પરિવાર ઉંઘમાંથી જાગતા ચક્કર આવી રહ્યા હતા. આ ઉપરાંત તેમનો જ સમગ્ર પરિવાર જાગી રહ્યો હતો. પુત્રી સ્થળ પર હાજર નહોતી. જેથી તેને શોધતા તે મળી નહોતી. આ ઉપરાંત યુવકના ઘરે તપાસ કરતા તે પણ નહોતો હાજર. જેથી પરિવાર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

Most Popular

To Top