SURAT

સુરત: અશ્વિનીકુમાર વિસ્તારમાં મેટ્રો રેલના કામ માટે 1,125 ચોરસમીટર જમીનની માંગણી કરાઈ

સુરત: (Surat) શહેરના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો રેલને (Metro Rail) ઝડપથી આગળ વધારવા માટે મનપા દ્વારા પણ સતત સહકાર આપવામાં આવી રહ્યો છે તેમજ ગુજરાત મેટ્રો રેલ કોપોર્રેશને (GMRC) જરૂરી જગ્યાઓની ફાળવણી પણ ફટાફટ થઇ રહી છે. અગાઉ અલથાણ, પાલ અને લંબેહનુમાન રોડ પર લીઝથી જમીનો ફાળવ્યા બાદ હવે અશ્વિનીકુમાર વિસ્તારમાં મેટ્રો રેલ પ્રોજેકટના કામ માટે 1,125 ચોરસમીટર જમીનની (Land) માંગણી જીએમઆરસી દ્વારા કરાઇ હોય તેની ફાળવણી માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત મુકવામાં આવી છે.

  • મેટ્રો રેલ સ્ટેશન- એન્સિલરી બિલ્ડિંગ માટે લંબે હનુમાન રોડ નજીકના જુના એસટીપીની જમીન ફાળવાશે
  • આ સ્થળે જુનું સુએઝ પંપીગ સ્ટેશન છે. જે હાલમાં કાર્યરત નથી

જેમાં જમીનનો કબ્જો હાલમાં સુરત મહાનગર પાલિકા હસ્તક છે. આ સ્થળે જુનું સુએઝ પંપીગ સ્ટેશન છે. જે હાલમાં કાર્યરત નથી. જેથી આ સુએઝ પંપીગ સ્ટેશનને દૂર કરવામાં આવશે. ગુજરાત મેટ્રો રેલને પ્રવર્તમાન જંત્રી ભાવે પ્રિમીયમ અને 2.50 પ્રતિચો.મીટરના લેખે વાર્ષિક ભાડું તથા 99 વર્ષના ભાડાપટ્ટે ફાળવણી કરવા માટે સ્ટેન્ડિંગ સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. શાસકો સમક્ષ મુકાયેલી દરખાસ્તમાં ટી.પી સ્કીમ નં 4 (અશ્વિનીકુમાર-નવાગામ), ફાઇનલ પ્લોટ નં એમ/7 પૈકી વાળી જમીન સેન્ટ્ર્લ વેરહાઉસ પાસે બનનારા મેટ્રો સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝીટ તેમજ અમુક હેતુ માટેની બિલ્ડીંગના માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા સુરત મનપા પાસે 272 ચોરસમીટર જમીન મેટ્રો સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝિટ માટે જ્યારે 853 ચોરસમીટર જમીન એન્સીલરી બિલ્ડીંગ માટે ફાળવવા માંગણી કરી છે.

આઉટર રિંગરોડ માટે ચાર મિલ્કતોનું ડિમોલીશન કરવાની દરખાસ્ત

સુરત : સુરત મનપા અને સુડા વિસ્તારને આવરી લઇને બની રહેલા આઉટ રિંગરોડનું કામ ઝડપભેર આગળ વધી રહ્યું છે. થોડા દિવસ પહેલા સુરત મનપા દ્વારા તેના હિસ્સામાં આવતા આઉટર રિંગ રોડને આગળ વધારવા માટે ટેન્ડર મંજુર કર્યા બાદ હવે આ રસ્તાને 90 મીટરની લાઇનદોરીનો અમલ કરવા માટે નડતર રૂપ મિલકતો ત્રણ જમીન પરની મિલકતો ડિમોલીશન કરવા માટે શાસકોની મંજુરી માંગતી દરખાસ્ત સ્થાયી સમિતિમાં મુકવામાં આવી છે.

આઉટર રિંગ રોડમાં સુરત મનપાની ત્રણ ટી.પી.નો સમાવિષ્ટ થાય છે જેમાં ટી.પી. 37 (વરીયાવ) તેમજ તેની બાજુમાં નોનટીપી વિસ્તારમાં સમાવિષ્ટ બ્લોક નંબર 13 વાળી જગ્યામાં 255.37 ચોરસ મીટર જમીન તેમજ, ટી.પી.46 (જહાંગીરપુરા)ની બાજુમાં નોનટીપી વિસ્તારમાં 346 ચોરસ મીટર, 90 મીટર, અને 130 ચોરસ મીટર જમીન એમ એલગ અલગ જગ્યાઓ પરની મિલકતોનું ડિમોલીશન કરવા મંજુરી માંગતી દરખાસ્ત શાસકો સમક્ષ મુકવામાં આવી છે.

Most Popular

To Top