સુરત: (Surat) સુરત મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં અંદાજે 12 રૂટ પર મેટ્રોની (Metro Train) કામગીરી શરૂ કરવાના કારણે વાહનવવહારને ડાયવર્ટ કરવામાં આવ્યા છે તેમજ જે તે વિસ્તારોમાં વાહન વ્યવહાર ડાયવર્ટ કરવા માટે બેરીકેડ લગાવાયા છે. જેના કારણે આ રૂટ પર આવેલા તમામ દુકાનદારો (Shop Keeper), ગોડાઉનવાળા, વિવિધ ઓફિસ સંચાલકો, આરોગ્યકીય સેવાઓ તથા જીવન જરૂરિયાતની સેવા પુરી પાડતા તમામ ધંધાર્થીઓને એક વર્ષ જેટલા લાંબાગાળા માટે ધંધો વ્યવસાયમાં (Business occupation) ખુબ જ મોટી ખોટ ભોગવવાનો વારો આવશે, જેથી તેઓને મનપા દ્વારા યોગ્ય વળતર (Compensation) આપવામાં આવે તેમજ એક વર્ષ માટે મનપાના મિલકત વેરાઓ તેમજ વિવિધ યુટિલિટી ચાર્જીસ ભરવામાંથી મુક્તિ આપવામાં આવે એવી માંગણી કોંગ્રેસના પુર્વ કોર્પોરેટર અને હાલમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દિનેશ કાછડીયા દ્વારા મનપા કમિશનર સમક્ષ કરવામાં આવી છે.
સુરત (Surat) માટે મહત્વાકાંક્ષી એવા મેટ્રો રેલ (Metro Rail) પ્રોજેકટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. મનપાના સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશે પટેલે તો જાહેરાત કરી દીધી છે કે, ડિસેમ્બર 2023 સુધીમાં શહેરમાં મેટ્રો રેલ દોડતી થઈ જશે. હાલમાં શહેરમાં મેટ્રોના પ્રથમ ફેઝની (First Faze) કામગીરી માટે 6 મેઈન રોડ પણ વાહનવ્યવહાર માટે આંશિક બંધ કરી દેવાયા છે. ત્યારે હવે મેટ્રોના 40.35 કિ.મીના પ્રથમ ફેઝના રૂટ (Route) માટે કુલ 72 કોચ માટે જીએમઆરસી (GMRC) દ્વારા ટેન્ડર (Tendor) મંગાવવામાં આવ્યા છે. જેમાં ડ્રીમસિટીથી (Dream city) સરથાણાના (Sarthana) 21.61 કિ.મીના રૂટ માટે કુલ 45 કોચ અને ભેંસાણથી સારોલી સુધીના 18.74 કિ.મી ના રૂટ માટે કુલ 27 કોચ રહેશે.
રૂા. 12,114 કરોડના મહત્વાકાંક્ષી સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે પ્રથમ ફેઝની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. પ્રથમ ફેઝના 40.35 કિ.મી ના રૂટ માટે 72 કોચ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (Gujrat Metro Rail Corporation) દ્વારા ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. જેમાં ડ્રીમસિટીથી સરથાણાના રૂટ પર શરૂઆતના તબક્કામાં કુલ 15 મેટ્રો રેલ દોડશે અને સારોલીથી ભેંસાણના રૂટ પર કુલ 9 મેટ્રો રેલ દોડશે તેમ જીએમઆરસીના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. મેટ્રોના ફેઝ-1 માટે હાલમાં કુલ 72 કોચ માટે જીએમઆરસી દ્વારા ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. જેમાં ડ્રીમસિટીથી સરથાણાના રૂટ 15 રેલ દોડશે. તેમજ સારોલીથી ભેંસાણ સુધીના રૂટ પર 9 મેટ્રો રેલ દોડશે. પ્રત્યેક રેલમાં 3-3 કોચ હશે. 3 કોચ મળીને 1 મેટ્રો રેલમાં 764 લોકો મુસાફરી કરી શકશે. જે પૈકી 136 લોકો બેસી શકશે અને અન્ય 528 માટે ઉભા રહેવાની કેપેસિટી હશે.