સુરત: એક તરફ સુરત મનપાની તિજોરીમાં તળિયું આવી ગયું હોવાની વાતો થાય છે અને બીજી તરફ નેતાઓના ખર્ચા પર કોઈ કાપ મુકવામાં આવી રહ્યો નથી. સુરતના મેયર માટે 5 કરોડના ખર્ચે આલીશાન મહેલ જેવો બંગલો બનાવાયા બાદ હવે તેના મેઈન્ટેનન્સ સહિતના ખર્ચાઓ એક પછી એક વિવાદ સર્જી રહ્યાં છે. ગયા વર્ષે ઈલેક્ટ્રીક બિલનો વિવાદ થયા બાદ હવે મેયરના બંગલા માટેના વાસણની ખરીદીનો વિવાદ ઉભો થયો છે.
(Surat) સુરત મનપાના (SMC) મેયર (Mayor) માટે 5 કરોડના ખર્ચે બનેલા અધ્યત બંગલાની (Bungalow) અન્ય ખરીદી માટે પણ હવે મંજુરી મેળવવામાં આવી રહી છે. ત્યારે મેયર બંગલામાં માત્ર વાસણોની ખરીદીનું (Purchase of utensils) અઢી લાખ રૂપિયાનું બીલ (Bill) મંજુરી (permission) માટે આવતા આશ્ચર્ય ફેલાયું છે. વિપક્ષના (Opposition) સભ્યોએ જાહેર બાંધકામ સમિતિમાં (Public Works Committee) આ દરખાસ્તને (Proposal) મંજુરી આપવા સામે વિરોધ (Oppose) કરતા શાસકોએ બહુમતિના જોરે આ ખરીદીને મંજુરી આપી દીધી હતી. અત્રે ઉલ્લખનીય છે કે, ગાર્ડન એરિયામાં છોડ માટે પોણા ત્રણ લાખ રૂપિયા, એરકન્ડિશનના આઉટડોરમાંથી નીકળતા ડ્રેઇન વોટર નિકાલની પાઇપ નાંખવા 1.46 લાખ રૂપિયાનો ખર્ચ થતાં પણ વિવાદ થયો હતો.
- મેયરનો આલિશાન બંગલો અને તેના વિવાદો શરૂઆતથી જ ચર્ચામાં, અગાઉ ઈલેક્ટ્રીક બિલના લીધે વિવાદ થયો હતો
- રૂપિયા 5 કરોડના ખર્ચે આલીશાન બંગલો મેયર માટે બનાવાયો છે, આ બંગલાની કામગીરી 4 વર્ષે પૂરી થઈ હતી
સુરતના મેયરના બંગલાનું ગયા વર્ષે જુલાઈ મહિનાનું અધધધ ઈલેક્ટ્રીક બિલ આવ્યું હતું. મેયર હેમાલી બોધાવાલાના સરકારી બંગલાનં ઇલેક્ટ્રિક બિલ 51890 રૂપિયા આવ્યું હતું. મે મહિનાનું બિલ 12,120 રૂપિયા તો અન્ય મહિનાઓનું લાઈટ બિલ 3560 રૂપિયા હતું. તો અચાનક કેવી રીતે લાઈટ બિલ વધી ગયું તેવો સવાલ ઉભો થયો હતો.
તમને જણાવી દઈએ કે કે, સુરતમાં મેયરનો બંગલો પાંચ કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે. બંગલાની કામગીરી 4 વર્ષે પૂર્ણ થઈ હતી. આ બંગલોમાં સિક્યુરિટી કેબિન, સર્વન્ટ ક્વાર્ટસ, વેઈટિંગ એરિયા, ઓફિસ, ગેસ્ટ રૂમ, ફોર્મલ લિવિંગ રૂમ, ફોર્મલ ડાઈનિંગ રૂમ, મેડીટેશન રૂમ, માસ્ટર બેડ રૂમ, કિચન, સ્ટોર રૂમ, યુટિલિટી રૂમ, ફેમિલી ડાઇનિંગ, ફેમિલી શીટિંગ, પૂજા રૂમ, કોર્ટયાર્ડ જેવી અનેક સુવિધાઓ છે. સુરતના મેયર માટે બનાવાયેલા આ આલિશાન મહેલ મામલે અગાઉ પણ વિવાદ થઈ ચૂક્યો છે.