SURAT

સુરત: બે વર્ષથી પતિથી અલગ રહેતી પરિણિતાએ પુત્રને જન્મ આપ્યો અને પછી થયું આવું

સુરત: (Surat) પિયરે જઈને બે વર્ષ બાદ દહેજને લગતી ખોટી ફરિયાદ કરનાર પરિણીતા સામે કોર્ટે (Court) લાલ આંખ કરી હતી. લગ્ન જીવન (Marriage Life) જેવા પવિત્ર સંબંધ પર ડાઘ લગાડે તેવું વ્યભિચારી જીવન જીવવાનું પત્નીનું કૃત્ય કોર્ટની સામે આવતા કોર્ટે (Court) દહેજના કેસમાં સાસરિયાઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

  • બે વર્ષથી પતિથી અલગ રહેતી હતી તો પણ પુત્રને જન્મ આપ્યો
  • પત્નીનું વ્યાભિચારી જીવન કોર્ટ સમક્ષ આવતા દહેજના કેસમાં સાસરિયાનો નિર્દોષ છૂટકારો

કેસની વિગત એવી છે કે વેસુ વિસ્તારમાં રહેતી પ્રિયંકા( નામ બદલ્યું છે)ના લગ્ન 2009માં અભિષેક સોની( નામ બદલ્યું છે) સાથે થયા હતાં. તેમને સંતાનમાં એક પુત્ર છે. લગ્નના થોડા સમય બાદ પ્રિયંકાએ સાસરી પક્ષની યેનકેન પ્રકારે હેરાનગતિ શરૂ કરી હતી. નાની-નાની વાતે તે સાસરિયાઓ સાથે ઝગડો કરતી હતી. દહેજના કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી. પ્રિયંકા સતત તેના પિયરે રહેતી હતી. પ્રિયંકા તેના માતા-પિતાની ચઢામણીમાં આવીને પતિ સાથે ઝગડો કરતી હતી. તે પતિને ઘર જમાઈ તરીકે લઈ જવા દબાણ કરતા મોટો ઝગડો થતાં અભિષેક સાસરીમાં રહેવા માટે જતો રહ્યો હતો. ત્યાં પ્રિયંકાના અન્ય સંબંધોની જાણ થઈ હતી.

ત્યાર બાદ અભિષેક પોતાના ઘરે રહેવા આવ્યો હતો. 2011 થી અભિષેકના પત્ની પ્રિયંકા સાથે કોઈ પણ સંબંધો ન હતો. પ્રિયંકા તેના પ્રેમી સાથે લગ્ન કરવા માંગતી હતી તેથી પતિને ડિવોર્સ આપી દેવા દબાણ કરતી હતી. પતિ અભિષેકે પુત્રના ભવિષ્ય માટે ડિવોર્સ આપવાની ના પાડી હતી. ત્યાર બાદ પ્રિયંકા રૂપિયા માંગવા લાગી હતી. તેની આ માંગણી નહીં સંતોષાતા પ્રિયંકાએ પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ દહેજને લગતી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. કોર્ટમાં પોલીસે ચાર્જશીટ કરી હતી.

આરોપીઓ તરફે એડવોકેટ પ્રિતી જોષી તથા સંદિપ આર. પટેલે હાજર રહી દલીલો કરી હતી. આરોપી તરફે એડવોકેટે દલીલો કરી હતી કે પ્રિયંકા વ્યભિચારી જીવન જીવે છે. પતિ સાથે ડિવોર્સ થયા નથી બે વર્ષથી વધુ સમયથી પતિથી અલગ રહે છે છતા પ્રિયંકાએ બીજા પુત્રને જન્મ આપ્યો હતો. પ્રિયંકાના પિતાએ કબૂલાત કરી છે રૂપિયા માટે કેસ કર્યો હતો. બે વર્ષ બાદ કારણ ફરિયાદ કરી હોવાથી આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા રજુઆત કરી હતી. કોર્ટે આરોપીઓના એડવોકેટોની દલીલો ગ્રાહ્ય રાખીને આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

Most Popular

To Top