SURAT

છૂટાછેડા લેવા જે વકીલનો સંપર્ક કર્યો તેણે જ ત્રણ દિવસ ફાર્મમાં ગોંધી પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું

સુરત: (Surat) પૂણા ગામ ખાતે રહેતી 18 વર્ષીય પરિણીતાએ તેના પ્રેમ લગ્ન (Love Marriage) નિષ્ફળ જતા મિત્ર પાસેથી છુટાછેડા લેવા માટે એક વકીલનો નંબર માંગ્યો હતો. મિત્રએ જે વકીલનો (Advocate) નંબર આપ્યો તેને બધુ વ્યવસ્થિતિ કરાવી આપવાનું કહીને પરિણીતાને પૂણા પોલીસ સ્ટેશન બોલાવી હતી. અને ત્યાંથી વકીલ પોતાના પરિવારને મળવવાના બહાને લઈ ગયો હતો. પરિણીતાને ફાર્મ ઉપર ત્રણ દિવસ ગોંધી રાખી ત્યાં તેની સાથે અવાર નવાર દુષ્કર્મ આચર્યું હતું.

  • છૂટાછેડા લેવા જે વકીલનો સંપર્ક કર્યો તેણે જ ત્રણ દિવસ ફાર્મમાં ગોંધી પરિણીતા સાથે દુષ્કર્મ આચર્યું
  • પરિણીતાએ છુટાછેડા લેવા માટે એક મિત્ર પાસે સ્નેપચેટ ઉપર વકીલનો નંબર માંગ્યો હતો
  • વકીલે પોલીસ સ્ટેશન અરજી કરાવવા માટે બોલાવી અને બાદમાં પોતાના પરિવારને મળાવું કહીને બાઈક પર કુડસદ ગામમાં લઈ ગયો

પૂણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પૂણા ગામ ખાતે કલ્યાણ નગર પાસે રહેતી 18 વર્ષની પરિણીતાએ ગત સપ્ટેમેબર મહિનામાં પૂણા ગામ ખાતે જ રહેતા 35 વર્ષીય યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન બાદ સાસરીયા તેના પરિવાર સાથે વાતચિત કરવા દેતા નહોતા. તેના પતિ સાથે પણ નાની નાની વાતે ઝઘડો થતો હતો. જેથી તેને સ્નેપચેટ ઉપર રાહુલ નામના મિત્ર પાસેથી છુટાછેડા કરી આપે તેવા વકીલનો નંબર માંગ્યો હતો. રાહુલે તેણીને આસ્તીક છાયાણી નામના વકીલનો નંબર મોકલ્યો હતો. આ વકીલનો સંપર્ક કરતા તેને તમે ચિંતા ના કરો હું તમને નિરાકરણ કરાવી આપીશ અને તમારા માતા-પિતા સાથે સંપર્ક પણ કરાવી આપીશ તેમ કહ્યું હતું.

આસ્તીકે પરિણીતાને 27 ફેબ્રુઆરીએ રાત્રે સાડા સાતેક વાગ્યે પૂણા પોલીસ સ્ટેશન બોલાવી હતી. પૂણા પોલીસમાં તમારા સાસુ સસરા વિરુધઅજી આપવામાં મદદ કરીશ તેમ કહીને બોલાવતા પરિણીતા રિક્ષામાં પહોંચી હતી. ત્યાં વકીલ તેની બાઈક લઈને આવ્યો હતો. અને અરજી આપ્યા બાદ પરિણીતાને તેના પરિવારને મળાવવા લઈ જાઉ કહીને બાઈક ઉપર બેસાડીને કુડસદ ગામ ખાતે આવેલા ગ્રીંનસ્ટ્રીટ ફાર્મ ખાતે ઘરમાં લઇ ગયો હતો. ત્યાં કોઈ નહી દેખાતા પરિણીતાએ વકીલને અહી તો તમારા ફેમીલીના સભ્યો કોઇ નથી તમે મને અહી કેમ લાવ્યા છો તેમ પુછ્યું હતું. બાદમાં વકીલ કઈ બોલ્યા વગર તેને રૂમમાં ગોંધીને નીકળી ગયો અને કલાક પછી ત્યાં આવ્યો હતો. આવીને તુ ચુપ-ચાપ હું કહુ તેમ કરજે નહીં તો હુ તને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. અને બાદમાં પરિણીતા સાથે ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું.

બીજા દિવસે સવારે તે બહારથી બંધ કરીને જતો રહ્યો હતો. આસ્તીક 1 તારીખે આવીને પરિણીતાને ત્યાંથી નિકાળી હતી. અને ત્યાંથી હેવન ચેરીટેબલ ટ્ર્સ્ટ ઘલુડીગામ ખાતે મુકી આવ્યો હતો. પરિણીતા 6 તારીખ સુધી હેવન ચેરીટેબલ ટ્રસ્ટમાં રહી હતી. બાદમાં તેની તબિયત ખરાબ થતા તેણીએ ત્યાં બાજુમા રહેતી એક બહેન પાસેથી મોબાઇલ ફોન માંગીને તેના પતિને જાણ કરી હતી. બાદમાં તેના પતિ આવીને હોસ્પિટલ લઈ ગયા હતા. બાદમાં તેના પિતા અને પરિવારને બોલાવી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top