સુરત: મોરાની મસ્જિદ મામલે વકફ બોર્ડ સામે વીએચપી કાયદેસર લડત ચલાવશે

સુરત: (Surat) હજીરા પટ્ટી ઉપર આવેલા મોરાગામ (Mora Gaam) સ્થિત હિન્દુ રહેણાંક સોસાયટીમાં મસ્જિદ (Masjid) બનાવી દઇ તેને વકફ કરી દેવાના પ્રકરણમાં વિશ્વ હિન્દુ પરિષદની આજે રાષ્ટ્રીય મીટિંગ મળી હતી. ચાર કલાક સુધી ચાલેલી આ ઓનલાઇન મીટિંગમાં સુરત શહેર વિશ્વ હિન્દુ પરિષદના (Vishva Hindu Parishad) હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. આજની મીટિંગમાં વકફ બોર્ડના બંધારણને ચેલેન્જ કરવા માટે કાયદાકીય રીતે આગળ વધવાનું નક્કી કરાયું હતું. આ મીટિંગમાં સુરત ઉપરાંત દેશમાં હિન્દુઓના નામે મિલ્કતો ખરીદી કરી તેનું વકફમાં રજિસ્ટ્રેશન કરાવી દેવાના મુદ્દે પણ ચર્ચા થઇ હતી.

  • વિશ્વ હિન્દુ પરિષદની રાષ્ટ્રીય મિટીંગમાં હજીરાપટ્ટીના મોરા ટેકરાની મસ્જિદ મુદ્દે ચર્ચા
  • વકફ બોર્ડ સામે વીએચપી કાયદેસર લડત ચલાવશે

કાંઠા વિસ્તારના મોરા ટેકરા ખાતે શિવશક્તિ નગર સોસાયટીના બે પ્લોટમાં મસ્જિદ અને મદ્રેસા બનાવી દેવાતા છેલ્લા પખવાડિયાથી વિવાદ ઉભો થયો હતો. જોકે હાલ કોરોનાની સ્થિતિને કારણે બહારથી આવતા લોકોને સોસાયટીમાં નહીં પ્રવેશવા દેવાનું નક્કી થતા બંને પક્ષે મામલો શાંત પડ્યો હતો.અહીં હિન્દુ રહેણાંક સોસાયટીમાં સ્થાનિકોની જાણ બહાર મસ્જિદ બનાવી દેવાતાં વિવાદ ઉભો થયો છે. વકફ બોર્ડમાં પ્રાઇવેટ પ્રોપર્ટી રજિસ્ટર્ડ કરી દેવાતા હિન્દુ સંગઠનોએ આગળ આવીને વકફ બોર્ડ સામે કાયદાકીય લડત કરવાની તૈયારી કરી છે. જેના ભાગરૂપે આજે વિશ્વ હિન્દુ પરિષદની રાષ્ટ્રીય સ્તરે ઓનલાઇન મીટિંગ મળી હતી. આ મીટિંગમાં સુરતના મુદ્દાને પણ સુરત શહેર વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો દ્વારા આગળ કરાયો હતો. વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્રજી જૈન દ્વારા ઓનલાઇન મીટિંગને સંબોધવામાં આવી હતી. જેમાં સુરતના મોરા ટેકરાની હિન્દુ સોસાયટીમાં હિન્દુના નામે મિલ્કત ખરીદી લઇ ત્યાં મસ્જિદ બનાવી દીધા બાદ તેની વકફ બોર્ડમાં નોંધણી કરવાના મુદ્દે કાયદાકીય રીતે લડત ચલાવવાનું નક્કી કરાયું હતું.

હજીરાપટ્ટીના મોરામાં બની ગયેલી મસ્જિદ અંગે કાયદાકીય લડત આપીશું : કમલેશ ક્યાડા – સુરત વીએચપી પ્રમુખ
સુરત વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ કમલેશ ક્યાડાએ જણાવ્યું હતું કે, આજે મળેલી વિશ્વ હિન્દુ પરિષદની રાષ્ટ્રીય સ્તરની ઓનલાઇન મીટિંગમાં હિન્દુઓને સ્પર્શતા ગંભીર મુદ્દાઓ ઉપર ચર્ચા થઇ હતી. વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય સંયુક્ત મહામંત્રી સુરેન્દ્રજી જૈન મુખ્ય પ્રવક્તા તરીકે ઓનલાઇન મીટિંગમાં જોડાયા હતા. તેમની સમક્ષ હજીરા મોરા ખાતેની હિન્દુ રહેણાંક સોસાયટીમાં મસ્જિદ બનાવી દેવાનો મુદ્દો રજુ કરાતા તેમણે આ અંગે કાયદાકીય લડત ચલાવવાનું નક્કી કર્યું હતું.

મોરાની મસ્જિદ મુદ્દે અવાજ ઉઠાવનાર એક્તા એજ લક્ષ સંગઠનનના પ્રમુખને આફ્રિકા અને જુનાગઢથી ફોન ઉપર દ્વારા ધમકી
પખવાડીયા પહેલા શુક્રવારની નમાઝ માટે હજીરા મોરા સ્થિત સોસાયટીમાં બહારથી લોકોનું ટોળુ એકત્ર થતા વિવાદ થયો હતો. જેની જાણ થતા હિન્દુ સંગઠનોના યુવાઓ ત્યાં પહોંચી ગયા હતા. એક્તા એજ લક્ષ સંગઠનના પ્રમુખ જય પટેલ પણ અહીં પહોંચી ગયા હતા. ત્યારે હિન્દુઓને લગતા પ્રશ્નોને લઇ અવાજ ઉઠાવતા જય પટેલેને ધંધુકામાં ભરવાડ સમાજના યુવકની હત્યાની ઘટનાને વખોડી આરોપીઓને કડક સજાની માંગણી કરાતા આ મુદ્દે સાઉથ આફ્રિકા તેમજ જુનાગઢથી ટેલિફોનિક ધમકી આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.

Most Popular

To Top