સુરત: (Surat) ગુરૂવારની મધ્યરાત્રિથી પરોઢ સુધી સ્વચ્છ આકાશમાં ઓરીયોનીડસ ઉલ્કાવર્ષા (Orionidus meteor shower) જોવા મળવાની છે. રાજયમાં પૂર્વથી ઉતર તરફ ઈશાન કોણ આ ઉલ્કાવર્ષા જોવા મળશે. સુરતમાં 10.74 અંશની ઊંચાઈએ આ નજારો જોવા મળશે. ચંદ્રની (Moon) તેજસ્વીતાના કારણે નરી આંખે જોવામાં તકલીફ પડશે. પ્રત્યેક પરિવારના ઘરમાં ટેલિસ્કોપ (Telescope), દૂરબીન જેવા ઉપકરણ ઉપલબ્ધ થાય અને લોકો આ અદ્ભૂત નજારો જોઈ શકે તે માટે જાથાએ પ્રયાસો આદર્યા છે.
જાથાના રાજય ચેરમેન જયંત પંડયાએ જણાવ્યું હતું કે, ગુરૂવાર મધ્યરાત્રિ 11.30 કલાકથી સવારના 05.30 કલાક દરમિયાન કલાકના 20 મીટરની ગતિએ ઉલ્કાવર્ષા પડતી જોવા મળશે. વર્તમાન યુગ ટેલિસ્કોપને શેરીના ચોકમા ગોઠવી, લોકોને અભિમુખ કરવાની જરૂર છે. વિજ્ઞાન જાથા દેશભરમાં સફળતાના કારણમાં વાસ્તવિકતા સ્વીકારી કામ કરે છે. ઉલ્કાવર્ષા દિવસે જોવા મળતી નથી સતત ત્રણ દિવસ સુધી ક્રમિક ઉલ્કાવર્ષા જોવા મળશે. નરી આંખે નિર્જન જગ્યાએથી આહલાદક જોઈ શકાશે. ઉલ્કાવર્ષા વર્ષ દરમિયાન 10 થી 12 વખત અને ઓછામાં ઓછી 5 વખત આકાશમાં જોવા મળે છે.
આ ઉલ્કાવર્ષાનો પાછળ ધૂમકેતુઓ કારણભૂત છે. ઉલ્કા પડતી હોય ત્યારે સેકન્ડના 30 કિલોમીટરનો વેગનો અનુમાન રખાય છે. વાતાવરણમાં રહેલ વાયુઓ સાથે ઘર્ષણના કારણે આ ટુકડાઓ સળગી ઉઠે છે અને તેજ લીસોટા, અગ્નિ સ્વરૂપે આકાશમાં જોવા મળે છે. તેને પ્રકારમાં ફાયરબોલ, અગનગોળા કે ઉલ્કાવર્ષા કહેવાય છે. ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગેનાઈઝેશન ઉલ્કા પડવાની નોંધ રાખે છે. ઉલ્કાવર્ષા નિહાળવા મધ્યરાત્રિ બાદ અને વહેલી પરોઢનો સમય શ્રેષ્ઠ છે.