SURAT

ઠંડીની શરૂઆત: સુરતમાં 48 કલાકમાં રાતનું તાપમાન આટલું ઘટી ગયું

સુરતઃ (Surat) સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી ઠંડી (Cold) ધીમે ધીમે પગપેસારો કરી રહી છે. વિતેલા ૪૮ કલાકમાં જ રાતના તાપમાનમાં (Temperature) સાડા ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. આજે લઘુત્તમ તાપમાન ૧૮.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાતા રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો.

  • શહેરમાં ઠંડીનું આગમન: 48 કલાકમાં રાતનું તાપમાન સાડા ત્રણ ડિગ્રી ગગડયું
  • મહત્તમ તાપમાનમાં પણ દોઢ ડિગ્રી ઘટાડો, તાપમાન ૩૨ ડિગ્રી નોંધાયું
  • આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ વધે તેવી આગાહી હવામાન વિભાગે કરી

હવામાન વિભાગના (Meteorological department) જણાવ્યા મુજબ હવે ઠંડીનો દોર શરૂ થઈ રહ્યો છે. ઉત્તરભારતમાં જમ્મુ-કાશ્મીર ઉત્તરાખંડ સહિતના વિસ્તારોમાં સતત વરસી રહેલા હિમવર્ષાને કારણે ધીમે ધીમે ઠંડી આગળ વધી રહી છે. મેદાની વિસ્તારોમાં ઠંડીનું આગમન થતાં પવનોની દિશામાં પણ ફેરફાર જોવા મળ્યો છે. સુરત શહેરની વાત કરીએ તો છેલ્લા બે દિવસથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ગઈકાલે લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી ગગડ્યા બાદ આજે વધુ બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. વિતેલા ૪૮ કલાકમાં લઘુતમ તાપમાનમાં સાડા ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જેને પગલે આજે લઘુત્તમ તાપમાન 18.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન દોઢ ડિગ્રી ઘટીને ૩૨ ડિગ્રી નોંધાયું હતું. બપોર બાદ શહેરમાં પવનોની દિશા બદલાઈને પૂર્વની નોંધાઈ હતી. આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ વધે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આજે પણ શહેરમાં બે કિલોમીટરની ઝડપે ઉત્તરનો પવન ફૂંકાયો હતો. જેને કારણે ઠંડીમાં વધારો થશે અને તાપમાન હજુ ઘટશે.

નવસારીમાં ગઈકાલે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયુ હતું
નવસારી: નવસારીમાં ગઈકાલે લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાતાં ઠંડીમાં વધારો થયો હતો. જ્યારે મહત્તમ તાપમાન અડધો ડિગ્રી ગગડ્યું હતું. નવસારીમાં ગત 1લી નવેમ્બરે નવસારીમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયું હતું. ત્યારબાદ ગત 2જી નવેમ્બરે લઘુત્તમ તાપમાન વધીને 16.5 ડિગ્રી નોંધાયું હતું. ત્યારબાદથી લઘુત્તમ તાપમનમાં સતત વધારો થઇ રહ્યો હતો. જેથી નવસારીમાં ઠંડીમાં ઘટાડો થયો હતો. બુધવારે નવસારીમાં લઘુત્તમ તાપમાન 18.4 ડિગ્રી નોંધાયું હતું. જો કે ગુરુવારે લઘુત્તમ તાપમાન ગગડતાં 2.4 ડિગ્રી ગગડીને 16 ડિગ્રી નોંધાયું હતું. જેના પગલે ઠંડીમાં વધારો થયો હતો. જ્યારે મહત્તમ તાપમાન અડધો ડિગ્રી ગગડીને 33.5 ડિગ્રી નોંધાયું હતું. ગુરુવારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 98 ટકા હતું. જે બપોર બાદ ઘટીને 23 ટકા જેટલું નીચું રહ્યું હતું. દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ દિશાએથી 8.4 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો.

Most Popular

To Top