સુરત: (Surat) સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની (Metro Rail Project) કામગીરી માટે સુરત મહાનગર પાલિકા દ્વારા ગાંધીબાગ સર્કલથી મક્કાઈ પુલ સુધીનો આશરે 2968 ચોરસ મીટર રસ્તો કાયમી ધોરણે બંધ કરવા વિચારણા કરી રહી છે. સને ૧૯૪૯ ની ઘી.બી.પી.એમ.સી. એક્ટ-૧૯૪૯ની કલમ ૨૦૩(૨) મુજબ જાહેર જનતાને જણાવવાનું કે, વોર્ડ નં.૧(નાનપુરા), નોંધ નં.૧ ગાંધીબાગ વાળી જગ્યાની દક્ષિણે આવેલ મ્યુ. રસ્તા પૈકીની ગાંધીજી સ્ટેચ્યુ સર્કલ (ચોક) થી સ્વામી વિવેકાનંદ (મકાઈપુલ) સર્કલ (Makkai pool circle) સુધીના આશરે ક્ષેત્રફળ ૨૯૬૮ ચો.મી. જમીનનો જાહેર રસ્તા તરીકેનો ઉપયોગ કાયમી ધોરણે બંધ કરવા વિચારણા હેઠળ છે. સદરહુ જમીનનો જાહેર રસ્તા તરીકેનો ઉપયોગ કાયમી ધોરણે બંધ થાય તે બાબતમાં આજુબાજુનાં રહીશોને તથા અન્ય કોઈપણ શખ્સને કોઈપણ વાંધાઓ હોય તો, આ નોટીસ પ્રસિધ્ધ થયેથી માસ-૧ (એક) માં મ્યુનિ. કમિશ્નરશ્રી, સુરત મહાનગરપાલિકા, સુરતને લખી મોકલી આપવા જણાવાયુ છે. ઉપરોક્ત નિયત મુદતમાં આવેલ વાંધા અરજીઓ મ્યુનિ. કોર્પોરેશનની સભામાં રજુ કરવામાં આવશે અને તે સભા આવેલ વાંધાઓ ઉપર વિચાર કરી યોગ્ય નિર્ણય કરશે.
- ગાંધીજી સ્ટેચ્યુ સર્કલ (ચોક) થી સ્વામી વિવેકાનંદ (મકાઈપુલ) સર્કલ સુધીના આશરે ક્ષેત્રફળ ૨૯૬૮ ચો.મી. જમીનનો જાહેર રસ્તા તરીકેનો ઉપયોગ કાયમી ધોરણે બંધ કરવા વિચારણા હેઠળ
- કોઈપણ શખ્સને કોઈપણ વાંધાઓ હોય તો, આ નોટીસ પ્રસિધ્ધ થયેથી માસ-૧ (એક) માં મ્યુનિ. કમિશ્નરશ્રી, સુરત મહાનગરપાલિકા, સુરતને લખી મોકલી આપવા જણાવાયુ
સુચિત બંધ કરવા ધારેલ રસ્તાની વિગતો દર્શાવતો નકશો સુરત મહાનગરપાલિકાની નાનપુરા, બહુમાળી બિલ્ડીંગની પાછળ આવેલ ટાઉન પ્લાનીંગ ખાતા તથા સંકલિત વોર્ડ ઓફિસ, વોર્ડ નં. ૧/બી મક્કાઈપુલ (સેન્ટ્રલ ઝોન)ના નોટીસ બોર્ડ ઉપર જાહેર જનતાની જાણ તથા જોવા માટે પ્રદર્શિત કરવામાં આવેલ છે. જે રજાના દિવસો સિવાય ઓફિસ સમયમાં જાહેરાતની મુદત દરમ્યાન જોઈ શકાશે. સદર નકશો સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ www.suratmunicipal.gov.in/information/pressrelease ના સેકશન પર જોઈ શકાશે.