SURAT

સુરત: માનેલી બહેનને ભાઈએ અશ્લીલ વિડીયો ડાઉનલોડ કરેલો મોબાઈલ અપાવ્યો અને પછી બની આ ઘટના

સુરત: (Surat) ભાઈ અને બહેન વચ્ચેના સંબંધને લજાવે તેવી ઘટના ડિંડોલી વિસ્તારમાં બની છે. માનેલી બહેનને યુવકે અશ્લીલ વિડીયો (Video) ડાઉનલોડ કરેલો મોબાઈલ (Mobile) ગીફ્ટ (Gift) આપ્યો હતો. અને તેનો છ મહિનાથી પીછો કરી સંબંધ બાંધવા દબાણ કરતો હતો. આખરે સગીરાએ તેના પિતાને જાણ કરતા ડિંડોલી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

  • સગીરાનું માઈન્ડ વોશ કરવા અશ્લીલ વિડીયો ડાઉનલોડ કરેલો મોબાઈલ ફોન અપાવ્યો હતો
  • છેલ્લા છ મહિનાથી સગીરાનો પીછો કરી સંબંધ બાંધવા દબાણ કરતો હતો
  • ડિંડોલીમાં રક્ષાબંધનના એક દિવસ પહેલા માનેલી બહેનની યુવકે છેડતી કરી

ડીંડોલી વિસ્તારમાં રહેતી 17 વર્ષની સગીર વયની દીકરીને તેની બાજુમાં રહેતા યુવકે બહેન માની હતી. ત્યારબાદ આરોપીએ બદકામ કરવાના ઇરાદે છેલ્લા છ સાત માસથી સતત સગીરાનો પીછો કરતો હતો. અને સગીરાને એક મોબાઇલ ફોન પણ અપાવ્યો હતો. તેમાં અશ્લિલ વિડીયો ડાઉનલોડ કરી આપ્યા હતા. પોતાની સાથે સંબંધ રાખવા જબરજસ્તી કરતો હતો. સગીરાનું માઈન્ડ વોશ કરવાના ઈરાદાથી ફોન આપ્યા બાદ હું તારી સાથે લગ્ન કરીશ અને ચાલ આપણે ભાગી જઈએ તેવી લાલચ આપી હતી.

જોકે કિશોરી તેની લાલચમાં ન આવતા મયુર શર્માએ તેણીને ધમકીઓ આપી હેરાન પરેશાન કરવાનું ચાલુ કર્યું હતું. સગીરાએ તેના પિતાને આ તમામ હકીકતની જાણ કરતા તેના પિતાએ આરોપી મયુર હર્ષ શર્મા વિરુદ્ધમાં ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ડિંડોલી પોલીસની ટીમે આરોપી મયુર હર્ષ શર્મા (ઉ.વ.32, રહે. અંબિકા હેવન્સ ડીંડોલી) ને ઝડપી પાડ્યો છે.

ભટારમાં જરીવાલા દંપત્તિએ મકાન પચાવી પાડવા વૃદ્ધને માર મારી સામાન ઘરની બહાર ફેંકી દીધો
સુરત: ભટારમાં રહેતા વૃદ્ધે જરીવાલા દંપત્તિ સાથે પોતાના મકાનનો સોદો કર્યા બાદ કેન્સર કરી દીધો હતો. પરંતુ જરીવાલા દંપત્તિની દાનત બગડતા મકાન પચાવી પાડવા માટે વૃધ્ધના ઘરે આવી ભારે હોબાળો કરી મારપીટ કરી વૃધ્ધને જાતિ વિષયક ગાળો આપી હતી. અને તેનો મોબાઇલ ફોન પણ લઈ માર મારી ઘરનો સામાન રસ્તા પર ફેંકી દીધો હતો. આખરે વૃદ્ધે પોલીસના શરણ લઈને ખટોદરામાં ફરિયાદ નોંધાવી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભટાર ખાતે વિશાલ નગર કો- ઓપરેટીવ હાઉસિંગ સોસાયટીમાં ૨હેતા ૭૩ વર્ષીય તુલસીદાસ કિશનલાલ સોલંકીએ અગાઉ ઉધના ભરતનગર પાસે આવેલા ઓમ સાંઈનગર સોસાયટીમાં રહેતા વિજયકુમાર શરદચંદ્ર જરીવાલા સાથે મકાન વેચવાનો સોદો કર્યો હતો. જોકે ત્યારબાદ આ સોદો તેઓએ કેન્સલ કરી દીધો હતો. ગતરોજ વૃદ્ધ પોતાના ઘરે હાજ૨ હતા ત્યારે વિજયકુમાર જરીવાલા તથા તેની પત્ની બિનિતાબેન જરીવાલા અને વિજય જરીવાલાના ઓળખીતા પાંચથી છ ઓળખીતા વ્યક્તિઓ તેના ઘરે આવ્યા હતા. અને તુલસીદાસને મકાન ખાલી કરવા માટે જણાવ્યું હતું. જોકે તુલસીદાસે જણાવ્યું હતું કે અમારી વચ્ચેનો સોદો કેન્સલ થઈ ગયો છે અને પોતાના પૈસા પાછા લઈ જવાનું જણાવ્યું હતું.

જેથી આરોપીઓએ ભેગા મળી તુલસીદાસના પાછળથી પકડી લઈ જાતિ વિષય ગાળો આપી તેનો મોબાઇલ લઇ લીધો હતો. અને પેટ ઉપર તથા પગના ભાગે લાતો મારી થપ્પડો અને ઢીકમુક્કીનો ઢોર માર માર્યો હતો. આ દરમિયાન તુલસીદાસે છોડી દેવા માટે આજીજી કરી હોવા છતાં પણ તેને નહીં છોડી તમામ આરોપીએ ભેગા મળી તુલસીદાસના ઘરનો રસ્તા પર ફેંકી દીધો હતો અને સામાનને નુકસાન કરી ઘરને તાળું મારી દીધું હતું. વૃદ્ધે આ અંગે ખટોદરા પોલીસમાં અરજી કરતા પોલીસે જરીવાલા દંપત્તિ અને પાંચ-છ અજાણ્યા સામે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top