સુરત મેટ્રોની કામગીરીને લઈ રાજમાર્ગ પર આજથી થયા આ ફેરફાર

સુરત: (Surat) શહેરમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા મેટ્રો પ્રોજેક્ટ (Metro Project) ની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને અનુસંધાનને જાહેર જનતાને તકલીફ ન પડે તે માટે અફેક્ટેડ એરિયામાં ઘણા રસ્તાઓને ડાયવર્ઝન (Diversion) આપવામાં આવ્યા છે. હાલમાં રાજમાર્ગ પર મહિધરપુરા પાસે ચાલી રહેલી મેટ્રોની કામગીરીને કારણે સિટીબસના રૂટ (City Bus Root) ડાયવર્ટ કરાયા છે. રવિવારથી સિટીબસના 8 રૂટ ડાયવર્ટ કરવામાં આવશે. આ ઉપરાંત મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ કમિશનર દ્વારા ભવિષ્યમાં થનારા ડાયવર્ઝન માટે ટ્રાફિક વિભાગ સાથે જરૂરી સંકલન કરી સિટી તથા બીઆરટીએસ રૂટોમાં ફેરફાર કરવામાં આવશે તેમ પણ મનપા દ્વારા જણાવાયું છે.

  • કયા કયા રૂટ ક્યા ડાયવર્ટ કરાયા
  • સિટીબસ રૂટ ડાયવર્ઝન
  • રેલવે સ્ટેશનથી આભવા વાયા રિંગ રોડ
  • રેલવે સ્ટેશનથી જહાંગીરપુરા વાયા ચંદ્રશેખર આઝાદ બ્રિજ (જીલાની બ્રિજ)
  • રેલવે સ્ટેશનથી ઓલપાડ વાયા રિંગ રોડ
  • રેલવે સ્ટેશનથી ખજોદગામ વાયા રિંગ રોડ
  • રેલવે સ્ટેશનથી યુનિવર્સિટી વાયા રિંગ રોડ
  • રેલવે સ્ટેશનથી વરીયાવ ગામ વાયા ચંદ્રશેખર આઝાદ બ્રિજ
  • ગ્રીનસિટી ભાઠાથી રેલવે સ્ટેશન વાયા ચંદ્રશેખર આઝાદ બ્રિજ
  • ઉમરાગામથી કાપોદ્રા વાયા રિંગ રોડ

હાલમાં શહેરમાં મેટ્રોના પ્રથમ ફેઝની કામગીરી માટે 6 મેઈન રોડ પણ વાહનવ્યવહાર માટે આંશિક બંધ કરી દેવાયા છે. જેમાં ડ્રીમસિટીથી સરથાણાના 21.61 કિ.મીના રૂટ માટે મેટ્રોની કામગીરી પુરઝડપે ચાલી રહી છે. હાલમાં 14.59 કિ.મીના એલીવેટેડ રૂટ અને 7.02 કિ.મીના અંડરગ્રાઉન્ડ રૂટની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સુરત મેટ્રોમાં ફેઝ-2 માં કુલ ભેસાણથી સારોલી સુધીનો કુલ 18.74 કિ.મીનો રૂટ છે. જે પૈકી હાલ ભેસાણથી મજૂરાગેટ સુધીના 10.55 કિ.મીના રૂટ માટે ટેન્ડર મંગાવાયા છે. જેમાં કુલ 11 સ્ટેશનો હશે.

રૂા. 12,114 કરોડના મહત્વાકાંક્ષી સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે પ્રથમ ફેઝની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. પ્રથમ ફેઝની કામગીરીમાં કાદરશાની નાળથી ડ્રીમસીટીના 10 કિ.મી નાએલીવેટેડ રૂટની કામગીરી સદ્ભાવ એન્જીનીયરીંગ અને એસ.પી સીંગલા દ્વારા કરવામાં આવી રહી છે. તો કાપોદ્રા રેમ્પથી સુરત રેલવે સ્ટેશનના 3.46 કિ.મીના અંડરગ્રાઉન્ડ રૂટની કામગીરી ગુલેમાર્ક દ્વારા તો સુરત રેલવે સ્ટેશન-ચોકબજારના 3.5 કિ.મી ના અંડરગ્રાઉન્ડ રૂટની કામગીરી જે.કુમાર દ્વારા હાલ કરવામાં આવી રહી છે. જેથી જીએમઆરસીએ સુરત મેટ્રોની કામગીરી ઝડપથી પુર્ણ કરવા બીજા ફેઝની કામગીરી પણ શરૂ કરવા તૈયારી કરી લીધી છે. જેથી ફેઝ-2 ના ભેસાણથી મજૂરાગેટ સુધીના એલીવેટેડ રૂટ માટે ટેન્ડર મંગાવવામાં આવ્યા છે.

Most Popular

To Top