SURAT

‘આજે તો હૂં કોઈપણ ભોગે તને મળ્યા વગર નહીં જાઉં’ પતિ અને સસરા સામે પરણિતાના ઘરમાં ઘૂસ્યો યુવાન

સુરત: (Surat) અલથાણમાં (Althan) રહેતા અને ઇલેક્ટ્રીક એન્જિનિયરનું (Electrical Engineer) કામ કરતા યુવક જ્યોતિષાચાર્યનું (Astrologer) કામ શીખવા લાગ્યો હતો, જ્યાં તે કામ (Work) શીખતો હતો તે ઘરની મહિલા સાથે યુવકની આંખ મળી ગઇ હતી. યુવકે મહિલાને સાથે મળવાની જીદ કરીને પરિવારની સાથે મારામારી કરતા પોલીસ ફરિયાદ (Police Complaint) થઇ હતી.

  • જયોતિષ શીખવા ગયેલો યુવાન સુરતના મહિધરપુરા વિસ્તારમાં રહેતા જયોતિષાચાર્યની પુત્રવધુના ના પ્રેમમાં પાગલ થયો
  • જ્યોતિષનું કામ શીખવા જતા યુવકને મહિલા સાથે આંખ મળી ગઇ, મહિલાના પરિવારજનોએ ના પાડતા યુવકે મારામારી કરી

પ્રાપ્ત વિગતો મુજબ ખટોદરાના અલથાણ કેનાલ રોડ ઉપર રહેતો જનક રવિન્દ્ર રાય ઇલેક્ટ્રીક એન્જિનિયર છે, સાથે સાથે તે જ્યોતિષનું કામકાજ પણ શીખતો હતો. જનક મહિધરપુરા વિસ્તારમાં એક જ્યોતિષાચાર્યની પાસેથી જ્યોતિષવિદ્યા શીખવા માટે જતો હતો. આ દરમિયાન તે ઘરમાં રહેતી મહિલા નામે કાજલ (નામ બદલ્યુ છે)ની સાથે જનકનો પરિચય થયો હતો. જનક અને કાજલ બંને વચ્ચે મિત્રતા થઇ હતી અને બંનેએ મોબાઇલ નંબરની આપ-લે કરીને દરરોજ સામાન્ય વાતચીતો પણ કરતા હતા. જનક કાજલના પ્રેમમાં પાગલ થઇ ગયો હતો અને તેઓની વાત કાજલના પતિ અને સસરાને ખબર પડી ગઇ હતી. તેઓએ કાજલને જનકની સાથે વાત કરવાની ના પાડીને બીજીવાર ધ્યાન રાખવા માટે કહ્યું હતું. પરંતુ જનક એક વાતે માન્યો ન હતો, તે વારંવાર કાજલને ફોન કરી તેમજ મેસેજ કરીને હેરાન કરતો હતો. આ બાબત પણ પરિવારને ખબર પડતા કાજલની પાસેથી મોબાઇલ ફોન લઇ લેવાયો હતો.

છેલ્લા ત્રણ-ચાર દિવસથી કાજલની સાથે કોઇ વાત થઇ ન હતી કે, કાજલે કોઇ મેસેજ નહીં કરતા શુક્રવારે જનક કાજલના ઘરે પહોંચી ગયો હતો. ગર્ભાશયની સારવાર કરાવીને ઘરે પરત આવેલી કાજલ આરામ કરતી હતી ત્યારે જનકે ઘરમાં જઇને હોબાળો કર્યો હતો અને કહ્યું કે, આજે તો હું કોઇપણ ભોગે કાજલને મળ્યા વગર નહીં જાઉં. કાજલના પતિ અને સસરાએ જનકને સમજાવ્યો છતાં તે માન્યો ન હતો અને કાજલના સાસરીયાઓની સાથે સામાન્ય મારામારી કરી હતી. આ બાબતે મહિધરપુરા પોલીસને ફરિયાદ કરવામાં આવતા પોલીસે જનકની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

Most Popular

To Top