મહિધરપુરાના ફૂલના વેપારીને સેક્સ માટે બોલાવી નગ્ન કરી વીડિયો ઉતારી મહિલાએ રૂપિયા પડાવ્યા

સુરત: (Surat) સુરતના મહિધરપુરા (Mahidharpura) વિસ્તારનો ફૂલનો (Flowers) વેપારી (Trader) હનીટ્રેપનો (Honey Trap) શિકાર બન્યો છે. વેસુ વિસ્તારમાં આવેલા સુડા આવાસમાં સેક્સ (Sex) માટે બોલાવી આ ફૂલના વેપારીને નગ્ન (Naked) કરી તેનો વીડિયો (Video) ઉતારી લઈ રૂપિયા પડાવવામાં આવ્યા છે. ફૂલના વેપારીની ફરિયાદના પગલે પોલીસે તપાસ શરૂ કરી છે.

કેસની વિગત એવી છે કે, 42 વર્ષીય અજય મહિધરપુરા વિસ્તારમાં ફુલનો ધંધો કરે છે. ગઈ તા. 13 જાન્યુઆરીના રોજ મોબાઇલ નં. 8866351698 પરથી તેના મોબાઈલ (Mobile) પર હાયનો મેસેજ આવ્યો હતો અને ત્યાર બાદ વ્હોટ્સએપ (Whatsapp) પર મહિલાનો વિડીયો કોલ આવ્યો હતો, જેમાં સેક્સની લાલચ આપી તેને વેસુના સુડા આવાસમાં બોલાવવામાં આવ્યો હતો.

  • મહિધરપુરામાં ફૂલનો વેપાર કરતા અજયના મોબાઈલ પર એક મેસેજ અને ત્યાર બાદ વીડિયો કોલ આવ્યો હતો
  • શરીરસુખ માણવાની લાલચ આપી અજયને વેસુના આવાસમાં બોલાવ્યો હતો, જ્યાં અજય મહિલા સાથે રૂમમાં ગયો હતો
  • અજયે કપડાં ઉતાર્યા ત્યાર બાદ પોલીસના સ્વાંગમાં રૂમમાં ધસી આવી ત્રણ યુવાનોએ નગ્ન હાલતમાં ઉભેલા અજયનો વીડિયો ઉતારી લીધો હતો
  • રૂપિયા 20 હજાર પડાવી લીધા બાદ વધુ પૈસા માંગતા અજયે જમનાનગર પોલીસ ચોકીના પોલીસકર્મીને જાણ કરી

સેક્સની લાલચે અજય વેસુના સુડા આવાસમાં જતો રહ્યો હતો, જ્યાં યુવતીમાં રૂમમાં જઇ તેણે કપડા ઉતાર્યા કે તરત જ ત્રણ યુવાનો રૂમમાં ઘસી આવ્યા હતા અને આ અમારી બહેન છે, તે બળાત્કાર કરી જીંદગી બરબાદ કરી નાંખી છે એમ કહી માર્યો હતો. આ ત્રણ પૈકી એક યુવાને પોતાની ઓળખ ઉમરા પોલીસના ડી સ્ટાફ તરીકે આપી હતી.

પોતે ફસાઈ ગયો હોવાનું અજય અનુભવી ચૂક્યો હતો. તેથી પોલીસ કેસ નહીં કરી સમાધાન કરવા વાત થઈ હતી. ત્રણેય યુવકોએ સમાધાન કરવું હોય તો 5 લાખ આપવા પડશે એમ કહ્યું હતું. નહીં તો નગ્ન વીડિયો વાયરલ કરી દઈશું તેવી ધમકી આપી હતી. ગભરાયેલા અજયે પોતાના ઘરે જઇ 20 હજાર લાવી આરોપીઓને આપ્યા હતા. બાકીના 1.30 લાખ તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે એવી ખાતરી આપી હતી.

ત્યાર બાદ આરોપીઓ ધાક-ધમકી આપી પઠાણી ઉઘરાણી કરી રહ્યાં હોય છેવટે અજયે જમનાનગર પોલીસ ચોકીના લોકરક્ષક એઝાઝ હુસૈનને જાણ કરી હતી. જેથી એઝાઝે અજયને જે નંબર પરથી કોલ આવતા હતા તે નંબર પર કોલ કરતા સુરજ તિવારી નામના યુવાને 20 હજાર રૂપિયા પરત આપી દેશે એમ કહ્યું હતું. પોલીસે દરમિયાનગીરી કરતા યુવતીએ પુનઃ કોલ કરી તમારા રૂપિયા પરત મળી જશે, પરંતુ હું આપઘાત કરી લઇશ એમ કહેતા અજય ડરી ગયો હતો અને છેવટે આ અંગે ફરીયાદ નોંધાવી હતી.

ફૂલના વેપારીનું ગૂગલ પે એકાઉન્ટ ખોલી રૂપિયા ટ્રાન્સફર કરવા પ્રયાસ કર્યો
હનીટ્રેપમાં ફસાયેલા વેપારી અજય પાસેથી રૂપિયા પડાવવા માટે ટોળકીએ પહેલાં તો બેન્કના એટીએમ કાર્ડની માંગણી કરી હતી પરંતુ અજય પાસે તે હતો નહીં. તેથી તેની પત્ની પાસે એટીએમ કાર્ડનો ફોડો મંગાવ્યો હતો. તેના પરથી અજયના મોબાઈલમાં ગૂગલ પે એકાઉન્ટ ખોલી તેમાંથી લક્ષ્મી સાહેદ નામના મોબાઈલ નં. 8320432712 પર રૂપિયા ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રૂપિયા ટ્રાન્સફર થઈ શક્યા નહોતા.

Most Popular

To Top