Dakshin Gujarat

કતારગામનો યુવક કોસંબા ફાટક નજીક કાર પાર્ક કરી ઊંઘી ગયો અને બની આવી ઘટના

હથોડા: કંપનીના કામ અર્થે અંકલેશ્વર ગયેલો સુરતનો યુવક કામ પતાવી મોડી રાત્રે પરત ફરી રહ્યો હતો ત્યારે તેને રસ્તામાં ઊંઘ આવી જતા તે કોસંબાના ફાટક નજીક કાર પાર્ક કરીને થોડી વાર માટે ઊંઘી ગયો હતો, ત્યારે એકાએક એવી ઘટના બની કે ચકચાર મચી ગઈ હતી. આ યુવક જ્યારે ઊંઘમાંથી જાગ્યો ત્યારે તે દોડતો થઈ ગયો હતો.

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતો દીપક મગન સુરતી નામના યુવકને કોસંબા ફાટક નજીક કાર પાર્ક કરીને ઊંઘવાનું ખૂબ જ મોંઘું પડ્યું છે. આ યુવક સુરતની એસપીએસ પ્લાસ્ટિક ફાઇલ્સ કંપનીમાં સેલ સેલ્સમેન તરીકે નોકરી કરે છે. તે કંપનીની કાર લઈ કામ અર્થે અંકલેશ્વર ગયો હતો. પરત થતી વખતે મોડું થઈ જતા તેને ઊંઘ આવી રહી હતી તેથી દીપકે કોસંબા ફાટક પાસે પોતાની કાર સાઈડમાં પાર્ક કરી હતી અને કારમાં જ સૂઈ ગયો હતો.

ત્યારે કારની ડેશ બોર્ડ ઉપર મૂકેલો રૂ.₹55,000નો મોબાઈલ ચોરાઈ ગયો હતો. સેલ્સમેન દીપક મગન સુરતીએ આ બનાવ અંગે કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. દીપકે પોલીસને જણાવ્યું હતું કે, હું કંપનીની ઈકો ગાડી લઈ કામ અર્થે અંકલેશ્વર ગયો હતો અને પરત થતી વખતે ઊંઘ આવતાં કોસંબા ફાટક નજીક ઇકો ગાડી સાઈડ પર મૂકીને ગાડીમાં સૂઈ ગયો હતો. ત્યારે મોબાઈલ ચોરી થઈ હતી. આ મામલે કોસંબા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અંકલેશ્વર જીઆઈડીસીમાં પાર્ક ટ્રક્માં અચાનક આગ ભભૂકી ઉઠી
ભરૂચ: અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલા ડિટોક્સ કંપની પાસે પાર્ક કરેલા એક હાઈવા ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જેમાંથી નીકળતા ધુમાડાના કારણે આગ લાગવાની જાણ થતાં જ ત્યાં રહેલા લોકોમાં દોડધામના દૃશ્યો સર્જાયા હતા. ડીઝલની ટેન્કમાં આગ પકડી લેતા આગ વધુ વિકરાળ બની હતી. આગ અંગેની જાણ સ્થાનિકોએ અંકલેશ્વર ફાયર બ્રિગેડના લશ્કરોને કરતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. લશ્કરોએ આગ ઉપર પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે, ગાડીમાં કેમિકલ યુક્ત વેસ્ટ મટીરીયલ હોવાનું પ્રાથમિક તારણ લગાવાઈ રહ્યું છે. જેના કારણે તેમાં આગ લાગી હતી

Most Popular

To Top