SURAT

તે લગ્ન નહીં કર્યા તો તારૂ ગળું કાપી નાંખીશ.. સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકના થયા આવા હાલ

સુરત: (Surat) શહેર પોલીસ હાલમાં એક તરફ પ્રેમમાં (Love) ગાંડા થયેલા પ્રેમીઓને જેલના સળિયા ગણાવ્યા હતા. યુવતીને રહેસી નાંખવાની ધમકી (Threat) આપાત પોલીસ દોડતી થઇ ગઇ હતી. આ મામલે જે ફરિયાદ દાખલ થઇ છે તેમાં પોલીસની ટ્રેનિંગ લેવા ગયેલી યુવતીને ટ્રેનર સાથે પ્રેમ કરવાનુ ભારે પડી ગયુ હતુ. આ પ્રેમ તૂટયા બાદ પણ યુવાન દ્વારા યુવતીને ફોન (Phone) પર હેરાનગતિ સતત કરવામાં આવતી હતી. દરમિયાન જો લગ્ન ન કર્યાતો તારૂ ગળુ કાપી નાંખીશ તેવી ધમકી આપતા આ મામલે પોલીસ ચોપડે દાખલ થવા પામ્યો હોવાની વિગત જાણવા મળી છે.

આ કિસ્સામાં દાખલ થયેલી ફરિયાદમાં યુવતીએ જણાવ્યુકે બે વર્ષ પહેલા પોલીસ ફોર્સમાં જવા માટે તેણે ફીઝીકલ ટ્રેનિંગ લેવાનુ શરૂ કર્યુ હતુ. આ ટ્રેનિંગ તે રાહુલ પવાર નામના યુવાન સાથે લેવાનુ શરૂ કર્યુ હતુ. આ ટ્રેનિંગ દરમિાયન બંને વચ્ચે પ્રેમાલાપ થયો હતો. દરમિયાન બંનેના સમાજ અલગ હોવાથી લગ્ન શકય નહી બનતા તેણે યુવાનનો સાથ છોડી દીધો હતો. રાહુલ પવાર સતત યુવતીનો પીછો કરીને ધાક ધમકી આપતો હતો. આ ઉપરાંત બે દિવસ પહેલા યુવતીને જો લગ્ન ન કર્યાતો ગ્રીષ્માની જેમ કાપી નાંખવાની ધમકી આપી હતી. આ ફરિયાદ બાદ ત્વરીત પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે.

ખરવરનગર બ્રિજ પાસે લોકોને ફટકારનાર ટપોરીઓને ઉધના પોલીસે જેલને હવાલે કર્યા
સુરત : ઉધના પોલીસ સ્ટેશનમાં ખરવરનગરથી સત્યનગર તરફ આવતા બ્રિજના સર્વિસ રોડ પર આવતા જતા વાહન ચાલકોની ગાડીઓે નુકાસન કરી તથા રાહદારીઓને છુટ્ટા હાથથી મારામારા કરનાર માથાભારે નબીરીઓનો પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સોશ્યલ મિડીયમાં વિડીયો વાયરલ થયો હતો. હિતેશ રાણા , સાગર સોલંકી , નિલેશ ખરવરનગર હીંગળાજ સોસાયટીના રહેવાસીઓ છે. આ નબીરાઓ અચાનકજ ખરવરનગર પાસે આવેલા બ્રિજ પાસે લોકોને ફટકારવાનુ શરૂ કર્યુ હતુ. તે સમય દરમિયાન બ્રિજ પરથી પસાર થતા વાહનચાલક દ્વારા આ નબીરાઓનો વિડીયો ઉતારવામાં આવ્યો હતો. જે સોશયલ મિડીયામાં વાયરલ થતાની સાથેજ ઉધના પોલીસે 3 નબીરા પૈકી બેને જેલ ભેગા કર્યા હતા. આ નબીરાઓને ઉઘના પોલીસે મેથીપાક ચખાડયો હોવાની વિગત જાણવા મળી છે. દરમિયાન સોશ્યલ મિડીયામાં આ ટપોરીઓનો વિડીયો વાયરલ થતા મામલો કમિ અજય તોમર સુધી પહોંચ્યો હોવાની વિગત જાણવા મળી છે.

Most Popular

To Top