SURAT

સુરત મેટ્રોને અન્ય પરિવહન સુવિધા સાથે જોડાશે, એક જ ટિકિટથી મેટ્રો, સિટીબસ, BRTSમાં મુસાફરી કરી શકાશે

સુરતઃ (Surat) સુરતના ડ્રીમ પ્રોજેકટ મેટ્રો રેલ (Metro rail) માટે આશરે 12000 કરોડનું રોકાણ થનાર છે. જેના માટે સરકારની સહયોગથી મેટ્રો રેલ કોર્પોરેશન માટે વિદેશી કંપનીઓની લોનની જોગવાઇ કરવામાં આવી છે. આવી જ એક એજન્સી ફ્રાન્સની ફ્રાન્સાઇઝ ડી ડેવલપમેન્ટ (એએફડી) અને તેની સિસ્ટર કન્સલ્ટ કેએફડબલ્યુ દ્વારા સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટના ઇન્સ્ફ્રાસ્ટ્રક્ચરને ૨૫૦ મિલિયન યુરો એટલે કે ૨૨૦૦ કરોડ રૂપિયા જેટલી લોન (Loan) આપવા તૈયારી બતાવી છે. તેથી આ બંને એજન્સીનું પ્રતિનિધિમંડળ સુરત આવી પહોંચ્યું છે.

પ્રતિનિધિમંડળ દ્વારા જુદી જુદી સાઇટની વિઝિટ કર્યા બાદ જીએમઆરસી અને મનપા કમિશનર સાથે મીટિંગ કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને મેટ્રો સ્ટેશન પર ઉતર્યા બાદ મુસાફરોને અન્ય જગ્યાએ પહોંચવા માટે આનુસાંગિક કનેક્ટિવિટી માટે શું આયોજન છે? તેવો સવાલ ફંડિંગ એજન્સીના પ્રતિનિધિઓએ કરતાં જીએમઆરસી દ્વારા મેટ્રો અને મનપાની માસ ટ્રાન્સપોટેશન સુવિધાના ઇન્ટીગ્રેટેડ પ્લાન અંગે પ્રેઝન્ટેશન કર્યુ હતું.

મંગળવારે સુરતમાં મેટ્રો રેલની જુદી જુદી સાઇટોની સ્થળની વિઝિટ કરીને પ્રતિનિધિમંડળ દ્વારા જીએમઆરસીના અધિકારીઓ સાથે મેરેથોન મીટિંગ કરવામાં આવી હતી જેમાં ફોરેનની ફંડિંગ એજન્સી દ્વારા મેટ્રો સાથે કનેક્ટિંગ માસ ટ્રાન્સપોટેશન સુવિધા અંગે સવાલો કરતા જીએમઆરસીના અધિકારીઓ દ્વારા જણાવાયું હતુ કે, સુરત મનપા સાથે સંકલન કરીને તમામ મેટ્રો સ્ટેશનની સાથે સિટી બસ, બીઆરટીએસ, સાયકલ શેરિંગ, અને ઓટો રિક્ષા સહીતની વ્યવસ્થા કનેક્ટ કરાશે. તેમજ એક જ ટિકીટના માધ્યમથી મેટ્રો, સિટી બસ, બીઆરટીએસ વગેરેમાં મુસાફરી કરી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાશે.

સુરત અને ઉધનાના રેલવે સ્ટેશનને નવા બનાવવાની કામગીરી હવે વેસ્ટર્ન રેલવે દ્વારા કરવામાં આવશે

સુરત : દેશમાં વિવિધ રેલવે સ્ટેશનને વિકસાવવા માટે રેલવે મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલો આઈઆરએસડીસી વિભાગ કેન્દ્ર સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. જોકે, આ વિભાગ બંધ કરી દેવા છતાં પણ સુરત તેમજ ઉધનાના નવા રેલવે સ્ટેશનના પ્રોજેકટને કોઈ અસર થશે નહીં. આ બંને પ્રોજેકટ પીપીપીના ધોરણે કરવાના હોવાથી આઈઆરએસડીસી બાદ હવે રેલવેના ઝોન દ્વારા આ પ્રોજેકટોને આયામ આપવામાં આવશે. ઉધનાના નવા રેલવે સ્ટેશન માટે કામગીરી શરૂ થઈ ચૂકી છે પરંતુ સુરત રેલવે સ્ટેશનને નવું બનાવવાનો પ્રોજેક્ટ છેલ્લા ઘણા સમયથી વિલંબમાં ચાલી રહ્યો છે ત્યારે હવે ઝોનને કામગીરી સોંપાતા તેમાં ઝડપ આવશે કે કેમ? તે સમય જ કહેશે.

Most Popular

To Top