SURAT

સરકારે ઔદ્યોગિક હેતુ માટેના બાંધકામ માટે FSI 1 થી વધારીને આટલી કરી દીધી

સુરત: (Surat) ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા તા. ર૭ ઓકટોબર, ર૦ર૧ના રોજ ગુજરાતના રાજ્ય કક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી (Minister) વિનોદ મોરડિયાને ઔદ્યોગિક હેતુ માટેના બાંધકામ માટે એફએસઆઈ (FSI) ને 1 થી વધારીને 1.8 FSI કરવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત પાઠવવામાં આવી હતી. આ અનુસંધાને ગુજરાતના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યું છે. જેમાં ઔદ્યોગિક હેતુ માટેના બાંધકામ (Construction) માટે 1.6 FSIની મંજૂરી આપવામાં આવી છે.

ચેમ્બરના પ્રમુખ આશીષ ગુજરાતીએ જણાવ્યું હતું કે, ઔદ્યોગિક હેતુ માટેના બાંધકામ માટે 1.6 FSIની જે મંજૂરી આપવામાં આવી છે તેને કારણે ઔદ્યોગિક બાંધકામનો ખર્ચ ઘટી શકશે અને પ્રોજેકટ કોસ્ટમાં ઘટાડો થશે. આથી ઔદ્યોગિક ક્ષેત્રે નવું રોકાણ કરનારા ઉદ્યોગકારોને ઘણી રાહત થઇ જશે. આ તકે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ સાંસદ સી.આર. પાટીલ અને રાજ્ય કક્ષાના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી વિનોદ મોરડિયાનો આભાર માન્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે જીઆઇડીસી અપગ્રેડેશન કમિટીના ભૂતપૂર્વ ચેરમેન મયુર ગોળવાલાએ આ મામલે મુખ્યમંત્રી,જીઆઇડીસીના એમડી અને જીઆઇડીસીના સંગઠન ફિઆમાં આ મામલે અગાઉ રજૂઆતો કરી હતી તે પછી જીઆઇડીસીના એમડી.એમ.થેન્નારસન એ પણ સરકાર ને દરખાસ્ત મોકલાવી હતી.

રેલવે સ્ટેશન નજીકની જગ્યા ખાલી કરાવવા કબજેદારોને નોટિસ અપાતાં કોર્ટમાં ફરિયાદ

સુરત: સુરત રેલવે સ્ટેશન નજીક ઓવલી જગ્યા ખાલી કરાવવા મુદ્દે સુરત મનપાએ સ્થાનિક કબજેદારો અને ભાડુઆતોને નોટિસ પાઠવી હતી. જેની સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવતાં કોર્ટે કલેક્ટર, પાલિકા કમિશનરને નોટિસ પાઠવી તા.10મી ડિસેમ્બરે હાજર રહેવાનો આદેશ કર્યો હતો.
આ કેસની વિગત મુજબ ઝાંપાબજારથી રેલવે સ્ટેશન જવાના રોડ ઉપર મોચીની ચાલમાં છેલ્લાં 100 વર્ષ કરતાં પણ વધુ સમયથી રહેતા કબજેદારોને કબજો ખાલી કરી દેવા માટે મનપાએ નોટિસ આપી હતી. અહીં ડિસ્ટ્રિક્ટ સેન્ટર બનાવવા માટેનું આયોજન કરાયું હતું. જેમાં 20થી વધુ અરજદારોએ સુરતની સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો અને દાદ માંગવામાં આવી હતી કે, મિલકતનો કબજો લેવામાં આવે ત્યારે તેઓને વૈકલ્પિક જગ્યા આપવામાં આવે, નહીંતર વળતરની રકમ 2013ના જમીન સંપાદનના કાયદા પ્રમાણે ચૂકવવી. જેમાં કોર્ટે ઇનચાર્જ જમીન સંપાદન અધિકારી, મનપા કમિશનર, ટાઉન પ્લાનિંગના ડાયરેક્ટર, નાયબ નગર નિયોજક, ટાઉન પ્લાનિંગ તેમજ સુરત કલેક્ટરને નોટિસ પાઠવી હતી.

Most Popular

To Top