SURAT

કાપોદ્રામાં પરિણીતાને પતિના મિત્રએ પ્રેમજાળમાં ફસાવી અલગ અલગ હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો

સુરત: (Surat) કાપોદ્રા યોગીચોક ખાતે રહેતી પરિણીતાને તેના પતિને મિત્રએ લગ્નની (Marriage) લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી અલગ અલગ હોટલમાં (Hotel) લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. પરિણીતાને પત્નીની જેમ ભોગવી બાદમાં ધંધામાં ભાગીદારી આપવાનું કહીને તેની બચતના અને દાગીના ઉપર લોન લેવડાવી 10 લાખ રૂપિયા પડાવી લીધા હતા. પરણીતાનું 13 વર્ષ સુધી આર્થિક અને શારીરિક શોષણ (Abuse) કરતા તેણીએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

  • કાપોદ્રામાં પરિણીતાને પતિના મિત્રએ પ્રેમજાળમાં ફસાવી અલગ અલગ હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો
  • એમ્બ્રોડરી કારખાનેદાર મિત્રએ પરિણીતાને ધંધામાં ભાગીદાર બનાવવાનું કહીને તેના દાગીના ઉપર લોન લઈ 10 લાખ પડાવ્યા
  • પતિના મિત્રએ પરિણીતા સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી

કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદ્રા યોગીચોક વિસ્તારમાં રહેતી 40 વર્ષીય પરિણીતાએ તેના પતિના મિત્ર વિનોદ બચુ કણસાગરા (રહે, બાલાજી બંગ્લોઝ યોગીચોક વરાછા) ની સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ પરિણીતાનો પતિ સચીન ઉન વિસ્તારમાં આવેલા વિનોદ કણસાગરાની એમ્બ્રોઈડરી કારખાનામાં મજુરી કામ કરે છે. તેના કારણે વિનોદ અવાર નવાર પરિણીતાના ઘરે અવર જવર કરતો હતો. તે દરમ્યાન પરિણીતા સાથે તેની મિત્રતા થઈ હતી. ત્યારબાદ પ્રેમજાળમાં ફસાવી હતી.

વિનોદે પરિણીતાને લલચાવી ફોસલાવી લોભામણી લાલચ આપી તેની સાથે લગ્ન કરવાનો વિશ્વાસ અપાવી પત્ની તરીકેના બધા જ હકો મેળવી લીધા હતા. ત્યારબાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલી હોટલમાં અવાર નવાર લઇ જઈ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. વિનોદે પરિણીતાને પત્ની તરીકે રાખી હોવાનો વિશ્વાસ અપાવી સતત 13 વર્ષ સુધી અવાર નવાર બળાત્કાર કર્યો હતો. જોકે બાદમાં પરિણીતા સાથે લગ્ન પણ નહીં કરી તેનું આર્થિક અને શારીરિક શોષણ કર્યું હતું. જેથી આખરે ભોગ બનાર મહિલાએ ગતરોજ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો તથા છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પરિણીતાના દાગીના ઉપર લોન લઈને 10 લાખ પડાવ્યા
વિનોદે પરિણીતાને તેના ધંધામાં ભાગીદાર બનાવવાની લાલચ આપી હતી. તેની બચતના રૂપિયા ધંધામાં ભાગીદારીમાં રોકાણ કરવા તેમજ તેના દાગીના ઉપર લાખો રૂપિયાની લોન મેળવી અંદાજીત 10 લાખ ઉપરાંત રૂપિયા પણ પડાવ્યા હતા.

Most Popular

To Top