SURAT

મૌલવી કેસ: ઉપદેશ રાણાએ માર્ચ મહિનામાં અજાણ્યા નંબર પરથી ધમકી મળ્યાની ફરિયાદ નોંધાવી હતી

સુરત: (Surat) ક્રાઈમ બ્રાંચ દ્વારા કામરેજના મૌલવીના રિમાન્ડ પુરા થતા સબજેલમાં (Sub Jail) મોકલી અપાયો છે. પરંતુ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં માર્ચ મહિનામાં ઉપદેશ રાણાએ અજાણ્યા નંબર પરથી ધમકી મળ્યાની ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં મૌલવીનું જ નામ સામે આવતા હવે પોલીસે તે અંગે પણ તપાસ કરશે.

  • ઉપદેશ રાણાએ માર્ચ મહિનામાં અજાણ્યા નંબર પરથી ધમકી મળ્યાની ફરિયાદ નોંધાવી હતી
  • ગોડાદરા પોલીસ સ્ટેશનમાં મૌલવી સામે થયેલી ફરિયાદની પણ તપાસ થશે

હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉદેશ રાણાને જાનથી મારી નાંખવાની ધમકી આપવાના કેસમાં કઠોરના મૌલવી સોહેલ અબબુકર ટીમોલની ગત 4 મે ના રોજ ક્રાઈમ બ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેના 12 દિવસના રિમાન઼્ડ મેળવી પુછપરછ હાથ ધરતા બિહાર અને નાંદેડથી બે ની ધરપકડ કરવામાં આવી છે. આ બંનેની પુછપરછ હાલ ચાલું છે. જ્યારે મૌલવીના રિમાન્ડ પુરા થતા ગઈકાલે તેને સબજેલમાં મોકલી આપ્યો હતો.

ઉપદેશ રાણાએ ગત માર્ચ મહિનામાં અજાણ્યા નંબર પરથી તેને ધમકી મળી હોવાની ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગોડાદરા પોલીસે જે તે સમયે અજાણ્યા નંબરના સીડીઆર મેળવી તપાસ હાથ ધરી હતી. જો કે પાકિસ્તાનના નંબર હોવાથી પોલીસની તપાસ અટકી પડી હતી. પરંતુ હવે આ સમગ્ર કેસ ક્રાઈમબ્રાંચની તપાસમાં ખુલ્લો થયો છે. ત્યારે આગામી દિવસોમાં મૌલવી સામે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાબતે તપાસ શરૂ થશે.

Most Popular

To Top