SURAT

સુરત મેટ્રોના પ્રથમ ફેઝના અંતિમ ભાગ એવા કાપોદ્રા રૂટ પર પીલર બનાવવાની કામગીરી શરૂ

સુરત: (Surat) ભવિષ્યની ટ્રાફિકની (Traffic) સમસ્યાને ધ્યાને રાખી શહેરીજનોને માસ ટ્રાન્સપોર્ટેશનની (Mass Transportation) સુવિધા આપવા માટે શહેરમાં સુરત મેટ્રો પ્રોજેક્ટ (Surat Metro Project) શરૂ કરાયો છે. શહેરમાં મેટ્રો રેલ બે ફેઝમાં તૈયાર થઈ રહી છે. પ્રથમ ફેઝમાં સરથાણાથી ડ્રીમસીટી અને સારોલીથી ભેંસાણ સુધીના રૂટ પર કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ત્યારે સુરત મેટ્રોના પ્રથમ રૂટના અંતિમ ભાગ કાપોદ્રા પાસે મેટ્રોનો એલીવેટેડ રૂટ હશે. જ્યાં પણ પીલર કન્સટ્રક્શનની (Construction) કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

  • મેટ્રોના પ્રથમ ફેઝનો અંતિમ ભાગ કાપોદ્રા રૂટ પર પણ પીલર બનાવવાની કામગીરી શરૂ
  • પ્રથમ ફેઝમાં કાપોદ્રા પછી 4 એલીવેટેડ સ્ટેશનો આકાર લેશે: જે માટેના પીલર કન્સટ્રક્શનનું કામ પણ શરૂ કરાયું

રણજીત બિલ્ડકોન લિ. દ્વારા સુરત મેટ્રોના પ્રથમ ફેઝના 41.93 કિમી સુરત મેટ્રો ફેઝ 1 પ્રોજેક્ટના 4.15 કિમી સરથાણા – નોર્થ રેમ્પ (પેકેજ CS4) માટે પ્રથમ પિલર કન્સટ્રક્શનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં મેટ્રો રેલ બે ફેઝમાં તૈયાર થઈ રહી છે. પ્રથમ ફેઝમાં સરથાણાથી ડ્રીમસીટી અને સારોલીથી ભેંસાણ સુધીના રૂટ પર કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. શહેરના કોટ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો ટનલ માટેનું કામ પણ પૂર ઝડપે ચાલી રહ્યું છે.

પેકેજ CS-4 એ સુરતની પ્રથમ રૂટની 22.77 કિમી લાઈન-1નો ચોથો અને અંતિમ વિભાગ છે જે સરથાણા-ડ્રીમ સિટીને 20 સ્ટેશનો દ્વારા જોડશે. તેનું વાયડક્ટ શહેરના ઉત્તર-પૂર્વ ભાગમાં સરથાણા, નેચર પાર્ક, વરાછા ચોપાટી ગાર્ડન અને શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ ખાતેના 4 એલિવેટેડ સ્ટેશનોમાંથી પસાર થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રણજીત બિલ્ડકોન દ્વારા કાપોદ્રાના અંતિમ પેકેજની કામગીરી કુલ રૂા. 384.47 કરોડના ખર્ચે થઈ રહ્યું છે.

રણજીત બિલ્ડકોન દ્વારા જાન્યુઆરી 2023માં વરાછા ચોપાટી ગાર્ડન અને શ્રી સ્વામિનારાયણ મંદિર કલાકુંજ વચ્ચે પાઈલ લોડ ટેસ્ટિંગ કામો શરૂ કરી દેવાયું હતું અને હવે આ સાઈટ પર પીલર કન્સટ્રક્શનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. કાપોદ્રાના અંતિમ પેકેજ પર રણજિત બિલ્ડકોન દ્વારા (પેકેજીસ CS1 અને CS4) ના બંને છેડે થાંભલા અને વાયાડક્ટનું કામ થઈ રહ્યું છે અને મધ્યમાં ટનલ બનાવવાનું કામ ગુલેરમાક-સેમ દ્વારા અને જે કુમાર ઇન્ફ્રા દ્વારા થઈ રહ્યું છે.

Most Popular

To Top