સુરત: (Surat) સચીન પોલીસ સ્ટેશનમાં (Police Station) ગઈકાલે લાજપોરમાંથી ચાર સંતાનનો પિતા વિધર્મી આદિવાસી સમાજની તરૂણીને પ્રેમજાળમાં (Love) ફસાવી ભગાડી ગયાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તેનું લોકેશન શોધી એક ટીમને અજમેર માટે રવાના કરી હતી. શહેરના છેવાડે લાજપોર (Lajpor) ખાતે લવજેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. લાજપોર ગામ વિસ્તારમાં રહેતી આદિવાસી પરિવારને 17 વર્ષીય તરુણીને ચાર સંતાનનો પિતા વિધર્મી રીક્ષા ચાલક પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો છે.
- સચીન લવજેહાદ કેસમાં વિધર્મીને પકડવા સચીન પોલીસની ટીમ અજમેર રવાના
- વિધર્મી ચાર સંતાનોનો પિતા છે, છતા આદિવાસી સમાજની તરૂણીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો
- પોલીસથી બચવા વિધર્મી મિત્રની રીક્ષામાં ભગાડી ગયો, પોલીસે રીક્ષા પલસાણાથી કબજે કરી
પોલીસે સીસીટીવી અને લોકેશનના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 17 વર્ષીય આદિવાસી તરૂણી હોજીવાલા ખાતે નોકરી કરી પરિવારને આર્થીક રીતે મદદરૂપ થતી હતી. તરૂણી અબ્દુલ હમીદ હાસીમ મધિ (રહેવાસી-જુમ્મા મસ્જીદ ફળીયુ, લાજપોરગામ તા-ચૌર્યાસી) ની રીક્ષામાં આવતી જતી હતી. તરુણીના નોકરી જવાના સમય અને પરત આવવાના સમયે અબ્દુલ તરુણીનો પીછો કરી પ્રેમજાળમાં ફસાવી હતી. ગત આઠમી ઓક્ટોબરના રોજ તરુણી સવારે નોકરી પર ગયા બાદ પરત ઘરે નહીં આવતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ તરૂણી નોકરી પર ગઈ ન હતી અને બીજી તરફ અબ્દુલ પણ ઘરેથી ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તરુણીના પરિવારે પોલીસમાં જાણ કરી હતી.
આ તરફ પરિવારે આશંકા સાથે અબ્દુલ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી હતી. તરુણીને ભગાડી જનાર અબ્દુલ ચાર સંતાનનો પિતા છે. જે પૈકી બે પુત્રીના લગ્ન પણ થઈ ગયા છે. પોલીસથી બચવા માટે અબ્દુલ પોતાની રિક્ષાને બદલે તેના મિત્રની રિક્ષામાં લઈ ગયો હતો. પોલીસે આ રિક્ષાને પલસાણા ટી પોઇન્ટ પાસેથી કબજે કરી છે. આ સિવાય પોલીસની એક ટીમ વિધર્મીનું લોકેશન અજમેરનું આવતા અજમેર રવાના થઈ છે.